You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
INDvBAN : વિરાટ કોહલીએ આ રીતે સચીન તેંડુલકર અને રિકી પોન્ટિંગના રેકૉર્ડની બરોબરી કરી
બાંગ્લાદેશ સામે ઇડન ગાર્ડન ગ્રાઉન્ડમાં પિંક બૉલ વડે રમાયેલી રહેલી ડે-નાઇટ ટેસ્ટમાં કૅપ્ટન વિરાટ કોહલીએ વધુ એક સદી ફટકારી છે.
આ મૅચમાં વિરાટ કોહલીની બેટિંગ અને ઇશાંત શર્માની વેધક બોલિંગની મદદથી ભારત મજબૂત સ્થિતિમાં છે.
બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઇનિંગમાં ઇશાંત શર્માની ઘાતક બૉલિંગ સામે ટકી શકી નહોતી અને ફક્ત 106 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
વિરાટ કોહલીની સદી અને ચેતેશ્વર પૂજારા તેમજ અજિંકય રહાણેની મદદથી ભારતે પ્રથમ ઇનિંગમાં 347 રન કર્યા હતા.
કૅપ્ટન વિરાટ કોહલીએ ભારતની પ્રથમ ઇનિંગમાં 194 બૉલમાં 136 રન કર્યા હતા.
બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં વિરાટ કોહલીએ 32 રન પૂરા કરતાં તેઓ કૅપ્ટન તરીકે સૌથી ઝડપી 5000 રન કરનારા ખેલાડી બની ગયા છે.
એટલું જ નહીં તેઓ આ સિદ્ધિ મેળવનારા ભારતના પહેલા કૅપ્ટન બની ગયા છે.
વેસ્ટ ઇન્ડીઝના ક્લાઇવ લૉયડ, ઑસ્ટ્રેલિયાના એલન બૉર્ડર અને રિકી પોન્ટિંગ, ન્યૂઝીલૅન્ડના સ્ટીફન ફ્લેમિંગ અને સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથ બાદ આ સિદ્ધિ હાંસલ કરનારા કોહલી છઠા કૅપ્ટન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅપ્ટન તરીકે 5000 કે વધુ રન બનાવનાર ખેલાડી
- ગ્રીમ સ્મિથ (સાઉથ આફ્રિકા) - 8659 રન (109 ટેસ્ટ)
- એલન બૉર્ડર (ઑસ્ટ્રેલિયા) - 6623 રન (93 ટેસ્ટ)
- રિકી પોન્ટિંગ (ઑસ્ટ્રેલિયા) - 6542 રન (77 ટેસ્ટ)
- ક્લાઇવ લૉયડ (વેસ્ટ ઇન્ડીઝ) - 5233 રન (73 ટેસ્ટ)
- સ્ટીફન ફ્લેમિંગ (ન્યૂઝીલૅન્ડ) - 5156 રન (80 ટેસ્ટ)
- વિરાટ કોહલી (ભારત) - 5000+રન (53 ટેસ્ટ)
વિરાટ કોહલીએ આ સિદ્ધિ સૌથી ઓછી ઇનિંગ રમીને મેળવી છે. તેઓએ માત્ર 53 ટેસ્ટની 86 ઇનિંગમાં કૅપ્ટન તરીકે 5000 રન પૂરા કર્યા છે.
બાંગ્લાદેશની ટીમે બીજી ઇનિંગમાં બીજા દિવસની રમતને અંતે 152 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી છે.
ભારત આ મૅચ જીતવાથી ફક્ત 4 વિકેટ દૂર છે.
આ મૅચમાં વિરાટ કોહલી પિંક બૉલ વડે રમાતી ટેસ્ટ મૅચમાં સદી કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે.
એ સાથે જ એમણે સચીન તેંડુલકરની પણ બરોબરી કરી છે.
સચીન તેંડુલકરે ટેસ્ટ અને વન ડે ક્રિકેટની 70મી સદી કુલ 505 ઇનિંગમાં કરી હતી.
વિરાટ કોહલીએ આ સિદ્ધિ 439 ઇનિંગમાં મેળવી લીધી છે. ત્રીજા ક્રમે રિકી પોન્ટિંગ છે, જેમણે 70મી સદી 694 ઇનિંગમાં કરી હતી.
વિરાટ કોહલીની આ 27મી ટેસ્ટ સદી હતી અને કૅપ્ટન તરીકે તેમની આ 20મી ટેસ્ટ સદી હતી.
આ સદી સાથે જ વિરાટ કોહલીએ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન રિકી પોન્ટિંગની બરોબરી કરી લીધી છે.
રિકી પોન્ટિંગને નામે કૅપ્ટન તરીકે સૌથી વધુ સદી કરવાનો રેકૉર્ડ છે. વિરાટ કોહલીએ પણ વન ડે અને ટેસ્ટ ક્રિકેટની મળીને કૅપ્ટન તરીકે 41મી સદી ફટકારી છે.
રસપ્રદ વાત એ છે કે રિકી પોન્ટિંગ ટી-20માં સદી નહોતા ફટકારી શક્યા અને વિરાટ કોહલીનો પણ ટી-20માં સર્વોચ્ચ સ્કોર 90 રન છે.
વિરાટ કોહલી હવે કૅપ્ટન તરીકે ટેસ્ટ મૅચમાં સદી કરવામાં વિશ્વમાં બીજા ક્રમે છે.
એમનાથી આગળ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કૅપ્ટન ગ્રીમ સ્મિથ છે. ગ્રીમ સ્મિથે કૅપ્ટન તરીકે 25 ટેસ્ટ સદી કરી હતી. વિરાટ કોહલી હવે એ રેકૉર્ડથી ફક્ત 5 સદી દૂર છે.
વન ડે અને ટેસ્ટ ક્રિકેટમાં કુલ સદીના રિકી પોન્ટિંગના રેકૉર્ડથી વિરાટ કોહલી હવે એક સદી દૂર છે.
રિકી પોન્ટિંગે વન ડેમાં 30 અને ટેસ્ટ મૅચમાં 41 એમ કુલ 71 સદી ફટકારેલી છે.
આની સામે વિરાટ કોહલીએ વન ડેમાં 43 અને ટેસ્ટ મૅચમાં 27 સદી કરી છે.
આ દરમિયાન માઇકલ વૉગને વિરાટ કોહલીને અત્યારના સમયના શ્રેષ્ઠ બૅટ્સમૅન ગણાવ્યા છે.
એમણે ટ્વીટ કરીને કહ્યું કે રૅડ બૉલ... વ્હાઇટ બૉલ અને હવે પિંક બૉલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો