ખેડૂત આંદોલનમાં કમલા હેરિસનું નામ કેમ લેવાયું?

કમલા હેરિસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, શ્રુતિ મેનન
    • પદ, બીબીસી રિયાલિટી ચૅક

કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનું આંદોલન ચાલુ છે. પંજાબસહિતના રાજ્યોના ખેડૂતો આ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે. અન્ય રાજ્યો સાથે લાગેલી દિલ્હીની વિવિધ સરહદો પર ખેડૂતો બે સપ્તાહથી મક્કમ રીતે પ્રદર્શન કરી રહ્યા છે.

કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું માનવું છે કે આ નવો કાયદો તેમના હિતમાં નથી અને તેનાથી તેમની આજીવિકા પર અસર પડશે. જોકે, સરકાર કૃષિકાયદાઓને ખેડૂતોના લાભ માટે ગણાવે છે.

એક તરફ ખેડ઼ૂતોનો દાવો છે કે પ્રદર્શન એકદમ શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર કેટલીક પાર્ટીઓ અને લોકો દ્વારા પ્રદર્શન સાથે જોડાયેલી કેટલીક ખોટી વાતો અને માહિતીઓ પણ શૅર કરવામાં આવી રહી છે.

ભ્રમ પેદા કરી રહેલા આવા જ કેટલાક દાવાઓની બીબીસીએ તપાસ કરી.

સ્ક્રીનશૉટ

કમલા હેરિસે સાર્વજનિક રીતે ખેડૂતોના વિરોધપ્રદર્શનનું સમર્થન નથી કર્યું.

સોશિયલ મીડિયા પર એક ફૅક પોસ્ટનો સ્ક્રીનશૉટ વાઇરલ થઈ રહ્યો છે. જે અમેરિકાનાં નવાં ચૂંટાયેલાં ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસ સાથે જોડાયેલો છે.

ફેસબૂક પર શૅર થઈ રહેલા આ બનાવટી અને ખોટા સ્ક્રીનશૉટ અનુસાર કમલા હેરિસે ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના વિરોધપ્રદર્શનને સમર્થન આપ્યું છે.

તેમાં લખ્યું છે,"નવા કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર ભારત જે રીતે દમન કરી રહ્યું છે તે જોઈને અમે આશ્રર્યચકિત છીએ. આ નવા કાયદાથી તેમની આજીવિકા જોખમાશે. ભારત સરકારે વૉટર કૅનન અને અશ્રુવાયુનો ઉપયોગ કરવાની જગ્યાએ ખેડૂતો સાથે વાતચીત કરવી જોઈએ."

પરંતુ ફેસબુકે આ પોસ્ટ પર માહિતીમાં ગરબડ હોવાની વૉર્નિંગ આપી છે. કમલા હેરિસે ખેડૂતોના પ્રદર્શનને લઈને કોઈ પણ પ્રકારની ટિપ્પણી નથી કરી. તેમણે તેમના પર્સનલ એકાઉન્ટ પરથી પણ આવી કોઈ ટિપ્પણી નથી કરી કે ન કોઈ અન્ય એકાઉન્ટ પરથી કરી છે.

જ્યારે બીબીસીએ તેમની મીડિયા ટીમ પાસે આ વિશે જાણકારી માગી તો તેમણે જણાવ્યું કે આ ફૅક ન્યૂઝ છે.

કૅનેડાના એક સાંસદ જૅક હેરિસે 27 નવેમ્બરે ભારતમાં થઈ રહેલા ખેડૂત આંદોલનના સમર્થનનું ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ પણ એવું જ છે જે કમલા હેરિસના ટ્વીટ તરીકે શૅર કરવામાં આવ્યું અને તેમની ટીમે તે ફૅક હોવાનું કહ્યું.

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ખેડૂતોના વિરોધપ્રદર્શન પર પોલીસની કાર્યવાહી મામલે જાહેરમાં ચિંતા વ્યક્ત કરી હતી. કૅનેડામાં ભારતીય મૂળનાં લોકોની સંખ્યા ઘણી છે.

ટ્રૂડોની ટિપ્પણી પર ભારત સરકારે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેમને સમગ્ર બાબતની માહિતી નથી.

line

જૂની તસવીર મામલે વિવાદ

સ્ક્રીનશૉટ

ભારતમાં સોશિયલ મીડિયા પર એક ટ્વીટ શૅર કરવામાં આવી રહ્યું છે જેમાં કેટલાક શીખ ભારત પ્રશાસિત કાશ્મીરમાં કલમ 370 હઠાવવા માટે વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. તસવીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે તે આ દસ દિવસથી ચાલતા ખેડૂત આંદોલન સાથે જોડાયેલી તસવીર છે.

આ ટ્વીટને અત્યાર સુધી 3 હજારથી વધુ વખત રિ-ટ્વીટ કરવામાં આવ્યું છે જ્યારે તેને 11 હજારથી વધારે લાઇક્સ મળી છે. તેને પ્રીતિ ગાંધીએ પણ રિટ્વીટ કરી છે જેઓ સત્તાધારી પક્ષ ભાજપના મહિલા શાખાનાં સોશિયલ મીડિયાનાં પ્રમુખ છે.

આ પોસ્ટ પર કરવામાં આવેલી કૉમેન્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ખેડૂતોના વિરોધપ્રદર્શનનો ઉપયોગ ચોક્કસ સ્વાર્થવાળા એવા સમૂહો કરી રહ્યા છે જેમનો ઍજન્ડા કાશ્મીર વિવાદને હવા આપવાનો અથવા ફરીથી પંજાબમાં શીખો માટે અલગ દેશની માગ કરવાનો છે.

બીબીસીએ આ તસવીરની પણ તપાસ કરી અને જાણવા મળ્યું કે ખરેખર આ તસવીર વર્ષ 2019ના ઑગસ્ટ મહિનામાં પંજાબની રાજકીય પાર્ટી શિરોમણી અકાલી દલે પોતાના ફેસબુક પૅજ પર શૅર કરી હતી.

આ તસવીર ગત વર્ષે એ સમયની છે જ્યારે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જની કલમ 370 હઠાવવા માટે નિર્ણય કર્યો હતો. તે સમયે શિરોમણી અકાલી દળ સહિતના કેટલાક રાજકીય પક્ષોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

એટલે કે આ તસવીર વર્તમાન ખેડૂત આંદોલન સંબંધિત નથી.

line

ફરક બતાવવો મુશ્કેલ છે

સ્ક્રીનશૉટ

એવું નથી કે માત્ર ભાજપના જ નેતા ખેડૂત આંદોલન સાથે જોડાયેલી ભ્રામક તસવીરો શૅર કરી રહ્યા છે.

કૉંગ્રેસની યુવાવાહિની સાથે જોડાયેલા લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અને વરિષ્ઠ વિપક્ષી કૉંગ્રેસી નેતાઓએ પણ વર્ષ 2018ની તસવીરને ખેડૂત આંદોલનની તસવીર કહીને શૅર કરી છે.

ઑક્ટોબર 2018માં આ તસવીરમાં માર્ગ પર બૅરિકેડ્સ જોઈ શકાય છે. તસવીરમાં મોટી સંખ્યામાં લોકો જમા થયેલાં દેખાય છે અને પોલીસ ભીડને દૂર કરવા માટે પાણીનો મારો ચલાવી રહી છે. આ તસવીરને જોઈને લાગે છે કે તે વિરોધપ્રદર્શનની તસવીર છે.

આ પ્રકારની એક તસવીર સાથેની પોસ્ટમાં કહેવાયું છે કે સરકાર ખેડૂતો સાથે તેઓ આતંકવાદી હોય એવો વર્તાવ કરી રહી છે.

જોકે તેમાં પોલીસ વૉટર કૅનન અને અશ્રુવાયુનો ઉપયોગ કરી રહી છે.

પરંતુ જે તસવીરો સોશિયલ મીડિયા પર તમારી નજરો સામે આવી તે તમામ આ વિરોધપ્રદર્શનની નથી. તેમાં કેટલીક તસવીરો અન્ય પ્રદર્શનોની છે. જે કદાય એકાદ બે વર્ષ જૂની અથવા તો અન્ય જગ્યાની છે.

રિવર્સ ઇમેજ સર્ચથી માલૂમ પડ્યું છે કે કેટલીક તસવીરો ઉત્તર પ્રદેશના ખેડૂતોના વિરોધપ્રદર્શનની છે. વર્ષ 2018માં ઉત્તર પ્રદેશના ખેડૂતોએ કરજમાફી માટે દિલ્હીમાં કૂચ કરી હતી.

ઉત્તર પ્રદેશના આ ખેડૂતોને રાજધાની દિલ્હીના પૂર્વમાં ઉત્તર પ્રદેશની સરહદ પાસે રોકી લેવાયા હતા. જ્યારે હાલનું પ્રદર્શન રાજધાની દિલ્હીની ઉત્તરમાં પંજાબ-હરિયાણાની સરહદ પર થઈ રહ્યું છે. જોકે પ્રદર્શન કરી રહેલા કેટલાક ખેડૂતો દિલ્હીના બુરાડી મેદાનમાં પણ હાજર છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો