કોરોના વાઇરસના ટેસ્ટનું પરિણામ ખોટું પણ આવી શકે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, રેચલ શ્રાએર
    • પદ, આરોગ્ય સંવાદદાતા

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મનુષ્યના શરીરમાં કોરોના વાઇરસનો ટેસ્ટ કરવાની જે સૌથી મહત્ત્વપૂર્ણ પદ્ધતિ છે તે એટલી સંવેદનશીલ છે કે આમાં અગાઉના સંક્રમણના મૃત વાઇરસ અથવા તેના ટુકડા પણ મળી શકે છે.

તે માને છે કે કોરોના વાઇરસથી વ્યક્તિ કદાચ એક અઠવાડિયા સુધી સંક્રમિત રહે છે પરંતુ આ પછીનાં અનેક અઠવાડિયાં સુધી તેનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવી શકે છે.

સંશોધકોનું કહેવું છે કે આનું કારણ એ પણ હોઈ શકે છે કે કોરોના મહામારીના માપદંડો આધારે આંકડાઓની વાતચીત થઈ છે તે અંદાજ કરતાં પણ વધારે હોઈ શકે છે.

જોકે કેટલાક વિશેષજ્ઞો કહે છે કે કોરોનાની તપાસ માટે એક ભરોસાપાત્ર તપાસની પદ્ધતિ કેવી રીતે શોધી શકાય જેમાં સંક્રમણનો દરેક કેસ નોંધાઈ શકે, આ હાલ સુધી નક્કી થઈ શક્યું નથી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ સંશોધનમાં સામેલ એક સંશોધક પ્રોફેસર કાર્લ હેનેગન કહે છે ટેસ્ટ માટે નવી પદ્ધતિમાં ધ્યાન વાઇરસના મળવાના અથવા ન મળવા પર હોવાની જગ્યાએ એક કટ-ઑફ પૉઇન્ટ પર એટલે એક નિશ્ચિત બિંદુ પર હોવું જોઈએ. જે એ તરફ ઇશારો કરે કે કેટલા પ્રમાણમાં ઓછો વાઇરસ હોવાથી ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવી શકે છે.

તે માને છે કે કોરોના વાઇરસના ટેસ્ટમાં જૂના વાઇરસના અંશ અથવા ટુકડા મળવા એક પ્રકારે એ સમજવામાં મદદ કરે છે કે સંક્રમણના કેસ કેમ સતત વધી રહ્યા છે જ્યારે હૉસ્પિટલમાં પહોંચી રહેલા લોકોની સંખ્યા સતત ઘટી રહી છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીના સેન્ટર ઑફ ઍવિડેન્સ બેસ્ડ મેડિસિને આ અંગે 25 સંશોધનોનાં મળેલાં પરિણામોની સમીક્ષા કરી.

પૉઝિટિવમાં મળેલા વાઇરસના નમૂનાને પેટ્રી ડિશમાં નાખીને જોવામાં આવ્યા કે શું વાઇરસની સંખ્યા ત્યાં વધી રહી છે?

આ રીતને વૈજ્ઞાનિક ‘વાઇરલ કલ્ચરિંગ’ કહે છે જેનાથી એ શોધી શકાય છે કે જે ટેસ્ટ કરવામાં આવ્યો છે એમાં ઍક્ટિવ વાઇરસ મળ્યો છે.

જે પોતાની સંખ્યા વધારવામાં સક્ષમ છે અથવા પછી મૃત વાઇરસ અથવા તેના ટુકડા મળ્યા છે જેમને લૅબોરેટરીમાં ગ્રો કરી શકાય તેમ નથી.

line

કોરોના વાઇરસનો ટેસ્ટ કેવી રીતે થાય છે?

કોરોના વાઇરસનો ટેસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

કહેવામાં આવી રહ્યું છે કોરોના વાઇરસના ટેસ્ટિંગની એક પદ્ધતિ પીસીઆર સ્વૅબ ટેસ્ટ છે જેમાં કૅમિકલના ઉપયોગથી વાઇરસના જેનેટિક મટિરીયલને ઓળખવાના પ્રયત્ન કરવામાં આવે છે અને પછી આનો અભ્યાસ કરવામાં આવે છે.

યોગ્ય પ્રમાણમાં વાઇરસ મળે તે પહેલાં લૅબોરેટરીમાં પરીક્ષણના નમૂનાઓને અનેક ચક્રોમાંથી પસાર થવું પડે છે.

કેટલી વખત વાઇરસ મળે છે તેનાથી ખ્યાલ આવે છે કે શરીરમાં કેટલા પ્રમાણમાં વાઇરસ છે, વાઇરસના અંશ છે અથવા પૂરેપૂરો વાઇરસ છે.

આ એ વાત તરફ ઇશારો કરે છે કે જો વાઇરસ શરીરમાં છે તો કેટલો સંક્રામક છે.

માનવામાં આવે છે કે જો ટેસ્ટ કરતી વખતે વાઇરસ મેળવવામાં વધારે પ્રયાસ કરવામાં આવે તો આ વાઇરસનો લૅબોરેટરીમાં વધવાનો અવકાશ ઓછો રહે છે.

line

ખોટો ટેસ્ટ પરિણામનું જોખમ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

પરંતુ જ્યારે કોરોના વાઇરસ માટે તમારો ટેસ્ટ થાય છે તો તમારે હંમેશાં હાં અથવા નામાં જવાબ મળે છે.

નમૂનામાં વાઇરસનું પ્રમાણ કેટલું છે અને કેસ ઍક્ટિવ સંક્રમણનો છે અથવા નથી એ ટેસ્ટથી ખબર પડતી નથી.

જે વ્યક્તિના શરીરમાં મોટા પ્રમાણમાં ઍક્ટિવ વાઇરસ છે અને જેના શરીરમાં નમૂનામાં માત્ર મૃત વાઇરસના ટુકડા મળ્યા છે – બંનેનાં ટેસ્ટનાં પરિણામ પૉઝિટિવ જ આવશે.

પ્રોફેસર હેનેગન તે લોકોમાં સામેલ છે જે કોરોનાથી થઈ રહેલાં મૃત્યુના આંકડા કેવી રીતે નોંધવામાં આવી રહ્યા છે તેના વિશેની જાણકારી એકઠી કરી રહ્યા છે. આ આધારે પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડે આંકડાને જાળવવાની રીતમાં સુધારો કર્યો છે.

તેમના કહેવા પ્રમાણે હાલ સુધી જે પુરાવા મળ્યા છે તે પ્રમાણે કોરોના વાઇરસના સંક્રમણની અસર ‘એક અઠવાડિયા પછી પોતાનામાં ઓછી થવા લાગે છે.’

તેઓ કહે છે કે આ જોવું સંભવ નહીં હોય કે ટેસ્ટ કરવામાં આવેલાં પ્રત્યેક સૅમ્પલમાં ઍક્ટિવ વાઇરસ મળ્યો અથવા નહીં.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

એવામાં જો વૈજ્ઞાનિક ટેસ્ટિંગમાં વાઇરસના પ્રમાણને લઈને કોઈ કટ ઑફ માર્કની ઓળખ કરી શકીએ તો ખોટા પૉઝિટિવ કેસ આવવાને ઓછા કરી શકાય છે.

આનાથી જૂના સંક્રમણના કેસને પૉઝિટિવ આવવાની સંખ્યાને ઘટાડશે અને કુલ સંક્રમણના કેસ પણ ઓછા થઈ જશે.

પ્રોફેસર હેનેગન કહે છે કે આનાથી અનેક એવા લોકોને મદદ મળશે જે ટેસ્ટિંગના આધારે પોતાની જાતને કામ વિના ક્વોરૅન્ટિન કરી રહ્યા છે અને કોરોના મહામારીની વાસ્તવિક સ્થિતિને સમજવામાં મદદ મળી શકે છે.

પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડનું માનવું છે કે કોરોના વાઇરસ ટેસ્ટનું યોગ્ય પરિણામ વાઇરસ કલ્ચર દ્વારા મળી શકે છે.

સંગઠનનું કહેવું છે કે તે હાલમાં આ દિશામાં વિશ્લેષણ પણ કરી રહ્યું છે અને ખોટાં પૉઝિટિવ પરિણામોના જોખમથી બચવા માટે લૅબોરેટરીની સાથે મળીને કામ કરી રહ્યા છે.

તેમનો એ પણ પ્રયત્ન છે કે ટેસ્ટિંગ માટે કટ-ઑફ પૉઇન્ટ કેવી રીતે નક્કી કરી શકાય છે.

જોકે સંગઠનનું એવું પણ કહેવું છે કે કોરોના વાઇરસના ટેસ્ટ માટે અનેક અલગ પ્રકારની ટેસ્ટિંગ કિટનો ઉપયોગ થાય છે.

આ કિટ્સના ઉપયોગથી મળનારાં પરિણામોને અલગ રીતે સમજવાં જોઈએ કે આ કારણે એક નિશ્ચિત કટ-ઑફ પૉઇન્ટ પર પહોંચવું મુશ્કેલ છે.

પરંતુ યુનિવર્સિટી ઑફ રીડિંગના પ્રોફેસર બેન ન્યૂમેન કહે છે કે દરદીના નમૂનાને કલ્ચર કરવા કોઈ ‘નાનું કામ’ નથી.

તે કહે છે, “આ પ્રકારની સમીક્ષા કરવાથી ખોટી રીતે સાર્સ-સીઓવી-2 વાઇરસના કલ્ચરને આનાથી સંક્રમણ ફેલાવવાની સંભાવના સાથે જોડીને જોઈ શકાય છે.”

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

માર્ચમાં કોરોના વાઇરસથી ખરાબ રીતે અસરગ્રસ્ત ઇટાલીના એમિલિયા-રોમગ્ના વિસ્તારમાં કામ કરી રહેલા મહામારી નિષ્ણાંત પ્રોફેસર ફ્રાન્સેસ્કો વેન્ટુરેલીનું કહેવું છે, “આ નિશ્ચિત નથી” કે કોરોનાથી ઠીક થયા પછી વાઇરસ કેટલા સમય સુધી સંક્રામક રહી શકે છે.

તે કહે છે કે વાઇરલ કલ્ચર પર કરાયેલા કેટલાંક સંશોધન અનુસાર અંદાજે 10 ટકા લોકો શરીરમાં સંક્રમણથી ઠીક થયાના આઠ દિવસ પછી પણ વાઇરસ મળ્યો છે.

તે કહે છે કે કોરોના મહામારીની પીક ઇટાલીમાં બ્રિટનથી પહેલાં આવી હતી અને અહીં ‘અનેક અઠવાડિયાં સુધી અમે કોરોના સંક્રમણના કેસનું વાસ્તવિક્તાથી વધારે આકલન કરી રહ્યા હતા. એવું એટલા માટે કે જે લોકોએ પહેલાં સંક્રમણ થયું હતું તેમને સ્વસ્થ થયા પછી પણ તેમના ટેસ્ટનાં પરિણામ પૉઝિટિવ આવી રહ્યાં હતાં.’

પરંતુ જેમ-જેમ પીક ઘટતી ગઈ તેમ તેમ સ્થિતિ સુધરતી જાય છે.

લંડનની ઇમ્પિરિયલ કૉલેજના પ્રોફેસર ઓપેનશૉ કહે છે કે પીસીઆર ટેસ્ટ “શરીરમાં બચેલા વાઇરસના જેનેટિક મટિરીયલના ઓળખની” સૌથી સંવેદનશીલ પદ્ધતિ છે.

તેઓ કહે છે, “આ ટેસ્ટ કોરોના વાઇરસની સંક્રામકતાનો પુરાવો નથી. પરંતુ ડૉક્ટરોનું માનવું છે કે આ વાતની સંભાવના ખૂબ જ ઓછી છે કે સંક્રમણના દસ દિવસ પછી પણ વ્યક્તિના શરીરમાં વાઇરસ સંક્રામક હોય.”

line

બીબીસી સ્વાસ્થ્ય સંવાદદાતા નિક ટ્રિગલનું વિશ્લેષણ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ANI

મહામારીની શરૂઆતના સમયથી જ વૈજ્ઞાનિકો વાઇરસ ટેસ્ટ સાથે જોડાયેલી આ મુશ્કેલી વિશે જાણે છે અને એ એકવાર ફરીથી દર્શાવે છે કે શું કોરોના વાઇરસ સાથે જોડાયેલા આંકડા જે સામે આવી રહ્યા છે તે સાચા આંકડા નથી?

પરંતુ આનાથી શું ફરક પડે? મહામારીની શરૂઆતમાં આંકડા ઓછા મળ્યા હતા પરંતુ જેમ-જેમ સમય પસાર થતો ગયો વધારે આંકડા મળતા ગયા.

ટેસ્ટિંગ અને આર નંબરને લઈને મોટી સંખ્યામાં આવી રહેલી જાણકારીથી મૂંઝવણ વધી રહી છે.

એ વાત સાચી છે કે આખા બ્રિટનમાં જોઈએ તો કોરોના સંક્રમણના અનેક કેસ યુરોપીય દેશોની સરખામણીમાં ઓછા છે.

જ્યાં સુધી વાત સ્થાનિક સ્તર પરના સંક્રમણના ફેલાવાની કરીએ તો મોટા પ્રમાણમાં કહી શકાય છે કે તેને રોકવામાં આપણે સફળ થયા છીએ.

એ ત્યારે, જ્યારે ગરમીઓ આવાની સાથે લૉકડાઉનમાં થોડી ઘણી ઢીલ આપવાની શરૂઆત થઈ ગઈ છે.

પરંતુ આ વાતને નકારી શકાય નહીં કે હવે સૌથી મોટો સવાલ એ છે કે આગળ શું થશે, ઠંડીના દિવસો આવવાના છે અને સ્કૂલોમાં પણ બાળકોનું ભણવાનું શરૂ થશે.

બ્રિટનના સ્વાસ્થ્યકર્મી માની રહ્યા છે કે દેશ હાલ મજબૂત સ્થિતિમાં છે અને એવું લાગી રહ્યું છે કે આવનારા મહિનાઓમાં સંક્રમણના વધારે કેસથી હવે બચી શકાય છે.

પરંતુ આને લઈને સરકાર અને લોકો સાવધાની પણ રાખી રહ્યા છે કારણ કે માનવામાં આવી રહ્યું છે કે આને ગંભીરતાથી ના લઈએ તો મહામારીનો એક બીજો તબક્કો શરૂ થઈ શકે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો