ચીનની સેનાએ લદ્દાખમાં માઇક્રોવેવ હથિયારનો ઉપયોગ કર્યો? કેવાં હોય છે આ હથિયાર?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, US NAVY

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, પ્રવીણ શર્મા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ લદ્દાખમાં માઇક્રોવેવ હથિયારોનો ઉપયોગ કર્યો હોવાના ઓનલાઈન મીડિયા અહેવાલોને ભારતીય સૈન્યએ મંગળવારે નકારી કાઢ્યા હતા.

ભારતીય સૈન્યએ આ દાવાઓને સંપૂર્ણ રીતે નકારી દીધા છે.

ભારતીય સૈન્યના એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પબ્લિક ઇન્ફર્મેશન(એડીજીપીઆઈ)ના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પર કહેવામાં આવ્યું છે, “પૂર્વ લદ્દાખમાં માઇક્રોવેવ હથિયારોના ઉપયોગને લઈને મીડિયા અહેવાલ આધારહીન છે. આ સમાચાર ફેક છે.”

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સંરક્ષણ બાબતોના જાણકાર અને ઇન્ડિયન ડિફેન્સ રિવ્યૂના ઍસોસિયેટ એડિટર કર્નલ દાનવીર સિંહ કહે છે કે ચીનનો દાવો સંપૂર્ણ રીતે પાયાવિહોણો છે.

સિંહ કહે છે, “આ પ્રકારનાં તમામ હથિયાર લાઇન ઑફ સાઇટ એટલે કે સીધી લાઇનમાં કામ કરે છે. પહાડી વિસ્તારોમાં પણ આનો ઉપયોગ આમ પણ સરળ નથી. આ સંપૂર્ણપણે લૉજિકલ વસ્તુ નથી. આ ચીનનો એક પ્રૉપેગૅન્ડા છે.”

ડિફેન્સ અને સિક્યૉરિટી પર લખનારા વરિષ્ઠ પત્રકાર રાહુલ બેદી કહે છે, “આ એક ફેક ન્યૂઝ લાગે છે. આ એક ચીનનો પ્રૉપેગૅન્ડા લાગે છે. આમાં કોઈ ક્રેડિબિલિટી નથી.”

ચીની મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા સૈન્ય તણાવની વચ્ચે પીએલએએ આ માઇક્રોવેવ હથિયારોનો ઉપયોગ કેટલીક ઊંચાઈએથી ભારતીય સૈન્યને હઠાવવા માટે કર્યો હતો.

કેટલાક મીડિયા અહેવાલમાં રેનમિન યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર જિન કેનરૉન્ગને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ કૂટનૈતિક રીતે મહત્ત્વપૂર્ણ બે હિલટૉપ્સ (પહાડી ઊંચાઈ) પર ફરીથી કબજો કરવા માટે તેને ‘માઇક્રોવેવ ઓવન’માં ફેરવી નાખ્યા હતા અને તે ઉંચાઈઓ પર હાજર ભારતીય સૈનિકો પર ડિરેક્ટેડ ઍનર્જી વેપન (ડીઈડબ્લ્યૂ)નો ઉપયોગ કર્યો હતો.

કેનરૉન્ગને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે આ હથિયારોના ઉપયોગથી ભારતીય સૈનિકોને ઊલટીઓ થવા લાગી અને 15 મિનિટની અંદર તે ઊભા રહેવાની સ્થિતિમાં ન રહ્યા.

તેમણે કહ્યું છે કે ભારતીય સૈનિકોને આ જગ્યાઓ છોડવી પડી અને તે પછી પીએલએના સૈનિકોએ આના પર ફરીથી કબજો કર્યો છે.

તેમણે એમ પણ કહ્યું કે આ દરમિયાન પીએલએ સૈનિકોને ગોળીઓ ચલાવી પડી નહીં અને આ પ્રકારે ભારત અને ચીનની વચ્ચે ફાયરિંગ નહીં કરવાને લઈને થયેલા કરારનું સંપૂર્ણ પણે પાલન થયું.

કેનરૉન્ગે દાવો કર્યો છે કે આ ઘટના 29 ઑગસ્ટની છે. તેમણે દાવો કર્યો છે કે ચીન અને ભારત બંનેએ અલગ-અલગ કારણોસર આ ઘટનાનો પ્રચાર કર્યો નથી.

line

શું હોય છે માઇક્રોવેવ હથિયાર?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, US ARMY

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

માઇક્રોવેવ વેપન્સ ડિરેક્ટેડ ઍનર્જી વેપન (ડીઈડબ્લ્યૂ)નો જ એક પ્રકાર હોય છે. આ માઇક્રોવેવ્સ ઇલેક્ટ્રૉમૅગ્નેટિક રેડિયેશનના રૂપમાં હોય છે. આની વેવલેન્થ એક મિમીથી લઈને એક મીટર જેટલી હોય છે. આની ફ્રિકવન્સી 300 મેગાહર્ટ્ઝ (100 સેન્ટિમીટર) અને 300 ગિગાહર્ટ્ઝ (0.1 સેન્ટિમીટર)ની વચ્ચે હોય છે.

આને હાઇ-ઍનર્જી રેડિયો ફ્રિકવન્સી પણ કહેવામાં આવે છે.

સિંહ કહે છે, “માઇક્રોવેવ જે પ્રકારે ઘરમાં કામ કરે છે. આ જ પ્રકારે તે હથિયારમાં પણ કામ કરે છે. આમાં એક મૅગ્નેટ્રૉન હોય છે જે માઇક્રોવેવના તરંગો મોકલે છે. આ તરંગો જ્યારે કોઈ ખાદ્ય પદાર્થમાં થઈને પસાર થાય છે તો ગરમી ઉત્પનન્ન થાય છે. આ હથિયાર પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે.”

ચીનના દાવાને રદ્દ કરતાં સિંહ કહે છે કે તમે વિચારો કે કોઈ ઊંચાઈએ હાજર સૈનિકોને હઠાવવા માટે કેટલું ભારે-ભરખમ સાઇઝનું મૅગ્નેટ્રોન બનાવવું પડે.

સિંહ કહે છે, “બીજી વાત જો તમે માઇક્રોવેવ તરંગ મોકલો અને તેમાં નુકસાન થયું તો શું અમે હાથ પર હાથ ધરીને બેસી રહીશું. અમે પણ કોઈ પગલાં ભરીશું”

તે કહે છે કે જો તમે ઘણું મોટું મૅગ્નેટ્રોન બનાવી લો છો તો તમારે આનો ઘણો દૂરથી ઉપયોગ કરવો પડે.

સિંહ કહે છે, “આ બિલકુલ અશક્ય વાત છે. નાના-મોટા લેવલ પર આવું પણ થાય છે, પરંતુ જેટલા મોટા પ્રમાણમાં દાવો ચીન કરી રહ્યું છે તે સંપૂર્ણપણે અસંભવ છે.”

સિંહ કહે છે કે માઇક્રોવેવ હથિયારની કોઈ સેન્સ બનતી નથી, કૉસ્ટ અને બીજી રીતે તે આ લાગુ કરવા માટે યોગ્ય નથી.

line

લેઝર આધારિત હથિયાર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જોકે, રાહુલ બેદી કહે છે કે આ પ્રકારના હથિયાર અશક્ય છે. તે કહે છે, “આને નૉન-કૉન્ટેક્ટ વૉરફૅર કહે છે” જેમાં તમે આર્ટિલરી શેલ, બુલેટ્સ, ટૅન્કના રાઉન્ડ યુઝ નથી કરતા આમાં તમે અલ્ટ્રાવાયૉલેટ રેઝનો ઉપયોગ કરો છો. પરંતુ ચીનનો દાવો ફર્જી લાગે છે.”

બેદી કહે છે જોકે, ડીઆરડીઓ પણ આ હથિયારો પર કામ કરી રહ્યું છે. તે કહે છે, “એ નથી ખબર કે ચીન આ હથિયારોને વિક્સાવવાના કયા સ્ટેજે પહોંચ્યું છે. પરંતુ, આ હથિયાર ભવિષ્યની હકીકત છે.”

સિંહ કહે છે, “જોકે લેઝર આધારિત હથિયાર હયાત છે. તોફાનોને કંટ્રોલ કરવા જેવાં નાનાં કામ માટે લેઝરનો ઉપયોગ થાય છે. પરંતુ મોટા સ્તરે લેઝર હથિયારોનો ઉપયોગ કરવો પ્રેક્ટિકલ નથી.”

19મી સદીના અંતમાં ડીઈડબ્લ્યને લઈને શોધખોળની શરૂઆત થઈ હતી. 1930માં રડારની શોધની સાથે આ દિશામાં મહત્ત્વપૂર્ણ લીડ મેળવી હતી.

એલીન એમ વાલિંગના પુસ્તક હાઈ પાવર માઇક્રોવેવ્સ: સ્ટ્રેટજિક એન્ડ ઑપરેશન ઇમ્પ્લીકેશન્સ ફોર વૉરફૅરમાં આના પર વિસ્તારથી વાત કરવામાં આવી છે.

આમાં કહેવામાં આવ્યું છે કે વાયરલેસ અને રડાર ટેકનૉલોજી વિસ્તાર સંરક્ષણના ક્ષેત્રમાં ઝડપથી થયો છે. આમાં એડવાન્સ અર્લી વૉર્નિંગ, ડિટેક્શન અને હથિયાર ફાયર કંટ્રોલ સામેલ છે.

બ્રિટનની સરકારે વર્ષ 2014માં લેઝર હથિયાર બનાવવા માટે 30 મિલિયન પાઉન્ટની એક પરિયોજનાને મંજૂરી આપી હતી.

વૈજ્ઞાનિક અને ઇજનેર સતત ફ્રિકવન્સી સ્પેક્ટ્રમ પર કામ કરી રહ્યા છે અને પાવર લેવલ્સ વધારવાના પ્રયત્ન કરી રહ્યા છે. સાથે જ વધારાની ઍપ્લિકેશનને પણ વિક્સિત કરી રહ્યા છે.

ક્યારેક ‘ડિરેક્ટ ઍનર્જી’ને સાયન્સ ફિક્શન તરીકે જોવામાં આવતી હતી, પરંતુ હવે તે એક હકીકત બની ગઈ છે. જોકે, ડિરેક્ટેડ ઍનર્જી સ્પેક્ટ્રમમાં હાઇ પાવર માઇક્રોવેવ ટેક્નૉલૉજી પર અપેક્ષા કરતા ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે.

માઇક્રોવેવ હથિયાર

ઇમેજ સ્રોત, JOHN F WILLIAMS / US NAVY

ભારતમાં સંરક્ષણ શોધ અને વિકાસ સંસ્થાન (ડીઆરડીઓ)ના ડિરેક્ટર ઍનર્જી વેપન્સ અથવા ડીઈડબ્લ્યૂ પર કામ કરી રહ્યા છે.

ડિરેક્ટેડ ઍનર્જી વેપન એવાં હથિયાર હોય છે જે ખૂબ જ ફૉકસ્ડ ઍનર્જીની સાથે પોતાના ટાર્ગેટને નષ્ટ કરે છે. આ ફોકસ્ડ ઍનર્જીમાં લેઝર, માઇક્રોવેવ અને પાર્ટિકલ બીમ સામેલ છે.

આ ટેક્નૉલૉજીની સંભવિત ઍપ્લિકેશન્સમાં આવા હથિયાર સામેલ છે જે કે સૈનિકો, મિસાઇલો અને ઑપ્ટિકલ ડિવાઇઝને નિશાન બનાવે છે.

પારંપરિક હથિયારોની સરખામણીએ ડિરેક્ટેડ ઍનર્જી વેપન્સ કંઈક વધારે અસરદાર સાબિત થઈ શકે છે.

આ હથિયારોનો ઉપયોગ ચૂપચાપ કરવામાં આવી શકે છે. દ્રશ્ય સ્પેક્ટ્રમની ઉપર અને નીચે રેડિયેશન અદ્રશ્ય હોય છે અને આનાથી અવાજ ઉત્પન્ન થતો નથી.

જોકે, પ્રકાશ પર ગુરુત્વાકર્ષણની ખૂબ જ અસર પડે છે, એવામાં આ અંદાજે એક ફ્લેટ ટ્રેજેક્ટરી આપે છે. આ સિવાય લેઝર લાઇટ-સ્પીડ પર ચાલે છે અને એવામાં તે સ્પેસ વૉરફૅરમાં ઘણું કામનું સાબિત થાય છે.

લેઝર અથવા માઇક્રોવેવ આધારિત હાઈ-પાવર ડીઈડબ્લ્યૂ દુશ્મનના ડ્રોન્સ અને મિસાઇલને બેકાર બનાવી દે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો