ગુજરાતના એ પાંચ કેસ જેમાં સરકારે મૂક્યો રાજદ્રોહનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં 'ફૅસ ઑફ ધી નેશન' નામના વેબ પોર્ટલના સંપાદક ધવલ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ પહેલાં પણ ગુજરાતમાં રાજદ્રોહના કેસ લાદવામાં આવ્યા છે અને તેમાં પત્રકારોથી લઈને રાજકારણીઓ સામેલ છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ગુજરાત પોલીસના હવાલાથી કહ્યું છે કે મુખ્ય મંત્રી વિજય રૂપાણી વિશે એક લેખ પ્રકાશિત કરવા અંગે ધવલ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
આ રિપોર્ટમાં તેમણે લખ્યું હતું કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીની જગ્યા લેઈ શકે છે.
આ લેખમાં લખવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પક્ષના સર્વોચ્ચ નેતાઓ કોરોના વાઇરસ મહામારી સામે મુખ્ય મંત્રી વિજય રૂપાણીની કામગીરીથી સંતુષ્ટ નથી.
ધવલ પટેલ વિરુદ્ધ નોંધવામાં આવેલી એફઆરઆઈમાં જણાવાયું છે કે 'સાત મેના દિવસે પ્રકાશિત આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે ભાજપ હાઈકમાન્ડે મનસુખ માંડવિયાને ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા માટે બોલાવ્યા હતા.'
જોકે તે દિવસે મનસુખ માંડવિયાએ પોતે ટ્વીટ કરીને આ વાતને રદિયો આપ્યો હતો.
તેમણે લખ્યું હતું કે 'માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાત પણ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું છે, ત્યારે નેતૃત્વપરિવર્તનની અફવાઓ ફેલવાવી એ ગુજરાતનાં હિતોને નુકસાન પહોંચાડવા જેવું છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં પાટીદારોને અનામત મળે તે માટે પાટીદાર નેતા હાર્દિક પટેલે 25 ઑગસ્ટ, 2015ના રોજ અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે રેલી યોજી હતી.
જે બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં એક ડઝન કરતાં વધુ પાટીદાર યુવાનોનાં મૃત્યુ થયાં હતાં તથા ઘણી સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચ્યું હતું.
હિંસાને પગલે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા તથા ચિરાગ પટેલની સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ 'પાટીદાર અનામત આંદોલન સમિતિ'ના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો.
ઑક્ટોબર 2015માં તેમની ધરપકડ કરાઈ હતી અને તેમને સુરતમાં જેલમાં રાખવામાં આવ્યા હતા. જોકે ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટમાંથી તેમને જુલાઈ 2016માં જામીન મળ્યા હતા.
વારંવાર વૉરંટ કાઢવા છતાં હાજર ન રહેવા બદલ અમદાવાદની સ્થાનિક કોર્ટે હાર્દિક પટેલ સામે રાજદ્રોહના કેસમાં બિન-જામીનપાત્ર વૉરંટ કાઢ્યું હતું.
જેના આધારે જાન્યુઆરી 2020માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી.
સરકારી પક્ષે દલીલ આપી હતી કે હાર્દિક પટેલે ન્યાયપ્રક્રિયાને ઢીલી પાડવાનો પ્રયાસ કર્યો તથા જામીનની શરતોનો ભંગ કર્યો હતો.
તેમને પાંચ દિવસ પછી શરતી જામીન આપવામાં આવ્યા હતા. જોકે ત્યાર બાદ હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું :
"ગુજરાતમાં પંચાયતની ચૂંટણી આવી રહી છે, એટલા માટે ભાજપ મને જેલમાં બંધ કરવા માંગે છે."

અલ્પેશ કથીરિયા પર રાજદ્રોહનો કેસ

ઇમેજ સ્રોત, Alpesh Kathiriya / Facebook
ગુજરાત સરકારે અનેક પાટીદાર નેતાઓ પર 2015માં થયેલાં તોફાનો માટે રાજદ્રોહના કેસ કરી તેમને જેલમાં નાખી દીધા હતા.
2015ના આવા જ એક કેસમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની વર્ષ 2018માં ધરપકડ કરવામાં આવી હતી.
વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવા માટે સક્રિય રહ્યા હતા.
તેઓ 10 ડિસેમ્બર, 2018માં જેલમુક્ત થયા હતા પરંતુ જાન્યુઆરી 2019માં તેમના જામીન રદ કરી દેવામાં આવ્યા હતા.
એ સમયે અલ્પેશ કથીરિયાના નેતૃત્વ હેઠળ સુરતમાં 'સંકલ્પ યાત્રા' યોજાઈ અને અલ્પેશ કથીરિયાને પાટીદાર અનામત આંદોલનના નવા કૅપ્ટન જાહેર કરાયા હતા.
જોકે, સુરત પોલીસ સાથે ઘર્ષણ થતાં સુરતની પોલીસે જામીન રદ કરવાની અરજી કરી હતી.
2019માં જુલાઈ મહિનાના અંતમાં તેમને ફરીથી જામીન મળ્યા હતા.
જોકે અવારનવાર પાસ સંયોજક અલ્પેશ કથીરિયાએ કહ્યું છે કે 'વર્ષ 2015માં આનંદીબહેનની સરકાર વખતે અને વર્ષ 2017માં વિજય રૂપાણીની સરકાર વખતે- બંને મુખ્ય મંત્રીએ જાહેરાત કરી હતી કે પાટીદાર યુવાનો પરના કેસો પરત ખેંચવામાં આવશે પરંતુ હજી સુધી લેવાયા નથી.'

કોબાડ ઘાંડી પર રાજદ્રોહનો કેસ
નવ વર્ષ જુના રાજદ્રોહના કેસમાં સુરત પોલીસે ઑગસ્ટ 2019માં માઓવાદી નેતા કોબાડ ઘાંડીની અટકાયત કરી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ તેમના અને 24 અન્ય લોકો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ રાજદ્રોહના કેસમાં સુરત પોલીસે કોબાડ ઘાંડીની ધરપકડ કરી હતી.
તેમના પર દક્ષિણ ગુજરાતમાં કથિત રૂપે માઓવાદી હિલચાલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ 2010માં સુરત જિલ્લામાં કામરેજ પોલીસે 25 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી, જેમાં કોબાડ ઘાંડી પણ સામેલ હતા.
આ કેસમાં સુરત પોલીસે કોબાડ ઘાંડી સહિત 24 લોકોની ધરપકડ કરી હતી.
કોબાડ ઘાંડી અને અન્ય લોકો સામે ભારતીય દંડસંહિતા હેઠળ ગુનાહિત કાવતરું કરવાનો, સરકાર વિરુદ્ધ બળવો કરવાનો, રાજદ્રોહનો અને અનલૉફૂલ ઍકટિવીટી ઍક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
તેમને ઝારખંડના હઝારીબાગથી ટ્રાન્સ્ફર વૉરન્ટ પર સુરત લાવવામાં આવ્યા હતા.
સીપીઆઈ ( માઓવાદી)ના અજ્ઞાત સભ્યો પર દક્ષિણ ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર અને સુરતમાં માઓવાદી ગતિવિધિઓ ફેલાવવા માટે એક સશસ્ત્ર સમૂહ બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
'ધી પ્રિન્ટ'ના એક અહેવાલ મુજબ ઘાંડી પર મહારાષ્ટ્ર અને સુરતમાં સીપીઆઈ (માઓવાદી)ની શાખાઓ વચ્ચે સંયોજન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ અહેવાલમાં તેમના પર ગ્રામ્ય વિસ્તારોનાં નક્સલ આંદોલનો માટે શહેરોમાં સમર્થન ઊભું કરવા સીપીઆઈ (માઓવાદી) માટે 'ધી અર્બન પ્લાન' નામની યોજના તૈયાર કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ કેસમાં કોબાડ ઘાંડીને અન્ય આરોપીઓની જેમ જામીન આપવામાં આવ્યા હતા. તેમને દેશ ન છોડવા, ટ્રાયલ કોર્ટમાં હાજરી આપવા અને 25 હજારના બૉન્ડ ભરવાની શરત સાથે સુરતની અદાલતે જામીન આપ્યા હતા.
અંગ્રેજી અખબાર 'ડેક્કન હેરાલ્ડે' પ્રકાશિત કરેલા એક અહેવાલમાં કોબાડ ઘાંડીના વકીલ કિરીટ પાનવાલાએ કહ્યું કે તેમને જેલમાં રાખવા માટે પોલીસ છેલ્લાં નવ વર્ષથી એક મોડસ ઑપરેંડી હેઠળ કામ કરી રહી છે.
આ પહેલાં તેમના પર પંજાબ યુનિવર્સિટીમાં માઓવાદી વિચારધારાને વધારવા માટે રાષ્ટ્રદ્રોહી ભાષણ આપવાનો પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાંથી તેઓ નિર્દોષ મુક્ત થયા હતા.
દિલ્હીમાં પણ તેમના પર યુએપીએ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેમને જેલમાં ગોંધીને રાખવામાં આવ્યા હતા, તેઓ આ કેસમાં નિર્દોષ સાબિત થયા હતા.
તેમના પર અનેક રાજ્યોમાં યુએપીએ, રાજ્યદ્રોહ અને અન્ય આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રશાંત દયાળ અને ભરત દેસાઈ પર લાગ્યો રાજદ્રોહનો કેસ

ઇમેજ સ્રોત, PrashantDayal/fb
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના તત્કાલીન પત્રકાર પ્રશાંત દયાળ અને રેઝિડન્ટ એડિટર ભરત દેસાઈ પર અમદાવાદમાં રાજદ્રોહનો કેસ લાદવામાં આવ્યો હતો.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં તત્કાલીન અમદાવાદ પોલીસ કમિશનર ઓ.પી. માથુર વિરુદ્ધ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
આ અહેવાલોમાં માથુરની અમદાવાદની પ્રજાની સુરક્ષા કરી શકવાની યોગ્યતા પર પ્રશ્ન ઊભા કરવામાં આવ્યા હતા.
પ્રશાંત દયાળે બીબીસી ગુજરાતીને કહ્યું કે તેમના પર છ વખત રાજદ્રોહના આરોપમાં કેસ કરવામાં આવ્યા હતા.મ












