હાર્દિક પટેલે રેલવે પર અદાણીની જાહેરાત બતાવી તેનું સત્ય શું છે?

રેલવે

ઇમેજ સ્રોત, HARDIK PATEL@TWITTER

હાલ રાજધાની દિલ્હીની સરહદે દેશના વિવિધ ભાગમાંથી આવેલા ખેડૂતો કેન્દ્ર સરકારે લાવેલા કૃષિ કાયદા સામે આંદોલન કરી રહ્યા છે. છેલ્લા એકંદરે 15 દિવસથી તેમનું આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનની સોશિયલ મીડિયામાં પણ તીવ્ર ચર્ચાઓ છે.

આખા ય મુદ્દામાં ખાનગી કંપનીઓને કરારબદ્ધ ખેતી (કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ) કરવાની મંજૂરીના કારણે પણ વિવાદ થયો છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે નવા કાયદાની આવી જોગવાઈથી કંપનીઓ દ્વારા ખેડૂતોનું શોષણ શરૂ થશે.

દરમિયાન આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. અને વિવાદ ચાલી રહ્યો છે એવામાં ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે એક ટ્વીટ કર્યું છે. જેને લઈ સોશિયલ મીડિયામાં ફરી ચર્ચા છેડાઈ છે.

હાર્દિક પટેલે ભારતીય રેલવેના એક ઍન્જિનનો વીડિયો શૅર કર્યો છે. ઍન્જિન પર અદાણી કંપનીની પ્રૉડક્ટની જાહેરાતો પૅઇન્ટ કરવામાં આવી છે.

વીડિયો સાથે હાર્દિક પટેલે ટ્વીટમાં લખ્યું, "ભારતીય રેલવે પર અદાણીના તાજા લોટની જાહેરાત જોવા લાયક છે. હવે તો દાવા સાથે કહી શકીએ છીએ કે ખેડૂતોની લડાઈ સત્યના માર્ગ પર છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

વળી કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ વીડિયો ટ્વીટ રિટ્વીટ કર્યું છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

જોકે તેમના ટ્વીટ પરથી જણાય છે કે હાર્દિક પટેલનો ઇશારો ખેડૂત આંદોલન સંબંધિત વિવાદ મામલે છે. પરંતુ આ મામલે એક વધુ વળાંક ત્યારે આવ્યો જ્યારે સરકારી માહિતી પ્રસારણ વિભાગ (પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો)એ આ ટ્વીટનું ફૅક્ટ ચેક કર્યું.

જેમાં પીઆઈબીએ ટ્વીટ કર્યું અને લખ્યું,"ફેસબુક પર એક વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે ભારતીય રેલ પર એક ખાનગી કંપનીની મહોર લગાવી દીધી છે."

"પીઆઈબી ફૅક્ટચેક - આ દાવો ભ્રામક છે. આ માત્ર એક કૉમર્શિયલ જાહેરાત છે અને તેનો હેતુ માત્ર 'નોન-ફ્રેઇટ આવક'ને વધારવાનો છે."

વળી એવી ટ્વીટર યુઝર્સ દ્વારા કૉમેન્ટ્સમાં એવી પણ ચર્ચાઓ થઈ કે હાર્દિક પટેલે રેલવે મામલે નહીં પણ ખેડૂતો સંબંધિત આંદોલનમાં ખેડૂતોને જે ચિંતા છે જેમાં સૂર પૂરાવવા માટે એક તર્ક આપીને ટ્વીટ કર્યું છે.

જ્યારે બીજી તરફ હાર્દિક પટેલે રેલવેએ ખાનગી કંપનીના હાથોમાં આપી દીધી છે એવો દાવો કર્યો હોવાનું માનીને એ દૃષ્ટિકોણથી ફૅક્ટચેક કર્યું છે.

આમ તેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

ટ્રેન

ઇમેજ સ્રોત, Getty Images

વળી જો સરકારી કંપનીઓની વાત કરીએ તો જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે સરકારે વર્ષ 2019-2020 માટે રોકાણનું લક્ષ્ય 1.05 લાખ કરોડ રૂપિયા રાખ્યું હતું.

કૅબિનેટે 24 સરકારી કંપનીઓમાં રોકાણ અને ખાનગીકરણને મંજૂરી આપી દીધી છે. તેની પ્રક્રિયા પણ ચાલુ છે.

જોકે વારંવાર રેલવેના ખાનગીકરણની ચર્ચાઓ ઉઠતી રહે છે. જેમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે એક વખત નિવેદન આપી કહ્યું હતું કે રેલવેનું ખાનગીકરણ કરવાની સરકારની કોઈ યોજના નથી.

જોકે તેમણે એ સમયે રોકાણ કરવા ઇચ્છુક ખાનગી કંપનીઓને ભવિષ્યમાં આવકારવામાં આવે એવી શક્યતા હોવાની પણ વાત કહી. તેમણે કહ્યું હતું કે જો ખાનગી કંપનીઓ રેલવેમાં રોકાણ માટે ઇચ્છુક છે તો વર્તમાન વ્યવસ્થાને ચલાવવા માટે કેટલાંક પગલાં લેવામાં આવી શકાય છે.

સરકારે 109 રૂટ પર ટ્રેન ચલાવવા માટે ખાનગી કંપનીઓ પાસે રિક્વેસ્ટ ફૉર ક્વૉલિફિકેશન એટલે કે આરએફક્યૂ મંગાવ્યા હતા. રેલવે બોર્ડના અધ્યક્ષનું કહેવું છે કે એપ્રિલ-2023માં ખાનગી રેલ સેવા શરૂ થશે.

યોજના હેઠળ 151 રૅક (રેલગાડીઓ) શરૂ કરાશે. પ્રત્યેકમાં ઓછામાં ઓછા 16 કૉચ હશે.

આ પ્રોજેક્ટ હેઠળ રેલવેમાં ખાનગી ક્ષેત્રના 30 હજાર કરોડ રૂપિયાના રોકાણનો અંદાજો છે. પ્રોજેક્ટની અવધિ 35 વર્ષની હશે.

તેમાં ખાનગી કંપનીઓ ટ્રેન ઑપરેટ કરશે. રેલવે આ માટે માત્ર ડ્રાઇવર અને ગાર્ડ આપશે પરંતુ બાકીની તમામ વ્યવસ્થાઓ ખાનગી કંપનીએ જાતે કરવાની રહેશે.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

જોકે સરકારના આ નિર્ણય પર વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા કે રેલવે ગરીબોની એકમાત્ર જીવનરેખા છે અને સરકાર હવે એને પણ છીનવી રહી છે.

કૉંગ્રસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે સરકારની ટીકા પણ કરી હતી.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

આ મૉડલ હેઠળ આઈઆરસીટીસી પહેલાથી જ ટ્રેનો ચલાવી રહી છે.

ભારતીય રેલવેની કૅટરિંગ કંપની આઈઆરસીટીસી આ મૉડલ પર ત્રણ રૂટો પર એક્સપ્રેસ ટ્રેન ચલાવી રહી છે.

દિલ્હી-લખનૌ વચ્ચે તેજસ એક્સપ્રેસ, મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એક્સપ્રેસ અને દિલ્હી-વારાણસી વચ્ચે મહાકાલ એક્સપ્રેસનું સંચાલન આઈઆરસીટીસીના હાથ છે.

તેજસ એક્સપ્રેસ જ્યારે શરૂ થઈ હતી ત્યારે તેને રેલવેના ખાનગીકરણ કરવા માટેનો પ્રયોગ કહેવાયો હતો. હવે અન્ય રૂટ પર પણ ખાનગી કંપનીઓને ટ્રેન ચલાવવા માટે આમંત્રિત કરવાની બાબતને રેલવેના ખાનગીકરણની દિશામાં જ એક પગલાં તરીકે જોવાય છે.

વળી દિલ્હીથી લખનૌ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસનું ભાડું આ જ રુટ પર ચાલતી રાજધાની એક્સપ્રેસ કરતાં વધુ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો