You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આઉટ કે નૉટઆઉટ : બાઉન્ડરી પર થયેલો એ કૅચ, જેણે ક્રિકેટજગતમાં વિવાદ પેદા કર્યો
ક્રિકેટ જગતમાં અવનવા રેકૉર્ડ અને કિસ્સાઓ બનતા રહે છે. એવી જ રીતે હાલ એક કેચ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ઑસ્ટ્રેલિયામાં બીગ બેશ લીગની એક મૅચમાં ફિલ્ડરે કરેલો કૅચ વિવાદીત બન્યો છે. ક્રિકેટ રસીકોમાં પણ આ મામલે ખાસ્સી ચર્ચા છેડાઈ છે.
બન્યું એવું છે કે હોબર્ટ હરિકેન અને બ્રિસ્બહેન હીટ વચ્ચે રમાઇ રહેલી મૅચમાં મેટ રૅન્શોએ બાઉન્ડ્રીની બહારથી (દોરડા બહારથી) કૅચ કર્યો અને છતાં બૅટ્સમૅનને આઉટ આપવામાં આવ્યો હતો.
આઈપીએલમાં પણ બાઉન્ડ્રીની પાસે બે ખેલાડીઓ થઈને કેચ કરતા કિસ્સા ઘણા જોવા મળ્યા છે. પરંતુ આમાં જરા ટ્વિસ્ટ છે.
આ કૅચ માટે બૅટસમૅનને આઉટ અપાયા કે નહીં?
રૅન્શો અને બેન્ટોન દ્વારા આ કૅચ કરાયો હતો. મૅચમાં 15મી ઑવરમાં બૅટ્સમૅન વૅડ 61 રન પર હતા.
તેમણે બેન કટિંગની ઑવરમાં બાઉન્ડ્રી તરફ એક લાંબો શૉટ ફટકાર્યો.
જેમાં રૅન્શોએ પહેલા બાઉન્ડ્રીની અંદર હવામાં કૂદકો મારીને બૉલ પકડ્યો અને પછી બાઉન્ડ્રીની બહાર પોતે જતા રહેશે તે જોઈને તેને હવામાં જ ઉછાળી દીધો.
બૉલ બાઉન્ડ્રીની બહાર હવામાં રહ્યો. બાદમાં તે બાઉન્ડ્રીની બહાર જઈ ફરીથી હવામાં કૂદકો મારી આ બૉલને હવામાં જ પકડ્યો (સ્પર્શ) કર્યો અને તેને બાઉન્ડ્રીની અંદર જાય એ રીતે ઉછાળ્યો. જે બાદ તેની સામે રહેલા બેન્ટોને આવીને તેને પકડી લીધો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમગ્ર સ્થિતિને લીધે બંને ટીમો દુવિધામાં હતી કે આવી રીતે થયેલા કૅચને વૅલિડ ગણવો કે નહીં. જે બાદ સમગ્ર મામલો થર્ડ અમ્પાયર સુધી પહોંચ્યો હતો.
સૌ પ્રથમ થર્ડ અમ્પાયરે પછી બૅટ્સમૅનને નોટ આઉટ આપ્યો હતો.
કયા નિયમના આધારે ગણાયો આઉટ?
જોકે, તે બાદ ક્રિકેટના નિયમને જોવામાં આવ્યો. આખરે નિયમો મામલે વધુ વિષ્લેષણ કરાયા બાદ બૅટ્સમૅનને આઉટ આપવામાં આવ્યો હતો.
ક્રિકેટર જીમી નિશામ અને જેમ્સ ટેલરે પણ આ મામલે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
જોકે વર્ષ 2017ના એમસીસીના નવા નિયમ અનુસાર આખરે બૅટ્સમૅનને આઉટ આપવામાં આવ્યો.
જેમાં ફિલ્ડરે બાઉન્ડ્રીની જમીનને કે કોઈ પણ વસ્તુને સ્પર્થ નહોતી કરી અને દડો માત્ર હવામાં જ રહ્યો અને તને હવામાં કૂદીને જ સ્પર્શવામાં આવ્યો તેથી તેને વૅલિડ ગણી બૅટ્સમૅનને આઉટ આપવામાં આવ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો