નવી વસ્તુ ભાષા કે બાબતને યાદ રાખવાની 20 કલાકની ફૉર્મ્યુલા

ઇમેજ સ્રોત, Getty Images
કોઈ નવી ભાષા અથવા નવો વિષય હોય આપણું મગજ કંઈ પણ યાદ કરી શકે છે, ચાહે તે ગમે તેટલા મુશ્કેલ કેમ ન હોય, તેનાથી કોઈ ફેર નથી પડતો. ખાસ કરીને જ્યારે આપણે કોઈ નવા વિષયને પ્રથમ વખત વાંચી રહ્યા હોઈએ.
સંશોધન અનુસાર, જો આપણે કોઈ વિષયને પહેલી વખત વાંચી રહ્યા હોય તો પ્રથમ વખત વાંચ્યા બાદ આગામી 20 કલાક દરમિયાન તેને યાદ કરી શકવાની શક્યતા સૌથી વધુ હોય છે.
એ સમયે કોઈ નવી જાણકારી પ્રત્યે મગજની સ્પીડ ઘણી ઝડપી હોય છે કેમ કે નવી જાણકારી માટેની ઉત્કંઠાનું સ્તર અને તેના માટે મગજની પ્રતિક્રિયાની ક્ષમતા ઘણી વધુ હોય છે.
19મી સદીના જર્મન સાઇકિયાટ્રિસ્ટ હરમન એબ્બિનગસ આ અભ્યાસ કરનારા પ્રથમ સંશોધક હતા.
તેમણે અભ્યાસ કર્યો કે મગજ કોઈ નવી જાણકારી કઈ રીતે ભેગી કરે છે.
વિશ્વના ટોચના ધનવાનો વૉરન બફેટ કે માર્ક ઝકરબર્ગ સહિતના લોકો આવી જ પદ્ધતિનો ઉપયોગ કરે છે.

શું છે લર્નિંગ કર્વ?

ઇમેજ સ્રોત, Getty Images
સાઇકિયાટ્રિસ્ટ હરમને 'લર્નિંગ કર્વ'નો આઇડિયા આપ્યો. તેનો અર્થ છે કે નવી સ્કિલ અને તેને શીખવા માટે લાગતા સમય વચ્ચે શું સંબંધ છે.
તેને ગ્રાફમાં દર્શાવવા માટે જાણકારીને Y અને સમયને X અક્ષ પર રાખવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અભ્યાસમાં તેમને જાણવા મળ્યું કે પહેલા કેટલાક કલાકોમાં મગજ કંઈક વાંચવામાં જેટલો વધારે સમય આપે છે એટલી જ વધુ જાણકારી ભેગી કરે છે. આ પ્રકરના ગ્રાફનો કર્વ ઉપર ચઢતો હોય છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આજે હરમનનો ગ્રાફ એક નવી સ્કિલ શીખવા કેટલો સમય લાગે તે જાણવાની પ્રચલિત રીત બની ગયો છે.
ઉત્પાદકતા માપવા માટે કોર્પોરેટ વિશ્વમાં તેનો બહોળો ઉપયોગ થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે કોઈ વ્યક્તિ નવી વસ્તુ યાદ કરવાનું શરૂ કરે, ત્યારે પ્રારંભિક વીસ કલાક ઘણા અગત્યના હોય છે અને તે ઉત્પાદક પણ હોય છે.
જ્યારે આપણી અંદર કોઈ નવી જાણકારી માટે ઉત્તેજના પેદા થાય તો આપણું મગજ તે અનુસાર પ્રતિક્રિયા કરે છે. આથી વધુ અને વધુ માહિતી ગ્રહણ કરે છે.
સમયની સાથે જ્યારે વારંવાર નવી ઉત્તેજના પેદા થાય છે, ત્યારે દિમાગની પ્રતિક્રિયા કરવાની શક્તિ ઓછી થઈ જાય છે અને ઝડપથી યાદ કરવાની પ્રક્રિયા અટકી જાય છે.
આ તબક્કાને 'હેબિચ્યુએશન' (આદત પડવી) કહે છે. આ એવો સમય હોય છે જ્યારે આપણે આપણી કુશળતાને ધીમે ધીમે વધારીએ છીએ.
આથી આપણે જ્યારે કંઈ નવું યાદ કરવાનો પ્રયાસ કરીએ છીએ તો તેનો ખાસ્સો ભાગ જલ્દી અને ઝડપથી યાદ રહી જાય છે. પછી ભલે તે ગમે તેટલું મુશ્કેલ કેમ ન હોય.

યાદ કરવાની રીત શોધવાનો પ્રયાસ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના લેખક જોશ કફમને શીખવ્યું કે કઈ રીતે ઉત્પાદકતાને સુધારી શકાય છે.
જોશ પ્રારંભિક દિવસોમાં ઝડપથી યાદ રાખવાની મગજની તાકત પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરે છે.
આ જ વિશ્વાસ તેમના પુસ્તક 'ધ ફર્સ્ટ અવર્સ : માસ્યરિક ધ ટફેસ્ટ પાર્ટ ઑફ લર્નિંગ એનીથિંગ'નો આધાર છે.
લેખક જોશના કહેવા અનુસાર, એક વિષયને યાદ કરી શકવાની બાબતને અલગ-અલગ હિસ્સામાં વહેંચી દેવી જોઈએ. તેમાંથી ધ્યાન ભટકાવતી બાબતો હટાવીને રોજ 45 મિનિટ તેના પર ફોકસ કરવું જોઈએ.
તેમના કહેવા અનુસાર, વિષયના નિષ્ણાત તો ન બની શકાય, પણ સમયની સાથે સાથે તમે 20 કલાકમાં નક્કર કામ કરી શકશો.

ઇમેજ સ્રોત, Getty Images
તમે જ્યારે કોઈ નવી વસ્તુ શીખવાની કોશિશ કરો તો તેમાં નિપુણતા હાંસલ કરી શકો છો.
નવી જાણકારી યાદ કરવાની બીજી રીત માટે 'પાંચ કલાકનો નિયમ છે'. દરરોજનો એક કલાક કંઈક નવું યાદ કરવા માટે ફાળવવો. પાંચ દિવસ સુધી આવું જ કરવું.
અમેરિકાના જનક બેન્જામિન ફ્રૅન્કલિન આયોજનપૂર્વક આ રીતે યાદ રાખવાના હિમાયતી હતા.
આ રીત મુજબ, નવી જાણકારી વિશે વિચારવા અને તેને યાદ કરવા માટે દરરોજ સમય ફાળવવાની આદત સામેલ છે.
જ્યારે તમને લાગે છે કે તમે આ વિષય વિશે ઘણું જાણી લીધું છે તો નવા વિષય તરફ આગળ વધી જાવ અને જીવનપર્યંત આવું કરો.

નિયમિતતા અને પ્રેરણા
નિષ્ણાતોના કહેવા અનુસાર, જો તમે પાંચ કલાકના નિયમને અનુસરો તો તમે દર ચાર અઠવાડિયે એક નવી સ્કિલ શીખી શકો છો.
તે નિયમિતતા અને પ્રેરણા પર પણ આધારિત છે.
યાદ કરવા માટે આ રીતમાં માનવાવાળા વિશ્વભરમાં ઘણાં લોકો છે. ઓપ્રા વિનફ્રે, ઇલોન મસ્ક, વૉરન બફેટ અથવા માર્ક ઝકરબર્ગે પણ આ રીત તેમને પસંદ હોવાનું જાહેરમાં કહ્યું હતું.
જો તમે સતત જાણકારી મેળવવાના રસ્તે ચાલવા માગો છો તો તે માટે બે વાત મહત્ત્વની છે.
એક હંમેશાં યાદ કરતા રહેવાની ઇચ્છા અને એવું કરવા માટે જરૂરી શિસ્ત.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












