કોરોના વાઇરસ : આર્જેન્ટિનાએ ગરીબોની મદદ કરવા માટે પૈસાદાર લોકો પર લગાવ્યો નવો ટૅક્સ

કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને લેટિન અમેરિકન દેશ આર્જેન્ટિનાએ એક નવો મિલકત વેરા કાયદો પસાર કર્યો છે, જેમાં દેશના પૈસાદાર લોકો ઉપર એક ખાસ કર લગાવવામાં આવશે.
સરકારનું કહેવું છે કે આ વેરા દ્વારા જે રકમ ભેગી થશે, તેનો ઉપયોગ દવા અને જરુરી વસ્તુઓની ખરીદી કરવામાં અને રાહતકાર્યો માટે કરવામાં આવશે.
"લખપતિ પર વેરા"ના નામે ઓળખાતા આ ખાસ કાયદાની દરખાસ્તને શુક્રવારે સૅનેટરોએ 42 મતોથી પસાર કરી હતો. દરખાસ્તની વિરુદ્ધ 26 મત પડ્યા હતા.
નવા કાયદા મુજબ આ વેરો એક જ વખત લગાવવામાં આવશે. આ વેરો તે વ્યક્તિઓ પર લગાવવામાં આવશે, જેમની પાસે 20 કરોડ પેસો એટલે કે 25 લાખ અમેરિકન ડૉલરની મિલકત છે.
આર્જેન્ટિનામાં આશરે 12,000 ધનિક લોકો છે, જેમણે નવા કાયદા હેઠળ સરકારને વેરો ચૂકવવો પડશે.
આર્જેન્ટિનામાં અત્યાર સુધી કોરોના વાઇરસના 15 લાખ જેટલા કેસ સામે આવ્યા છે અને 40,000 લોકોએ જીવ ગુમાવ્યો છે.
આર્જેન્ટિના ઑક્ટોબરમાં કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા 10 લાખને આંબી ગયું હતું. માત્ર 4.5 કરોડની વસતિ ધરાવતો આ દેશ તે સમયે કોરોના વાઇરસથી પ્રભાવિત દેશોની યાદીમાં પાંચમો અને સૌથી નાનો દેશ બની ગયો હતો.
પહેલાંથી બેરોજગારી, ગરીબી અને સરકારી લોનની સમસ્યા સામે ઝઝૂમી રહેલા આ દેશની અર્થવ્યવસ્થા કોરોના વાઇરસના કારણે લગાવવામાં આવેલા લૉકડાઉનને કારણે મુશ્કેલીમાં આવી પડી છે. 2018થી આર્જેન્ટિના આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાયદાનો સમર્થન કરી રહેલા એક મંત્રીએ જણાવ્યું કે, નવા વેરા કાયદાની અસર દેશના માત્ર 0.8 કરદાતાઓ પર થશે. જે લોકો આ કાયદા હેઠળ આવશે, તેમને દેશમાં આવેલી મિલકત માટે 3.5 ટકા અને વિદેશમાં આવેલી મિલકત માટે 5.25 ટકાના હિસાબે વેરો ભરવો પડશે.
વેરાની રકમ ક્યાં વપરાશે?

સમાચાર સંસ્થા એએફપી અનુસાર વેરા દ્વારા જે રકમ ભેગી થશે, તેમાંથી 20 ટકા રકમ મેડિકલ સપ્લાયની ખરીદી માટે ખર્ચ કરવામાં આવશે. જે પૈસા બચશે, તેમાંથી 20 ટકા રકમ નાના અને મધ્યમ વ્યવસાયને રાહત આપવા માટે, 20 ટકા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા માટે, 15 ટકા સામાજિક વિકાસ માટે અને 25 ટકા કુદરતી ગેસ આધારિત ઉદ્યોગો માટે વાપરવામાં આવશે.
મધ્યવર્ગી - વામપંથી રાષ્ટ્રપ્રમુખ અલ્બેર્ટો ફર્નાન્ડેજની સરકારને આશા છે કે નવા વેરાથી મદદથી તેઓ 300 અરબ પેસો જેટલી રકમ ભેગી કરી શકશે.
જોકે, વિરોધ પક્ષો કહી રહ્યા છે કે વેરાથી એક બાજુ વિદેશી રોકાણકારો નિરાશ થશે તો બીજી બાજુ આ વેરો એવો નહીં હોય, જેને માત્ર એક વખત લગાવવામાં આવશે.
મધ્યવર્ગી - દક્ષિણપંથી પક્ષના યૂન્તોસ પોર અલ કૈમ્બિયો કહે છે કે આ એક રીતે વ્યક્તિની મિલકતને ટાંચમાં લેવા જેવું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












