એન્ટાર્કટિકાનો આવો નજારો તમે ક્યારેય નહીં જોયો હોય!

એન્ટાર્કટિકા.

ઇમેજ સ્રોત, Reuters

વાતાવરણમાં થતાં પરિવર્તનોને કારણે એન્ટાર્કટિકાની સુંદર દુનિયા કેવી દેખાય છે?

અહીં રહેતાં પ્રાણીઓની પરિસ્થિતિ જાણવા માટે વર્ષ 2018ની શરૂઆતમાં રૉયટર્સના ફોટોજર્નલિસ્ટ એલેક્ઝાન્ડર મેનેઘીનીએ આ વિસ્મયભરી દુનિયાની મુલાકાત લીધી હતી.

એન્ટાર્કટિકા.

ઇમેજ સ્રોત, Reuters

ગ્રીનપીસ દ્વારા આયોજીત આ સફરનો ઉદ્દેશ યુરોપિયન યુનિયનની દરખાસ્ત હેઠળ એક સંરક્ષિત વિસ્તાર બનાવવાનો હતો. જ્યાં દરિયાઈ પ્રાણીઓ અને વનસ્પતિ સલામત રીતે રહી શકે.

એન્ટાર્કટિકા.

ઇમેજ સ્રોત, Reuters

ચાર દિવસ સુધી પ્રવાસ કર્યા બાદ, મેનેઘીની આ મહાદ્વીપ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વહેલ, પેન્ગ્વિન અને વિશાળ હિમનદીઓ જોઈ હતી.

એન્ટાર્કટિકા.

ઇમેજ સ્રોત, Reuters

'વેડેલ સી મરીન પ્રોજેક્ટ એરિયા' હેઠળ 1.1 મિલિયન ચોરસ માઈલ મોટો વિસ્તાર હશે. જેમાં વહેલ, સીલ, પેન્ગ્વિન અને વિવિધ માછલીઓ સહિત અનેક દરીયાઈ જીવોને સંરક્ષણ મળી રહેશે.

વહેલ.

ઇમેજ સ્રોત, Reuters

જો આ યોજના સફળ થઈ તો તે વિશ્વનો સૌથી મોટો સંરક્ષિત વિસ્તાર હશે.

ચિલીમાં આવેલા પુંટા અરીના શહેરથી મુસાફરીની શરૂઆત કર્યા બાદ અભ્યાસ કરનારી ટીમે આબોહવામાં થઈ રહેલું પરિવર્તન, પ્રદૂષણ અને માછલી ઉદ્યોગની અસરોનો અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું છે.

એન્ટાર્કટિકા.

ઇમેજ સ્રોત, Reuters

આ યોજનાની આગેવાની લેનારા ટૉમ ફોરમેને કહ્યું, "એન્ટાર્કટિકા હજુ પણ સંધિ હેઠળ નુકસાનથી સુરક્ષિત છે, પરંતુ આસપાસના વિસ્તારોમાં નુકસાન થવાની શક્યતા છે. આવી પરિસ્થિતિમાં આવા વિસ્તારોને સુરક્ષિત કરવાની જે તક છે, તેમાં ચૂક ન થવી જોઈએ."

એન્ટાર્કટિકા.

ઇમેજ સ્રોત, Reuters

પેન્ગ્વિન સિવાય, ટીમને હેલિકૉપ્ટરથી સીલ જોવાની તક પણ મળી હતી.

સીલ.

ઇમેજ સ્રોત, Reuters

અભ્યાસ કરનારી ટીમે કર્વવિલે દ્વીપ, હાલ્ફ મૂન ખાડી, દેંકો દ્વીપ, નેકો બંદર અને હીરો ખાડીની મુલાકાત લીધી હતી.

એન્ટાર્કટિકા.

ઇમેજ સ્રોત, Reuters

ટીમે એન્ટાર્કટિકાના ડિસેપ્શન દ્વીપની મુલાકાત પણ લીધી હતી. જ્યાં એક સક્રિય જ્વાળામુખી પણ છે. દ્વીપમાં એક જૂની ફૅક્ટરી અને કબ્રસ્તાન હતું.

વહેલીન્ગ ફૅક્ટરી.

ઇમેજ સ્રોત, Reuters

કબ્રસ્તાન.

ઇમેજ સ્રોત, Reuters

પેન્ગ્વિન

ઇમેજ સ્રોત, Reuters

મેનેઘીનીનું કહેવું હતું, "લોકોની માન્યતાથી વિપરીત પેન્ગ્વિનની અનેક પ્રજાતિઓ, સીબર્ડ, સીલ- વહેલ ઘણી વાર એન્ટાર્કટિકામાં જોવા મળે છે."

પેન્ગ્વિન.

ઇમેજ સ્રોત, Reuters

પેન્ગ્વિન.

ઇમેજ સ્રોત, Reuters

પગની છાપ.

ઇમેજ સ્રોત, Reuters

તેઓ કહે છે, "પેન્ગ્વિન સાથેની મારી મુલાકાત ખૂબ જ સુંદર અને ક્યારેય ન ભૂલાય તેવો અનુભવ હતો. મને લાગે છે કે મારા કૂતરા સિવાય, તે દુનિયાના સૌથી સુંદર પ્રાણીઓ છે."

એન્ટાર્કટિકા.

ઇમેજ સ્રોત, Reuters

એન્ટાર્કટિકા.

ઇમેજ સ્રોત, Reuters

મેનેઘીની કહે છે કે તેમના દ્વારા લીધેલી તસવીરો નરી આંખે જોવા મળતા નજારા જેવી તો નહીં જ લાગે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો