કોરોના વાઇરસ : ઑસ્ટ્રેલિયામાં વૅક્સિનનું પશુ પર સફળ પરીક્ષણ

ઇમેજ સ્રોત, CSIRO
ઑસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક બે સંભવિત કોરોના વાઇરસની રસી પર ટેસ્ટ કરી ચૂક્યા છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને અમેરિકન કંપની ઇનોવિઓ ફાર્માસ્યુટિકલ્સે બનાવેલા વૅક્સિનનું પશુઓ પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
જો આ વૅક્સિન મનુષ્યો ઉપર પરીક્ષણમાં સફળ થશે તો ઑસ્ટ્રેલિયાની સાયન્સ ઍજન્સી તેનું મૂલ્યાંકન કરશે.
ગત મહિને અમેરિકામાં પ્રથમ વખત મનુષ્યો ઉપર વૅક્સિનનું પરીક્ષણ કરવામાં આવ્યું પરંતુ ત્યારે પશુઓ ઉપર પરીક્ષણનો તબક્કો બાકાત રાખવામાં આવ્યો હતો.
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની વૅક્સિન પર ખૂબ કામ ચાલી રહ્યું છે પરંતુ ઑસ્ટ્રેલિયાના કૉમનવૅલ્થ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનનું કહેવું છે કે આ પરીક્ષણ પ્રથમ પૂર્ણ રીતે પશુઓ પર કરવામાં આવશે, પ્રી-ક્લીનિકલ ટ્રાયલ થશે.
સંશોધનકર્તાઓનું કહેવું છે કે આખી દુનિયામાં ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે જેને કારણે અમે આ તબક્કા સુધી ઝડપથી પહોંચી ગયા છીએ.
સીએસઆઈઆરઓના ડૉક્ટર રૉબ ગ્રેનફેલનું કહેવાનું છે, ''સામાન્ય રીતે આ સ્ટેજ પર પહોંચવામાં એક કે બે વર્ષ લાગે છે. પરંતુ અમને માત્ર બે મહિનાનો સમય લાગ્યો.''


- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો

કેવી રીતે કામ કરે છે?

ઇમેજ સ્રોત, ALAMY
છેલ્લા કેટલાક દિવસોમાં તેમની ટીમે આ વૅક્સિનનો પ્રયોગ જેનામાં કોરોના વાઇરસનું સંક્રમણ સાબિત થયું હતું તેવા નોળિયાની પ્રજાતિના ગંધબિલાવ પશુ પર કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાસ્તવમાં સાર્સ કોવિ-2 વાઇરસ કોરોના વાઇરસના સંક્રમણ માટે જવાબદાર હોય છે.
વિશ્વમાં કમ સે કમ 20 વૅક્સિન પર અત્યારે કામ ચાલી રહ્યું છે.
સીએસઆઈઆરઓની ટીમ બે વૅક્સિન પર કામ કરી રહી છે.
પ્રથમ વૅક્ટર વૅક્સીન ઑક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી વિકસિત કરવામાં આવી રહી છે. તેમાં કોરોના વાઇરસનાં પ્રોટીનને ઇમ્યુન સિસ્ટમમાં પ્રવેશ કરાવવા માટે ડિફૅક્ટિવ વાઇરસનો ઉપયોગ કરવામાં આવે છે અને આનાથી થનાર પ્રભાવોને ચકાસવામાં આવી રહ્યા છે.
વિક્ટોરિયામાં ઑસ્ટ્રેલિયન એનિમલ હેલ્થ લૅબોરેટરીના પ્રોફેસર ટ્રેવર ડ્રુએ કહ્યું કે, ઇમ્યુન સિસ્ટમમાં નાખવામાં આવતો વાઇરસ પોતાની પ્રતિકૃતિ તૈયાર નથી કરતો એટલે આ વૅક્સિનથી બીમાર પડવાની શક્યતા નથી રહેતી.
એ બીજી વૅક્સિન વિશે જણાવે છે કે જે અમેરિકન કમ્પની ઇનોવિઓ ફાર્માએ તૈયાર કરી છે.
એ અલગ રીતે કામ કરે છે. તેને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે ઇમ્યુન સિસ્ટમમાં કોરોના વાઇરસના કેટલા પ્રોટીનને ઍન્કોડ કરે છે અને પછી શરીરના કોષોને તે પ્રોટીન પેદા કરવા માટે પ્રેરિત કરે છે.
આ અનેક રીતે બહુ મહત્ત્વપૂર્ણ છે અને તેમાં સફળતાની સંભાવના વધારે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ક્યારે મળશે પરિણામ?

ઇમેજ સ્રોત, CSIRO
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જાનવરો પર પરીક્ષણના પરિણામ જૂનની શરૂઆતમાં આવી જશે.
જો પરિણામ સારું હશે તો વૅક્સિન ને ક્લીનિકલ પરીક્ષણ માટે મોકલવામાં આવશે અને એ પછી વૅક્સિન માર્કેટમાં આવી શકે. જોકે, નિષ્ણાતો ચેતવે છે કે કમ સે કમ 18 મહિનાનો સમય બીજી પ્રક્રિયાઓમાં લાગી શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












