You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Emma Watson : હેરી પોટરના આ અભિનેત્રી કહે છે ‘હું સિંગલ જ ખુશ છું, હું તેને સેલ્ફ પાર્ટનર કહું છું’
એમા વૉટ્સન કહે છે, તેઓ 30 વર્ષનાં થયાં પછી "માનસિક તણાવ અને બેચેની" અનુભવે છે, કારણ કે તેમનાં અંગત જીવનમાં દબાણ વધી ગયું.
એપ્રિલ મહિનામાં જ પોતાનો જન્મદિવસ મનાવી ચૂકેલાં એમા કહે છે કે તમારા પર "આડકતરી રીતે અમુક સંકેતનો ધસારો" થાય છે, કે આ ઉંમર સુધીમાં તમે અંગત જીવનના એક ચોક્કસ તબક્કામાં પહોંચી ગયા હોવા જોઈએ.
બ્રિટિશ વોગ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, "જો તમારે એક પતિ, એક બાળક ન હોય તો ...તમે એક પ્રકારની બેચેની અનુભવો છો."
પરંતુ એમા કહે છે કે તેઓ સિંગલ રહીને પણ ખુશ છે, તેઓ પોતે સેલ્ફ પાર્ટનર (પોતાની જાત સાથે) હોવાનું જણાવે છે.
કેમ ચિંતા અનુભવે છે એમા?
હૅરી પોટરના આ જાણીતા અભિનેત્રી પહેલાં કહી ચૂક્યાં છે કે તેઓ એ વિચાર જ નહોતા સ્વીકારી શકતાં કે તમે એકલા હોવ અને ખુશ પણ હોવ.
"પછી મને લાગ્યું કે, 'આ તો એકદમ બકવાસ વાત છે.' આ સમજવામાં મને મોડું થયું, પરંતુ હવે હું સિંગલ રહીને પણ ખૂબ જ ખુશ છું."
નોંધનીય છે કે, એમા પોતે એક એક્ટિવિસ્ટ છે અને સ્ત્રીઓના અધિકારો માટે કાર્ય કરે છે.
તેઓ કહે છે કે ગયું વર્ષ મારા જીવનના એક તબક્કા સ્વરૂપે એક ખૂબ જ "કઠોર" વર્ષ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મને એવું થવા લાગ્યું કે, "હું 30 વર્ષની થવાની છું, એ શું એટલી મોટી વાત છે?"
"29 વર્ષની થઈ ત્યારે હું ખૂબ જ ચિંતિત અને સ્ટ્રેસમાં રહેવા લાગી."
"આ ચિંતાનું કારણ મને અર્ધજાગ્રત મન તરફથી આવતા સંદેશાના અંતર્પ્રવાહને કારણે બની રહ્યું હતું."
"જો તમે 30 વર્ષનાં થાવ ત્યાં સુધી તમારાં લગ્ન ન થયાં હોય, તમારું બાળક ન હોય કે પછી તમે તમારા કરિયરમાં એક સલામત સ્થિતિ સુધી ન પહોંચી ગયા હોવ ત્યારે આ ચિંતા થાય છે."
લિટલ વુમન
એમાની આગામી ફિલ્મ લિટલ વુમન નામક એક પુસ્તક પર આધારિત હશે, આ ફિલ્મમાં તેની સાથે ટીમથી કેલામેટ, સેરોઇસ રોનન અને ફ્લોરન્સ પ્યુ દેખાશે.
તેણે બ્રિટિશ વોગ સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે ત્રણેય આ ફિલ્મમાં કામ કર્યું એ પહેલાંથી એકબીજાને ઓળખતાં હતાં."
અમે જુદા-જુદા સમાજકાર્યનાં કાર્યો માટે એકબીજાને મળ્યાં હતાં. અમે ત્રણેય સમાજકાર્યમાં રસ ધરાવતાં હતાં. તેથી અમે એક ચળવળમાં જોડાયેલાં સાથીદારો જેવી એકતાનો અનુભવ કરી શક્યાં.
નોંધનીય છે કે એમા સંયુક્ત રાષ્ટ્રના વુમન ગુડવિલ ઍમ્બૅસેડર છે. તેમજ તેઓ હી ફોર શી એક અભિયાનનો પણ ભાગ હતાં, નોંધનીય છે કે આ અભિયાન આખા વિશ્વમાં લૈંગિક ભેદભાવ વિરુદ્ધ લડત ચલાવે છે.
તેના ભાગરૂપે તેણે નોબલ શાંતિ પુરસ્કાર દ્વારા સન્માનિત મલાલા યુસુફઝઈનો ઇન્ટરવ્યૂ કર્યો હતો.
મલાલાએ એ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એમાના કારણે જ તેઓ પોતાને 'નારીવાદી' ગણાવવા લાગ્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો