INDvsPAK: 'પપ્પાએ મારા માટે જે કર્યું એ હું ન કરી શકું', લાઇવ ઇન્ટરવ્યૂમાં રડી પડ્યા હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, ANI

લાઇન
  • પાકિસ્તાન સામેની ટી-20 મૅચમાં ભારતના વિજય બાદ વિરાટ કોહલી સાથે હાર્દિક પંડ્યાની પણ ચર્ચા થઈ રહી છે
  • હાર્દિક પંડ્યા મોંઘીદાટ ઘડિયાળ, કાર અને ટ્રાવેલિંગના શોખીન છે. જોકે, બાળપણમાં આ તમામ સવલતોથી વંચિત રહ્યા હતા
  • બરોડાના પૂર્વ રણજી ક્રિકેટર નારાયણ સાઠમ અને ભારતીય ક્રિકેટર કિરણ મોરેએ હાર્દિક પંડયાના ઘડતરમાં ઘણી મોટી ભૂમિકા અદા કરી છે
લાઇન

ભારતીય ક્રિકેટ ટીમે મેલબર્ન ખાતે રમાયેલી ટી-20 મૅચમાં પાકિસ્તાનને ચાર વિકેટે હરાવી દીધું છે.

ભારતની જીતના હીરો પૂર્વ કપ્તાન વિરાટ કોહલી રહ્યા હતા. શરૂઆતમાં ફટાફટ વિકેટો પડવા છતાં વચ્ચે હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીની જોડીએ બાજી સંભાળી લીધી હતી.

ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની ભારતીય ટીમની જીતમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મહત્ત્વની ભૂમિકા રહી હતી. હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામેની મૅચમાં ત્રણ વિકેટ લીધી હતી.

હાર્દિક પંડ્યા ભારતીય ટીમના એ ખેલાડી છે, જેઓ કોઈ પણ મૅચની બાજી પલટી નાખવા માટે સક્ષમ માનવામાં આવે છે. બૉલિંગની સાથે તેઓ તેમની ઝંઝાવાતી બેટિંગ માટે પણ એટલા જ જાણીતા છે.

line

જ્યારે હાર્દિક પંડ્યા ભાવુક થયા

હાર્દિક પંડ્યાની બાળપણની તસવીર

ઇમેજ સ્રોત, TWITTER/HARDIK PANDYA

ઇમેજ કૅપ્શન, હાર્દિક પંડ્યાની બાળપણની તસવીર

ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની મૅચમાં હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીની ભાગીદારીએ જીતમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

હાર્દિક અને કોહલીએ પાંચમી વિકેટ પર 113 રનની ભાગીદારી કરી હતી.

હાર્દિક પંડ્યાએ 37 બૉલમાં 40 રન ફટકાર્યા હતા અને ભારતીય ટીમને જીત તરફ આગળ ધપાવી હતી.

ટીમ ઇન્ડિયાની જીત બાદ હાર્દિક પંડ્યા ઘણા ભાવુક થઈ ગયા હતા. તેમણે તેમના દિવગંત પિતાને પણ યાદ કર્યા હતા.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

હાર્દિક પંડ્યાએ કહ્યું કે "મેં મૅચ પહેલાં રાહુલસરને કહ્યું હતું કે જ્યાં હું 10 મહિના પહેલાં હતો અને આજે જ્યાં છું તે બહુ મોટી વાત છે. હું આના માટે બહુ મહેનત કરું છું. આ ઇનિંગ મારા પિતા માટે છે. તેઓ અહીં હોત તો બહુ ખુશ થાત. જો મને રમવાનો મોકો ન મળત તો હું અહીં કેવી રીતે હોત. મારા પિતાએ ઘણો ત્યાગ કર્યો છે. તેમણે અમારી માટે અન્ય શહેરમાં જવાનો નિર્ણય લીધો. જ્યારે અમે બંને ભાઈ છ વર્ષના હતા ત્યારે તેમણે શહેર બદલ્યું હતું. હું હંમેશાં મારા પિતાનો આભારી રહીશ."

line

હાર્દિક પંડ્યાની શરૂઆત

હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, Ani

હાર્દિકનાં માતાપિતાએ બંને દીકરા (હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યા)ને ક્રિકેટની તાલીમ અપાવી હતી.

સુરત નજીક ચોર્યાસી ગામમાં 1993ની 11મી ઑક્ટોબરે હાર્દિક પંડ્યાનો જન્મ થયો. આ સમયે તેમનો પરિવાર સુરતમાં રહેતો હતો, એટલે સ્વાભાવિકપણે જ તેમનું બાળપણ સુરતમાં પસાર થયું હતું.

ચાર વર્ષનો હાર્દિક ટેનિસ બૉલથી તાલીમ લેતા હતા, તો ભાઈ કુણાલ પંડ્યા સિઝન બૉલથી ટ્રેનિંગ લેતા.

રાંદેરના ભાણકી સ્ટેડિયમમાં હાર્દિકની તાલીમ શરૂ થઈ હતી.

એ વખતે સુરત કૉર્પોરેશનના સમીર વ્યાસ કોચિંગ આપતા હતા. જ્યારે તેમની સંસ્થા વડોદરામાં કિરણ મોરેની ઍકેડમી સાથે સંકળાયેલી હોવાથી પંડ્યા પરિવારે વડોદરા જઈને વસવાટ કરવાનો નિર્ણય લીધો.

આમ હાર્દિકનો બરોડા સાથે નાતો જોડાયો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન