ગુજરાતી મહિલાઓ, જેમણે 70ના દાયકામાં બ્રિટનને હચમચાવી નાખ્યું

અંગ્રેજો સામે ક્રાંતિ શરૂ કરવાની વાત આવે એટલે મહાત્મા ગાંધીનું નામ યાદ આવે. જોકે, ગુજરાતી મહિલા એ પણ અંગ્રેજો સામે લંડનમાં ચળવળ હાથ ધરી હતી.

જયાબહેન દેસાઈએ બ્રિટનમાં મજૂરોની લડાઈની આગેવાની લીધી હતી. આજે તેઓ હયાત ન હોવા છતાંય તેમની લડત અનેકને પ્રેરણા આપી રહી છે.

અનેક ગુજરાતી મહિલાઓ આ અભિયાનમાં જયાબહેન સાથે જોડાઈ હતી.

બીબીસી સંવાદદાતા શૈલી ભટ્ટનો બ્રિટનના લંડનથી રિપોર્ટ.

આ વીડિયો તા. ત્રીજી ડિસેમ્બરે પ્રસારિત બીબીસી ગુજરાતી ન્યૂઝ બુલેટિનના ભાગરૂપ છે. સમગ્ર વીડિયો નીચે જુઓ.