પ્રિયંકા ગાંધી, પેઇન્ટિંગ અને યસ બૅન્કના રાણા કપૂરનું કનેક્શન

ઇમેજ સ્રોત, Getty Images
યસ બૅન્કના સંસ્થાપક અને સીઈઓ રાણા કપૂરને લઈને રાજકારણ પણ થઈ રહ્યું છે.
કૉંગ્રેસ અને ભાજપે રાણા કપૂરના સંદર્ભમાં એક બીજા સામે પ્રશ્નો ઊભા કર્યા છે.
રાણા કપૂર પર મની લૉન્ડરિંગનો કેસ દાખલ કરીતેમની ધરપકડ કરાઈ છે. રાણા કપૂર 11 માર્ચ સુધી ઈડીની અટકાયતમાં રહેશે.
એટલું જ નહીં તેમના પરિવાર વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડવામાં આવ્યો છે.
રાણા કપૂરનાં પુત્રી રોશની કપૂરના લંડન જવાથી રોકવામાં આવ્યાં છે. રોશની કપૂર મુંબઈ ઍરપોર્ટથી લંડન જઈ રહ્યાં હતાં.
ભાજપા આઈટી સેલના વડાએ ટ્વીટ કરીને કહ્યું કે કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યસ બૅન્કના સીઈઓ રાણા કપૂરને એક એવું ચિત્ર વેચી નાખ્યું, જેનાં તેઓ માલિક પણ નહોતાં, એ પણ બે કરોડમાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમણે લખ્યું છે , દેશના દરેક નાણાકીય ક્રાઇસિસનો સંબંધ ગાંધી પરિવાર સાથે છે. માલ્યા સોનિયા ગાંધીને અપગ્રેડ કરેલી ફ્લાઇટ ટિકિટ મોકલતા હતા. રાહુલ નીરવ મોદીના બ્રાઇડલ જ્વેલરી કલેક્શનનું ઉદ્ઘાટન કરતા હતા, તેઓ ડિફૉલ્ટર નીકળ્યા અને રાણાએ પ્રિયંકા ગાંધી પાસેથી પેઇન્ટિંગ ખરીદી હતી.
ઈડીએ રાણા કપૂરના ઘરેથી એ પેઇન્ટિંગ કબજે કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ટ્વીટ સાથે એક ટીવી ચૅનલની ક્લિપ પણ પોસ્ટ કરવામાં આવી હતી.
ત્યારથી યસ બૅન્કના સંસ્થાપક રાણા કપૂર અને પ્રિયંકા ગાંધી વચ્ચે કનેક્શનની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

કૉંગ્રેસનો જવાબ

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ પત્રકાર પરિષદમાં આ આક્ષેપોને નકારી કાઢ્યા છે.
પત્રકારપરિષદમાં એક સવાલના જવાબમાં તેમણે કહ્યું, "આવી ભદ્દી, જ્ઞાન અને સંદર્ભ વિના કરવામાં આવેલી ટિપ્પણીને ડસ્ટબિનમાં નાખી દેવી જોઈએ અને તેનો જવાબ પણ ન આપવો જોઈએ. પરંતુ તમે જાહેરમાં પૂછ્યું છે અને અમે જવાબદાર વિપક્ષી પાર્ટી છીએ એટલે હું જવાબ આપવા માટે બંધાયેલો છું."
પત્રકારપરિષદમાં તેમણે અમિત માલવીય અને ભાજપને સામે પ્રશ્ન કર્યા. તેમણે કહ્યું કે જો ભાજપ આ પ્રશ્નોના જવાબ આપે તો તેઓ પણ આ પ્રકરણ અંગે જવાબ આપી જ દેશે.
પ્રશ્ન-1 "કારણકે તમે આ પ્રશ્ન યસ બૅન્કના રાણા કપૂરના સંદર્ભમાં પૂછ્યો છે, તો અમે જાણવા માગીએ છીએ કે કયા જાદુથી યસ બૅન્કની લોન બુક માર્ચ 2014માં જે લગભગ 55 હજાર કરોડ રૂપિયા હતી તે માર્ચ 2019 સુધીમાં બે લાખ 41 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ? પાંચ વર્ષમાં લગભગ બે લાખ કરોડની વૃદ્ધિ થઈ, તે વખતે અમિત માલવીયજીએ કોઈ ટ્વીટ ન કર્યું."
પ્રશ્ન 2- આ પાંચ વર્ષના ગાળામાં બે વર્ષોની અંદર જ, એટલે 2016 અને 2018માં જે નોટબંધીનો ગાળો હતો તેમાં 100 ટકા વૃદ્ધિ થઈ છે. આ શું આમિત માલવીય અથવા અમિત શાહ કે પછી વડા પ્રધાન મોદીની નજર હેઠળ થયું હતું
પ્રશ્ન 3- શું અમિત માલવીય આ પ્રશ્નોનો જવાબ આપશે? શું ગૃહમંત્રી, નાણા મંત્રી અને વડા પ્રધાન એ વખતે ઊંઘી રહ્યા હતા? શું તેમને આનો કોઈ આભાસ નહોતો થયો?
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, "જી હા, એમ એફ હુસૈનનું એક પેઇન્ટિંગ બે કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. આ પેઇન્ટિંગ એમએફ હુસૈને બનાવેલું રાજીવ ગાંધીનું હતું જે ગાંધી પરિવારે રાણા કપૂરને વેચ્યું હતું. આ બાબત 2010ની હતી."
સિંઘવીએ પત્રકારોને કહ્યું કે આ રકમ પ્રિયંકા ગાંધીને ચૅકમાં મળી હતી અને આઈટી રિટર્નમાં તેમણે આની માહિતી પણ આપી હતી.
તેમણે જણાવ્યું કે એમએફ હુસૈનની આ પેઇન્ટિંગ હાલમાં 13.44 કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે.
કૉંગ્રેસે ભાજપ પર ધ્યાન ભટકાવવાના આક્ષેપ મૂક્યા છે.
કૉંગ્રેસે વડા પ્રધાન મોદી પર આક્ષેપ કર્યો અને પ્રશ્ન કર્યો, "આ એ જ રાણા કપૂર છે જે મોદીની ગ્લોબલ સમિટના મુખ્ય સ્પૉન્સર હતા. માર્ચ 2020 સુધી તેઓ મોદીની સમિટના પ્રાયોજક હતા."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












