સિરિયાના મિલિટરી એરપોર્ટ પર મિસાઇલ હુમલો

સિરિયાના મિલિટરી એરપોર્ટ પર મિસાઈલ હુમલા થયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર મિલિટરી એરપોર્ટ પર મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર આ હુમલામાં અનેક લોકો માર્યાં ગયાં છે અને અનેક લોકો ઘાયલ થયાં છે. આ હુમલો વિદ્રોહીના કબ્જાવાળા વિસ્તારમાં કરવામાં આવ્યો છે.

સ્વતંત્ર રીતે હજી આ હુમલાની પુષ્ટિ થઈ શકી નથી. આ હુમલા પાછળ કોણ જવાબદાર છે તે હજી જાણી શકાયું નથી.

સિરિયન એર ડિફેન્સ પણ આ હુમલાનો જવાબ આપી રહ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

સિરિયન ટીવીના જણાવ્યા સોમવારે સવારે સિરિયાના હોમ્સ શહેરમાં આવેલા એરપોર્ટના T4 એરબેઝ પર મોટા ધડાકોનો અવાજ સંભળાયો હતો.

સિરિયન સ્ટેટ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે તાયફુર એરપોર્ટ પર અનેક મિસાઇલ છોડવામાં આવી છે.

આ મામલે હજી માહિતી આવી રહી છે. તમામ માહિતી સ્થાનિક મીડિયા દ્વારા પ્રસારિત થતા અહેવાલના આધારે આપવામાં આવી છે.

ટ્રમ્પે રશિયા-ઈરાનને આપી હતી ચેતવણી

આ પહેલાં વિદ્રોહીના કબ્જાવાળા ડોમા શહેરમાં રાસાયણિક હુમલાના સમાચાર આવ્યા હતા.

રવિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ અસદને જાનવર કહ્યા હતા.

ટ્રમ્પે સિરિયાને લઈને અસદ, રશિયા અને ઈરાનને ભારે કિંમત ચૂકવવાની ચેતવણી આપી હતી.

સમાચાર એજન્સી રોઇટર્સના કહેવા પ્રમાણે અમેરિકાના એક સીનિયર અધિકારીએ કહ્યું છે કે એમાં કોઈ સત્ય નથી કે સિરિયાના સૈન્ય સ્થાનો પર અમેરિકાએ હુમલો કર્યો છે.

આ મામલે હજી માહિતી આવી રહી છે. તમામ માહિતી સ્થાનિક મીડિયા દ્વારા પ્રસારિત થતા અહેવાલના આધારે આપવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો