Ind Vs Nz : ન્યૂઝીલૅન્ડ સામે પહેલી ટેસ્ટ મૅચમાં ભારતની 10 વિકેટે હાર, સાઉધી મૅન ઑધ ધ મૅચ

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

ન્યૂઝીલૅન્ડ સામે વેલિંગટનમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મૅચમાં ચોથા દિવસે ભારતનો 10 વિકેટે પરાજય થયો છે.

ત્રીજા દિવસને અંતે ભારતે 4 વિકેટ ગુમાવી 144 રન કર્યા છે અને ચોથા દિવસે ભારતની ટીમ 191 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

આમ, ન્યૂઝીલૅન્ડને બીજી ઇનિંગમાં ફક્ત 9 રન કરવાનો નજીવો ટાર્ગેટ મળ્યો હતો જે એણે વિના વિકેટે કરી પૂરો કરી લીધો હતો.

ચોથા દિવસે ન્યૂઝીલૅન્ડની ટીમ 39 રનની લીડ સાથે રમતમાં ઉતરી હતી અને ભારત પાસે 6 વિકેટ હતી. જોકે, રમત 50થી ઓછા રનમાં જ સમેટાઈ ગઈ.

ન્યૂઝીલૅન્ડે ભારતને 191માં ઑલઆઉઠ કર્યું અને બીજી ઇનિંગમાં 9 રન કરી મૅચ 10 વિકેટે જીતી લીધી.

9 વિકેટ ઝડપનાર સાઉધી મૅન ઑફ ધ મૅચ બન્યા.

News image

બીજી ઇનિંગની શરૂઆતમાં જ ભારતે ફક્ત 27 રન પર ઓપનર પૃથ્વી શોની વિકેટ ગુમાવી દીધી હતી.

પૃથ્વી શોએ 30 બૉલમાં 14 રન કર્યા હતા અને તેઓ બૉલ્ટની બૉલિંગમાં લાથમને હાથે કૅચઆઉટ થઈ ગયા હતા.

એ પછી ચેતેશ્વર પૂજારા અને મયંક અગ્રવાલે મક્કમ રમત દાખવી હતી.

જોકે, પૂજારા 81 બૉલમાં 11 રન કરી આઉટ થઈ જતા ભાગીદારી તૂટી હતી અને 78 રને ભારતની બીજી વિકેટ પડી હતી. પૂજારાને બૉલ્ડે બૉલ્ડ કર્યા હતા.

પૂજારા પછી તરત જ 96 રને મયંક અગ્રવાલ આઉટ થઈ ગયા હતા. મયંક અગ્રવાલ સાઉધીની બૉલિંગમાં કૅચઆઉટ થયા હતા.

ભારત દબાણમાં હતું અને કૅપ્ટન કોહલી પાસે મોટી ઇનિંગની અપેક્ષા રખાતી હતી. જોકે, તેઓ 43 બૉલમાં 19 રન કરી આઉટ થઈ ગયા હતા. વિરાટ કોહલીની વિકેટ પણ બૉલ્ટે ઝડપી હતી.

એ પછી અજિંક્ય રહાણે અને હનુમા વિહારીએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો.

ત્રીજા દિવસની રમતને અંતે અજિંક્ય રહાણે 67 બૉલમાં 25 રને અને હનુમા વિહારી 70 બૉલમાં 15 રને રમતમાં છે.

ત્રીજા દિવસની રમતમાં ન્યૂઝીલૅન્ડના ઑલરાઉન્ડર કાયલ જેમિસને આક્રમક 44 રન કર્યા. એમણે 45 બૉલમાં 44 રન બનાવ્યા જેમાં 4 સિક્સરનો સમાવેશ થાય છે.

ડૅબ્યૂ કરનાર જેમિસનની ઇનિંગ 9માં નંબરે રમવા આવનાર ન્યૂઝીલૅન્ડના કોઈપણ બેટ્સમૅન કરતા મોટી હતી.

આ અગાઉ બૉલિંગમાં પણ જેમિસને 39 રન આપીને ભારતની 4 વિકેટ ઝડપી હતી.

અજિંક્ય રહાણે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અજિંક્ય રહાણે

મૅચમાં બીજા દિવસની રમતમાં અણનમ રહેલા કોલિન ડિ ગ્રૅન્ડહોમે 43 રન કર્યા હતા. જેમિસને ગ્રૅન્ડહોમ સાથે 71 રનની ભાગીદારી કરી.

ટ્રેન્ટ બૉલ્ટે પણ 24 બૉલમાં 38 રન ફટકાર્યા.

ભારત તરફથી ઇશાંત શર્માએ 68 રન આપીને 5 વિકેટ ઝડપી અને અશ્વિનને 3 વિકેટ મળી.

ઉલ્લેખનીય છે કે ભારતની ટીમ પ્રથમ ઇનિંગમાં 165 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી સૌથી વધારે રન આધારભૂત મિડલ ઑર્ડર બેટ્સમૅન અજિંક્ય રહાણેએ કર્યા હતા. તેમણે 138 બૉલમાં 46 રન કર્યા.

ઇશાંત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇશાંત શર્મા

એમના સિવાય ભારત તરફથી ફક્ત 5 જ બૅટ્સમૅન ડબલ ડિજિટ સ્કોર સુધી પહોંચી શક્યા હતા.

જેમાં પૃથ્વી શોએ 16 રન, મયંક અગ્રવાલે 34 રન, ચેતેશ્વર પુજારાએ 11 રન, રિષભ પંતે 19 રન અને બૉલર મોહમ્મદ શમીએ 21 રન કર્યા હતા.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો