પુલવામા હુમલાનો મુખ્ય કાવતરાખોર માર્યો ગયો - ભારતીય સેના

લૅ.જનરલ કેજીએસ ઢિલ્લન

ઇમેજ સ્રોત, VIDEO GRAB

ભારત પ્રશાસિત કાશ્મીરમાં ત્રાલ વિસ્તારમાં પિંગલિના ગામમાં સુરક્ષાબળો અને ચરમપંથીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ ચરમપંથીઓ માર્યા ગયા છે. જેમાં પુલવામા હુમલાનો મુખ્ય કાવતરાખોર મુદસ્સિર અહમદ ખાન પણ સામેલ છે.

ભારતીય વાયુસેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફે પ્રેસ કૉન્ફરન્સ કરીને આ જાણકારી આપી હતી. સેનાએ જણાવ્યું કે સુરક્ષાબળોને પિંગલિના ગામમાં ચરમપંથીઓ હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ તેઓએ ત્યાં તપાસ અભિયાન શરૂ કર્યું હતું.

પ્રેસ કૉન્ફરન્સમાં ઉપસ્થિત લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લો, 15 કૉર્પ્સ કમાન્ડરે કહ્યું, મુદસ્સિર અહમદ ખાન પુલવામા હુમલાનો મુખ્ય કાવતરાખોર હતો. તે એક વર્ષથી સક્રિયા હતો અને કેટલાય બનાવોમાં તેની શોધખોળ ચાલતી હતી.

મુદસ્સિર અહમદ ખાન વિશે જણાવવામાં આવ્યું કે તે ઇલેક્ટ્રિશિયન હતો અને પુલવામામાં આત્મઘાતી હુમલો કરનાર આદિલ અહમદ ડારના સંપર્કમાં હતો. સાથે જ સેનાએ જણાવ્યું કે 21 દિવસમાં 18 આતંકીઓને ઠાર કર્યા છે.

line

શરદ પવાર : હું નહીં લડું લોકસભાની 2019ની ચૂંટણી

શરદ પવાર

ઇમેજ સ્રોત, Getty Images

નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.

સમાચાર સંસ્થા એનએઆઇએ ટ્ટીટ કરી આ અંગે માહિતી આપી છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સમાચાર સંસ્થાને શરદ પવારે કહ્યું કે, મારા પરિવારના બે લોકો ચૂંટણી લડી રહ્યાં છે અને હું 14 વખત ચૂંટણી લડી ચૂક્યો છું ત્યારે આ નિર્ણય લેવાનો યોગ્ય સમય છે.

પૂણેમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં શરદ પવારે કહ્યું કે પરિવારના ત્રણ લોકો ચૂંટણી લડે તે યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે શરદ પવારને રાજકારણમાં ડાર્ક હોર્સ તરીકે ગણવામાં આવે છે. તેઓ અમેક રાજકીય પક્ષો સાથે નજીકના સંબંધ ધરાવે છે.

line

કાળિયાર કેસમાં તબુ, સૈફ અલી ખાન અને સોનાલી બેન્દ્રેને નોટિસ

તબૂ

ઇમેજ સ્રોત, Getty Images

બૉલિવૂડના કલાકારો સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે અને તબુને રાજસ્થાન હાઈ કોર્ટ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. વર્ષ 1996માં ફિલ્મ 'હમ સાથ સાથ હે'ના રાજસ્થાનમાં શૂટીંગ દરમિયાન બે કાળિયારના શિકાર મુદ્દે રાજસ્થાન હાઈ કોર્ટ દ્વારા આ કલાકારોને નોટિસ મોકલાઈ છે.

તેમની સાથે એક સ્થાનિક દુષ્યંત સિંઘ અને ફિલ્મના કલાકાર નિલમ કોઠારીને પણ નોટિસ મોકલાઈ છે.

જોધપુર કોર્ટમાં વર્ષ 2018માં રાજસ્થાન સરકાર દ્વારા એક અપીલ દાખલ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઈને આ કલાકારોને નોટિસ મોકલવામાં આવી.

ઓક્ટોબર, 1996માં બૉલિવૂડના કલાકારો સલમાન ખાન, સૈફ અલી ખાન, નિમ કોઠારી, તબુ અને સોનાલી બેંદ્રે કંકણી વિસ્તારમાં શિકાર માટે ગયા હતાં.

ગયા વર્ષે એપ્રિલ મહીનામાં સલમાન ખાનને આ કેસમાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જેમને બાદમાં જામીન મળી ગયા હતા.

વન સંરક્ષણ કાયદા અંતર્ગત કી પણ વિશેષ પ્રજાતિના પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ છે, કાળિયાર પણ આ પ્રજાતિમાં આવતા હોવાથી આ કલાકારો પર આરોપ મુકવામાં આવ્યો હતો.

line

ઇસ્લામિક સ્ટેટના અંતિમ ઠેકાણા પર હુમલો, સંઘર્ષ ચાલુ

ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધની લડાઈની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ(IS) સમૂહના કબજાવાળા અંતિમ વિસ્તાર પર હુમલો કરનારા પશ્ચિમ સમર્થિત લડાકુઓએ બાગુઝ ગામમાં જેહાદી સમૂહ દ્વારા ખાલી કરાવાયેલા કૅમ્પમાં પ્રવેશ કરી લીધો છે.

વિશ્લેષકોનું કહેવું છે કે હજી પણ મોટી સંખ્યામાં કટ્ટર જેહાદીઓ આ વિસ્તારમાં હોઈ શકે છે અને એટલે જ આ અંતિમ લડાઈ અત્યંત ગંભીર બની શકે છે.

સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ સમૂહના અંતિમ ઠેકાણાને ઘેરો ઘાલીને બેઠેલા પશ્ચિમ સમર્થક લડાકુઓએ કહ્યું છે કે તેમણે નવું અભિયાન ચલાવતા આ હુમલો કર્યો છે.

સીરિયાના બાગુઝ ગામમમાં કુર્દ અને આરબ સેનાએ ઘેરો ઘાલ્યો છે.

આ પહેલાં તેમણે અંદર ફસાયેલા ઇસ્લામિ સ્ટેટના લડાકુઓના પરિવારજનોને બહાર નીકળવા માટેની તક આપવા પોતાનું અભિયાન રોકી દીધું હતું.

સીરિયન ડેમૉક્રેટિક ફૉર્સીઝનું કહેવું છે કે તેમણે ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ સતત સફળતા મળી રહી છે.

line

અમદાવાદમાં કૉંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક, રાહુલ-પ્રિયંકા રહેશે હાજર

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદમાં આવતીકાલે 12 માર્ચે કૉંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. જેમાં કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ ઉત્તર પ્રદેશનાં પ્રભારી સચિવ પ્રિયંકા ગાંધી હાજર રહેશે.

મીડિયા અહેવાલો અનુસાર અડાલજમાં કૉંગ્રેસ દ્વારા એક જાહેર સભાનું પણ આયોજન થશે.

કૉંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર યુપીએનાં ચૅરપર્સન સોનિયા ગાંધી પણ આ બેઠકમાં હાજર રહેશે.

નોંધનીય છે કે આ પહેલાં 28 ફેબ્રુઆરીએ અમદાવાદમાં વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કરાયું હતું. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને પગલે તેને 11મી માર્ચે યોજવાનું નક્કી કરાયું હતું.

line

જમ્મુ -કાશ્મીરમાં ચાર તબક્કામાં મતદાન, ત્રણ સ્પેશિયલ ઑબ્ઝર્વરની નિમણૂક

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આગામી લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં યોજાશે અને 23 મે 2019ના રોજ પરિણામની જાહેરાત થશે.

જમ્મુ-કાશ્મીરમાં 6 બેઠકો માટે 29 એપ્રિલ, 6 એપ્રિલ 12 એપ્રિલ અને 19મે એમ ચાર જુદાજુદા તબક્કામાં મતદાન યોજાશે.

આ દરમિયાન રાજ્યમાં શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય એ માટે ચૂંટણી પંચે ત્રણ પૂર્વ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની સ્પેશિયલ ઑબ્ઝર્વર તરીકે નિમણૂક કરી છે.

આયોગના જણાવ્યા અનુસાર 1972ની બૅચના આઈપીએસ અધિકારી અમરજીતસિંઘ ગિલ, 1977ની બૅચના આઈપીએસ અધિકારી નૂર મોહમ્મદ અને 1982ની બૅચના આઈપીએસ અધિકારી વિનોદ જુત્શીની જમ્મુ અને કાશ્મીરમાં સ્પેશિયલ ઑબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

line

યુવાનોમાં ગાંધીનાં પોસ્ટકાર્ડ વહેંચાયાં

ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

ચાલુ વર્ષ ગાંધીવિચાર માટે મહત્ત્વનું મનાઈ રહ્યું છે. ગાંધીની 150મી જયંતી આ વર્ષે ઉજવાઈ રહી છે તો સાથે જ ગાંધીએ કરેલા મીઠાના સત્યાગ્રહનાં 90 વર્ષ પણ આ જ વર્ષે પૂરાં થઈ રહ્યાં છે.

ત્યારે યુવાનોમાં ગાંધીવિચારનો વ્યાપ વધે એ હેતુથી અમદાવાદ ખાતે ગાંધીવિચાર સાથેનાં પોસ્ટકાર્ડ્સનું વિતરણ કરાયું છે.

આ પોસ્ટકાર્ડમાં ગાંધીવિચાર ઉપરાંત ગાંધી સંલગ્ન તસવીરો, 10 જાણીતી હસ્તીઓ ગાંધીથી કઈ રીતે પ્રભાવિત થઈ એના કિસ્સાઓ આવરી લેવાયા છે.

રાજ્યમાં વહેંચવા માટે આવાં લગભગ 10 હજાર પોસ્ટકાર્ડ્સ તૈયાર કરાયાં હોવાનું જાણવા મળ્યું છે.

'અનહદ ફાઉન્ડેશન' નામના એનજીઓ દ્વારા આ પોસ્ટકાર્ડ્સ તૈયાર કરાયાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો