You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Agnipath : અગ્નિપથ યોજનાના વિરોધમાં લોકોએ ટ્રેનને આગ ચાંપી, ઠેર-ઠેર તોડફોડ
કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મંગળવારે 'અગ્નિપથ યોજના'ની જાહેરાત કરી. આ અંતર્ગત ભારતીય સૈન્યમાં ચાર વર્ષો માટે યુવાનોની ભરતી કરાશે. નોકરી બાદ તેમને 'સેવાનિધિ પૅકેજ' આપવામાં આવશે.
આ અતંર્ગત 17.5 વર્ષને લઈને 21 વર્ષની ઉંમર ધરાવતા યુવાનોને ચાર વર્ષ સુધી સૈન્યમાં કામ કરવાની તક મળશે.
જોકે, દેશના અલગઅલગ વિસ્તારોમાં આ યોજનાને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે અને વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે.
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, આસામ જેવાં રાજ્યોમાં આ યોજના વિરુદ્ધ પ્રદર્શનો યોજાયાં છે. આ યોજનાનો સૌથી વધુ વિરોધ બિહારમાં થઈ રહ્યો છે.
બિહારના છપરામાંથી એવા કેટલાય વીડિયો સામે આવ્યા છે જેમાં ગુસ્સે ભરાયેલા યુવાનો ટાયર સળગાવી રહ્યા છે. આ ઉપરાંત જહાનાબાદમાં રેલ અને ધોરીમાર્ગ રોકવાનો પ્રયાસ કરાયો છે.
અહીં પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ રેલ અને ધોરીમાર્ગ પર અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો.
રાજસ્થાનમાં પાટનગર જયપુરમાં યુવાનોએ કેન્દ્ર સરકારની આ યોજનાનો વિરોધ કરતાં રસ્તાઓ અને ધોરીમાર્ગો જામ કરી દીધા છે.
બીબીસીના સહયોગી મનોહરસિંહ મીણાએ જણાવ્યું છે કે માર્ગો જામ કરી દેનારા યુવાનો લાંબા સમયથી સૈન્યમાં ભરતી નહીં કરવાની બાબતે નિરાશ હતા અને તેમાં હવે આ યોજનાની ટૂંકી મર્યાદાએ તેમનો અસંતોષ વધારી દીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ યુવાનોએ મોદી સરકાર સમક્ષ આ યોજના પરત લેવા માગ કરી છે. તેમનું કહેવું છે કે આ યોજનાથી દેશસેવાની ભાવના ધરાવતા યુવાનોનું ભવિષ્ય અંધકારમય થઈ જશે.
તો આસામમાં પણ યુવાનોમાં 'અગ્નિપથ યોજના'ને લઈને આવો જ વિરોધ થઈ રહ્યો છે. બીબીસીના સહયોગી દિલીપ શર્મા સમક્ષ કેટલાય સ્થાનિક યુવતોએ હતાશા વ્યક્ત કરી છે.
સાઈ પલ્લવીએ કાશ્મીરી પંડિતો અને ગૌરક્ષા સંબંધિત હિંસાની કેમ સરખામણી કરી?
ટોલીવુડ અભિનેત્રી સાઈ પલ્લવીને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ફિલ્મ કશ્મીર ફાઇલ્સને ટાંકીને કંઈક એવું કહ્યું કે એનો વિવાદ થઈ ગયો છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, એક નક્સલવાદીની પ્રેમ કહાણી પર બનેલી ફિલ્મ 'વિરાટ પર્વમ્'ના પ્રમોશન માટે સાઈ પલ્લવી એક મીડિયા ઇન્ટરવ્યૂ આપી રહ્યાં હતાં.
આ ઇન્ટર્વ્યૂ દરમિયાન સાઈ પલ્લવીએ તાજેતરમાં આવેલી ફિલ્મ 'કશ્મીર ફાઇલ્સ' લઈને કહ્યું હતું, "કાશ્મીરમાં હિંદુ પંડિતોની હત્યા કરવામાં આવી હતી. જ્યારે તાજેતરમાં ગાયો લઈને જઈ રહેલા એક મુસ્લિમ ડ્રાઇવરને રોકીને તેને ખરાબ રીતે મારવામાં આવ્યો અને બળજબરીપૂર્વક જય શ્રીરામના નારા પોકારવામાં આવ્યા. તો પછી બંને લોકોમાં ફરક શું રહ્યો?"
આ ઇન્ટરવ્યૂમાં તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શું તેઓ પોતાના અંગત જીવનમાં ડાબેરી વિચારધારાથી પ્રેરિત છે કે કેમ?
તેના જવાબમાં સાઈ પલ્લવી ચોખવટ કરી હતી કે તેઓ ડાબેરી કે જમણેરી, કોઈ વિચારધારાથી પ્રેરિત નથી અને તેમને પક્ષ લેવાનું પસંદ નથી.
તેમણે આગળ કહ્યું, "હું એવા પરિવારમાંથી આવુ છું, જ્યાં અમને સારા માણસ બનવાનું શિખવાડવામાં આવે છે. અમને શિખવાડવામાં આવ્યું છે કે પીડિતોને તેમની નાતજાતના ભેદભાવ વિના રક્ષણ આપવું જોઈએ."
જુલાઈ મહિનાના અંતમાં 5G સ્પૅક્ટ્રમની હરાજી
કેન્દ્ર સરકારે 5G સ્પૅક્ટ્રમની હરાજીને મંજૂરી આપી દીધી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલી કૅબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
72 ગીગાહર્ટ્ઝની 20 વર્ષ માટે હરાજી કરવામાં આવશે, જે જુલાઈ મહિનાના અંતમાં યોજાશે.
સરકારનું કહેવું છે કે 5Gની ગતિ 4G કરતાં 10 ગણી વધારે હશે અને જલદી જ આ સેવા શરૂ કરવામાં આવશે.
સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડિજિટલ કનૅક્ટિવિટી સરકારના ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને અન્ય કાર્યક્રમોના માધ્યમવાળી તેમની નીતિનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.
નિવેદનમાં કહેવાયું છે કે ભારતમાં ખાસ કરીને મોબાઇલ બ્રૉડબેન્ડ લોકોના દૈનિક જીવનનો અભિન્ન અંગ બની ગયું છે.
પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 233 રૂપિયે પહોંચી
પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તાહ ઇસ્માઇલે બુધવારે કહ્યું કે સરકાર એ સ્થિતિમાં નથી કે તેઓ પેટ્રોલ અને બીજી પેટ્રોલિયમ પેદાશો પર સબસિડી આપી શકે.
દેશમાં આ વખતે પેટ્રોલની કિંમતમાં 24.03 રૂપિયા વધારવામાં આવ્યા છે. આ સાથે પાકિસ્તાનમાં પેટ્રોલની નવી કિંમત રૅકર્ડ સ્તર પર પહોંચી છે. પેટ્રોલની નવી કિંમત 233.89 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
પેટ્રોલ સિવાય ડીઝલની કિંમતમાં 59.16 રૂપિયા વધી છે. ડીઝલની કિંમત 233.89 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે.
આ નવી કિંમત 16 જૂનથી લાગૂ થશે.
ઑઇલની વધતી જતી કિંમતોને લઈને પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીએ ટ્વીટ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે વધતી જતી આ કિંમત મધ્યમ વર્ગની કમર તોડી નાખે તેમ છે. લોકોએ આ અયોગ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લેવો જોઈએ.
પ્રેટોલની આ કિંમતોનો દેશમાં મોટા પાયે વિરોધ કરાઈ રહ્યો છે
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો