ભોપાલ ગૅસ દુર્ઘટના : 37 વર્ષ પછી પણ જેના જખમો તાજા છે

ભોપાલ ગૅસ દુર્ઘટનાને 37 વર્ષ થઈ ગયાં છે. 2-3 ડિસેમ્બર, 1984ની રાતે થયેલી આ દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કૅમિકલ પ્લાન્ટમાંથી નીકળેલા ઝેરીલા ગૅસથી 24 કલાકમાં ત્રણ હજાર લોકોના જીવ ગયા અને બાદમાં હજારો લોકો અલગઅલગ રીતે શારીરિક ખોડખાંપણનો શિકાર થતા રહ્યા.

કેટલાય લોકોને ફેફસાં સંબંધિત બીમારી થઈ, તો કેટલાક જિંદગીભર વિકલાંગ થઈ ગયા. જે બાળકો ગર્ભમાં હતાં તેઓ પણ આ કેરથી બચી ન શક્યાં.

ફોટોગ્રાફર જુડા પાસોએ એવા લોકોની જિંદગીને તસવીરોમાં કંડારવાની કોશિશ કરી છે જેઓ આ ભયાવહ જખમો સાથે જીવવા મજબૂર છે.

(બધી તસવીરો ફોટોગ્રાફર જુડા પાસોની છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો