તુર્કી ભૂકંપ : 'કાટમાળમાં અવાજ સંભળાયો, ધૂળ સાફ કરી તો ગર્ભનાળ સાથે બાળકી મળી' મૃત્યુ પહેલાં માતાએ આપ્યો જન્મ

નવજાત શિશુ

ઇમેજ સ્રોત, AFP

    • લેેખક, ડેવિડ ગ્રીટન
    • પદ, બીબીસી ન્યૂઝ
લાઇન
  • તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે મૃતકોની સંખ્યા 8000 નજીક પહોંચી છે
  • 6 ફેબ્રુઆરી એટલે કે સોમવારે તુર્કી અને સીરિયામાં જોરદાર ભૂકંપના આંચકા આવ્યા હતા
  • ભૂકંપના કારણે બંને દેશોમાં 15 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે
  • ભારતીય વિદેશ મંત્રાલયે મેડિકલ સપ્લાય, ડૉગ સ્ક્વૉડ, ડ્રિલ મશીન અને કેટલાંક જરૂરી સાધનો પણ તુર્કી મોકલ્યાં છે
  • તુર્કી સહિત આસપાસના વિસ્તારમાં એક પછી એક કેટલાક આફ્ટરશૉક્સ આવ્યા
લાઇન

ઉત્તર-પશ્ચિમ સીરિયામાં સોમવારે આવેલા ભૂકંપના કારણે ધ્વસ્ત થયેલી ઇમારતના કાટમાળ નીચેથી બચાવકર્મીઓએ એક નવજાત શિશુને બચાવ્યું છે.

એક સંબંધીએ કહ્યું કે, "દુર્ઘટનાના થોડા સમય પછી તેમનાં માતાના ગર્ભમાંથી પાણી નીકળવા માંડ્યું તે પહેલાં જ તેમણે બાળકીને જન્મ આપ્યો હતો, ત્યારબાદ તેમનું મૃત્યુ થયું. ભૂકંપમાં તેના પિતા, ચાર ભાઈ-બહેન અને એક કાકીનું પણ મૃત્યુ થયું છે."

ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે જિંદિયારમાં કાટમાળમાંથી બાળકીને બહાર કઢાઈ અને એક વ્યક્તિ ધૂળથી લથપથ બાળકીને લઈને જઈ રહી છે.

આફરીન નજીક આવેલી હૉસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું કે બાળકીની હાલત સ્થિર છે.

તુર્કી પાસે આવેલા ઇદબિલ પ્રાંતના જિંદિરમાં 7.8 તીવ્રતાના ભૂકંપના કારણે નષ્ટ થયેલી 50 ઇમારતોમાંથી એક ઇમારતમાં તેનો પરિવાર રહેતો હતો.

બાળકીના કાકા જલીલ અલ સુવાદીએ કહ્યું કે ઇમારત પડવાના સમાચાર સાંભળીને પરિવારજનો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.

મંગળવારે એએફપી સમાચાર એજન્સીને તેના કાકાએ કહ્યું હતું કે, "જ્યારે અમે ખોદકામ કરી રહ્યા હતા, ત્યારે અમને અવાજ સંભળાયો. અમે ધૂળ સાફ કરી, ત્યારે અમને બાળક ગર્ભનાળ સાથે જોવા મળ્યું હતું, અમે તેને કાપી અને મારા પિતરાઈ ભાઈ તેને હૉસ્પિટલ લઈ ગયા."

line

'સેંકડો લોકો કાટમાળ નીચે ફસાયા છે'

વીડિયો કૅપ્શન, Turkey Syria Earthquake : ભૂકંપ બાદ કાટમાળમાંથી દબાયેલી બાળકીને કઈ રીતે બહાર કાઢવામાં આવી?

બાળરોગ નિષ્ણાત હની મારૉફે કહ્યું કે, "બાળકી ક્રિટિકલ હાલતમાં હૉસ્પિટલ આવી હતી, તેના શરીર પર ઈજાનાં નિશાન હતાં."

"ઠંડીના કારણે તે હાયપોથર્મિયા સાથે આવી હતી. અમારે તેને ગરમી આપવી પડી અને કૅલ્શિયમ પણ આપ્યું હતું."

જ્યારે બાળકીનાં માતા, તેના પિતા અબ્દુલ્લા અને તેના ચાર ભાઈ-બહેનનાં અંતિમસંસ્કાર કરાઈ રહ્યાં હતાં, ત્યારે બાળકીને એક ઇનક્યૂબેટરમાં સૂવડાવી હતી અને એક ડ્રિપ સાથે જોડવામાં આવી હતી.

દમિશ્ક આધારિત સરકાર અને વ્હાઇટ હૅલ્મેટ અનુસાર, સીરિયામાં ભૂકંપમાં મૃત્યુ પામેલા ઓછામાં ઓછા 1,800 લોકોમાં તેઓનો સમાવેશ થાય છે, જેમના સ્વયંસેવક પ્રથમ પ્રતિસાદકર્તાઓ વિપક્ષ-સંચાલિત વિસ્તારોમાં કામ કરે છે.

તુર્કીમાં ઓછામાં ઓછા 4,500 લોકો માર્યા ગયા, જ્યાં ભૂકંપનું કેન્દ્ર હતું.

તેઓએ મંગળવારે ટ્વીટ કર્યું હતું કે, "સેંકડો લોકો કાટમાળ નીચે ફસાયેલા છે. દરેક સેકન્ડનો અર્થ એક જીવન બચાવવાનો હોઈ શકે છે."

નવજાત શિશુ ગંભીર હાલતમાં હૉસ્પિટલ આવ્યું હતું, પરંતુ હવે તેની હાલત સ્થિર છે

ઇમેજ સ્રોત, Getty Images

"અમે તમામ માનવતાવાદી સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓને કહીએ છીએ કે તેઓ આ આર્થિક સહાય અને સમર્થન આપે."

સંયુક્ત રાષ્ટ્ર એ ઉત્તર-પશ્ચિમ સીરિયામાં લોકોને સહાય પહોંચાડવા માટે "તમામ માધ્યમો" નો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ તેઓએ કહ્યું હતું કે ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને અન્ય લોજિસ્ટિકલ સમસ્યાઓને કારણે ડિલિવરી અસ્થાયી રૂપે અટકાવવામાં આવી હતી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો એક કરાર તુર્કીથી ઉત્તર-પશ્ચિમ સીરિયામાં ડિલિવરી કરવા માટે સિંગલ બૉર્ડર ક્રૉસિંગના ઉપયોગને અધિકૃત કરે છે. અન્ય તમામ ડિલિવરી દમિશ્કમાંથી પસાર થવાની છે, જો કે સરકારે ભૂતકાળમાં "ક્રૉસ" સહાયની માત્ર થોડી રકમ પ્રદાન કરી છે.

ભૂકંપ આવ્યો તે પહેલાં ઉત્તર-પશ્ચિમ સીરિયામાં 4.1 મિલિયન લોકો જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો ટકી રહેવા માટે માનવતાવાદી સહાય પર નિર્ભર હતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન