You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#Balakot પાકિસ્તાન સેના : રાહ જુઓ, જવાબ આપીશું, સમય-સ્થળ પસંદ કરી લીધા છે
મંગળવારે ભારતીય વિદેશ મંત્રાલયના નિવેદન બાદ પાકિસ્તાનમાં નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની બેઠક ઇસ્લામાબાદ ખાતે મળી હતી. બેઠક બાદ પાકિસ્તાને કહ્યું હતું કે 'અમારી પસંદના સમય અને સ્થળે અમે હુમલો કરીશું.'
પાકિસ્તાનનું કહેવું છે કે જે સ્થળે હુમલો થયો હોવાનો દાવો કરવામાં આવે છે, તે સ્થળે 'ખાસ કંઈ' નુકસાન નથી થયું, જેની ખાતરી કરાવવા માટે આંતરરાષ્ટ્રીય મીડિયાને એ સ્થળ પર લઈ જવામાં આવશે.
આ પહેલાં ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે 'બાલાકોટ ખાતે જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા કૅમ્પ ખાતે હવાઈ હુમલો' કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં 'ભારે ખુવારી' થઈ હોવાનો ભારતનો દાવો છે.
'સમય અને સ્થળ પસંદ કરી લીધાં છે'
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે મંગળવારે સાંજે પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું હતું :
"અમે ભારતની આ કાર્યવાહીનો ચોક્કસથી જવાબ આપીશું, રાહ જુઓ. સ્થળ અને સમય અમે પસંદ કરી લીધા છે."
"ભારત દાવો કરે છે કે તેમના વિમાન 20 મિનિટ સુધી પાકિસ્તાની સરહદમાં રહ્યા હતા, હું તેમને પડકાર ફેંકુ છું કે તેઓ રહી તો દેખાડે."
"અમે જ્યારે જવાબ આપીશું એટલે તમે જોશો, ભારત જોશે અને વૈશ્વિક સમુદાય પણ જોશે, તેમની જેમ જૂઠાણું નહીં હોય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જો 350ના મૃત્યુ થયા હોય તો કાટમાળ, લોહી, ઘાયલ કંઈક તો હોય."
તેમણે દેશ-વિદેશના પત્રકારોને કથિત હુમલાના સ્થળને જોવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
મેજર જનરલ ગફૂરે ઉમેર્યું હતું કે ભારતીય વિમાનો ચાર મિનિટથી ઓછા સમય માટે પાકિસ્તાની સીમામાં રહ્યા એટલે તેમને તોડી પાડવા શક્ય ન હતા.
તેમણે સૈન્ય રાજકીય તથા કૂટનીતિક રીતે જવાબ આપવાની વાત કહી હતી.
બેઠક બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દેશના સશસ્ત્ર બળો તથા નાગરિકોને ગમે તે સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવા આહ્વાન કર્યું છે.
પાકિસ્તાની વાયુદળે તત્કાળ કરેલી કાર્યવાહીને કારણે જાનમાલનું નુકસાન નહોતું થયું, જેની ઇમરાન ખાને પ્રશંસા કરી હતી.
પાકિસ્તાનના સંયુક્ત સંસદીય સત્રની બેઠક બોલાવી છે. ઉપરાંત બુધવારે નેશનલ કમાન્ડ ઑથોરિટીની બેઠક બોલાવવામાં આવી છે.
આજની બેઠકમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશી, સંરક્ષણ પ્રધાન પરવેઝ ખટાક, નાણા પ્રધાન, ચીફ ઑફ આર્મી સ્ટાફ કમાર જાવેદ બાજવા, પાક નૌકાદળ તથ વાયુદળના વડા હાજર રહ્યા હતા.
તા. 14મી ફેબ્રુઆરીના દિવસે ભારતના અર્ધ-લશ્કરી દળ સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના કાફલા ઉપર જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી ઉગ્રપંથી આદિલ ડારે હુમલો કર્યો હતો, જેમાં 40 જવાનોનાં મૃત્યુ થયાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો