અભિનેતા ઇરફાન ખાનની તબિયત કથળી, ICUમાં દાખલ કરાયા - Top News

ઇરફાન ખાનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ફિલ્મ અભિનેતા ઇરફાન ખાનની તબિયત લથડતા તેમને મુંબઈની કોકિલાબહેન અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમને આઈ.સી.યુ.માં ખસેડવામાં આવ્યા છે.

મુંબઈથી સંવાદદાતા મધુ પાલ જણાવે છે કે ખાનને શું થયું છે, તે અંગે ઔપચારિક રીતે કોઈ માહિતી હૉસ્પિટલ કે અભિનેતાના પ્રવક્તા દ્વારા આપવામાં નથી આવી.

ઉલ્લેખનીય છે કે ઇરફાન છેલ્લા બે વર્ષથી બીમાર છે. તેઓ લંડનમાં એક વર્ષ ન્યૂરોઍન્ડોક્રાઇન ટ્યૂમરની સારવાર કરાવીને ગત વર્ષે માર્ચ મહિનામાં ભારત પરત ફર્યા હતા.

જ્યારથી ઇરફાન પરત ફર્યા હતા, ત્યારથી તેમની ટ્રિટમેન્ટ અને ચેકઅપ અંબાણી હૉસ્પિટલમાં ચાલી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઇરફાનનાં માતા સઇદા બેગમનું જયપુરમાં નિધન થયું હતું, પરંતુ તેમની લૉકડાઉનને કારણે ઇરફાન ત્યાં જઈ શક્યા ન હતા.

line

ઉમર અકમલ પર ત્રણ વર્ષનો બૅન

ઉમર અકમલ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ક્રિકેટર ઉમર અકમલ ઉપર ભ્રષ્ટાચારના આરોપ બદલ ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે.

પીસીબીએ એક ટ્વીટ કરીને જાણ કરી હતી કે “ ઉમર અકમલ ઉપર નિવૃત્ત જસ્ટિસ ફૈઝલ-એ-મિરાન ચૌહાણની અધ્યક્ષતા હેઠળ બનેલી અનુશાસનાત્મક સમિતિએ ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે.”

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ભારતના અંગ્રેજી અખબાર ધ હિંદુ પ્રમાણે અકમલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમને ભારત સામે મૅચ નહીં રમવા માટે પૈસા ઑફર કરવામાં આવ્યા હતા.

તેમણે એમ પણ કહ્યું હતું કે બુકીઝ તરફથી તેમને બે બૉલ નહીં રમવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

જીયો ટીવીને આપેલા એક ઇન્ટર્વ્યુમાં અકમલે કહ્યું હતું કે, “મને એક વખત બે બૉલ ન રમવા માટે બે લાખ ડૉલરની ઑફર આપવામાં આવી હતી. મને ભારત સામે મૅચ નહીં રમવા માટે પણ પૈસા ઑફર કરવામાં આવ્યા હતા.”

ટ્રમ્પની મજાક પર વધી ગયા કૉલ્સ

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ

ડિસઇન્ફૅક્ટૅન્ટને શરીરમાં ઇન્જેક્ટ કરવા અંગે અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યા પછી અમેરિકામાં હૉટલાઇન પર ડિસઇન્ફૅક્ટૅન્ટ વિશે માહિતી મેળવવા માટે આવનાર કૉલની સંખ્યા વધી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું તેઓ આ કૉલની સંખ્યા વધવા પાછળના કારણની કલ્પના નથી કરી શકતા.

અમરિકાના મિશિગન અને મૅરીલૅન્ડ રાજ્યોના ગવર્નરોએ આના માટે ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે.

આ અંગે તેમના નિવેદનની આકરી ટીકાને જોતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે આ વાત વ્યંગાત્મક રીતે કહી હતી.

સોમવારે કોવિડ-19 વિશે પત્રકારપરિષદમાં એક પત્રકારે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પછી મૅરિલૅન્ડની ઇમરજન્સી હૉટલાઇન પર ડિસઇન્ફૅક્ટૅન્ટ વિશે માહિતી મેળવવા કૉલની સંખ્યા વધી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તેના જવાબમાં કહ્યું હતું, “હું કલ્પના નથી કરી શકતો કે તેનું કારણ શું છે. હું એ કલ્પના નથી કરી શકતો કે આવું થઈ રહ્યું છે”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ આ કૉલ્સ વધવાની જવાબદારી લેશે તો તેમણે કહ્યું હતું, “ના, હું નહીં લઉં.”

ગત અઠવાડિયે એક પત્રકારપરિષદમાં તેમણે કોવિડ-19ને માત આપવા માટે ડિસઇન્ફૅક્ટૅન્ટ ઇન્જેક્ટ કરવા પર શોધ કરવા અંગે સલાહ આપી હતી અને તબીબી નિષ્ણાતોએ તેમની આકરી ટીકા કરી હતી.

line

અમેરિકાએ આફ્રિકામાં ઍર સ્ટ્રાઇકમાં નાગરિકોનાં મૃત્યુની વાત સ્વીકારી

આફ્રિકામાં અમેરિકાની સેના

ઇમેજ સ્રોત, COURTESY DVIDS

ઇમેજ કૅપ્શન, આફ્રિકામાં અમેરિકાની સેના

અમેરિકાની સેનાએ માન્યું છે કે ફેબ્રુઆરીમાં આફ્રિકાના દેશ સોમાલિયામાં એક ઍરસ્ટ્રાઇકમાં સામાન્ય નાગરિકોને પણ નુકસાન થયું હતું.

અમેરિકાની સેનાના આફ્રિકા કમાન્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ હુમલામાં બે સામાન્ય નાગરિકોના મૃત્યુ થયાં હતા અને ત્રણ લોકોને ઇજા પહોંચી હતી.

ઇસ્લામિક ચરમપંથી સંગઠન અલ શબાબના બે સભ્યો પણ આ હુમલામાં માર્યા ગયા હતા.

માનવાધિકાર સંસ્થા ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું હતું કે, ઍર સ્ટ્રાઇકમાં કેળાના એક ખેડૂત અને ટેલિકૉમ કંપનીના એક કર્મીનું મૃત્યુ થયું હતું.

અમેરિકાના સેનાધિકારી જનરલ સ્ટીફન ટાઉનસેન્ડે કહ્યું હતું, "અમને અફસોસ છે કે 23 ફેબ્રુઆરી 2019ના દિવસે ઍર સ્ટ્રાઇકમાં બે નાગરિકોનો ભોગ લેવાયો હતો અને ત્રણ અન્યોને ઇજા થઈ હતી.”

ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ પ્રમાણે સોમાલિયામાં આ હુમલામાં 20થી વધારે નાગરિકોનો ભોગ લેવાયો હતો, અમેરિકા આ વાતને નકારી કાઢી હતી.

એક રિપોર્ટ પ્રમાણે સોમાલિયા અને લીબિયામાં અમેરિકાની સેનાની આફ્રિકા કમાન્ડ જેને આફ્રિકૉમ પણ કહેવામાં આવે છે, તેણે ફેબ્રુઆરી અને માર્ચ 2020માં 91 ઍર સ્ટ્રાઇક કરી હતી.

અમેરિકાના સેનાધિકારીએ જણાવ્યું કે હવે આફ્રિકૉમ હુમલામાં સામાન્ય નાગરિકોને થયેલ જાનહાનિની જાણકારી આપશે.

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો