You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલી સૈન્યનો સીરિયા અને ઈરાનનાં ઠેકાણાં ઉપર હવાઈ હુમલો
ઇઝરાયલનું કહેવું છે કે તેણે સીરિયામાં કેટલાંય સરકારી ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે અને સીરિયા સ્થિત ઈરાની સૈન્યનાં ઠેકાણાં ઉપર પણ હુમલો કર્યો છે.
ઇઝરાયલનું કહેવું છે કે ઈરાની સૈન્યના રૉકેટ હુમલાની વળતી કાર્યવાહીના ભાગરુપે આ હુમલો કરવામાં આવ્યો છે.
બીજી બાજુ, સીરિયાનું કહેવું છે કે આ હુમલામાં તેના બે નાગરિકો માર્યા ગયા છે.
સીરિયાનો દાવો છે કે તેની ઍર ડિફેન્સ સિસ્ટમે રાજધાની દમાસ્કસ તરફ આવી રહેલી મોટા ભાગની મિસાઇલોને તોડી પાડી છે.
જોકે, અન્ય એક રિપોર્ટમાં કહેવાયું છે કે આ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા આથી વધારે છે.
આરોપ-પ્રત્યારોપ
સ્થાનિક અહેવાલો અનુસાર રાજધાની દમાસ્કસમાં મોટા વિસ્ફોટોનો અવાજ સંભળાયો.
સોશિયલ મીડિયા દ્વારા બગાક આવેલી તસવીરોમાં કેટલાય વિસ્તારમાં આગ જોઈ શકાય છે.
ઇઝરાયેલી સૈન્યનો દાવો છે કે મંગળવારની સવારે ઉત્તર ઇઝરાયલમાં સીરિયામાં ચાર રૉકેટ છોડવામાં આવ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, યોગ્ય સમયે સૈન્યે તેને ઇન્ટરસેપ્ટ કર્યાં અને હવામાં જ તોડી પાડ્યાં.
ઇઝરાયલે વર્ષ 2011માં સીરિયામાં ગૃહયુદ્ધ શરૂ થયા બાદ કેટલાય હુમલા કર્યા છે.
ઇઝરાયલનું કહેવું છે ઈરાની સૈન્ય સીરિયામાં મોરચાબંધી કરી રહી છે અને સાથે જ લેબનાનમાં ઉગ્રપંથી સંગઠન 'હિઝ્બુલ્લાહ'ને હથિયારનો પુરવઠો પણ પહોંચતો કરે છે.
ઇઝરાયલની ડિફેન્સ ફોર્સ આ મામલે ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં કહેવાયું છે કે ઈરાનની કુદસ ફોર્સ અને સીરિયન સૈન્યનાં ઠેકાણા પર હુમલો કરાયો છે.
ઇઝરાયલે આ હુમલામાં રશિયન ઠેકાણાં અને રશિયામાં નિર્મિત ઍડ્વાન્સ S-300 (જમીન પરથી હવામાં પ્રહાર કરનારી) મિસાઇલ સિસ્ટમને નિશાન નથી બનાવી.
આ દરમિયાન રશિયાએ ઇઝરાયલ દ્વારા કરાયેલા હુમલાની ટીકા કરી છે.
રશિયાએ સીરિયાના ગૃહયુદ્ધ દરમિયાન રાષ્ટ્રપતિ બશર અલ-અસદને સત્તા ઉપર ટકી રહેવામાં મદદ કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો