INDvSA : વિરાટ કોહલીની સાતમી બેવડી સદી, બ્રેડમૅન અને સચીન, સેહવાગનો પણ રેકૉર્ડ તોડ્યો

ઇમેજ સ્રોત, BCCI Social
વિરાટ કોહલીએ કર્યો આજ સુધી કોઈ ભારતીય ક્રિકેટરે ન કરી હોય એવી કમાલ કરી છે.
વિરાટ કોહલીએ હાલમાં પૂણે ખાતે સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મૅચમાં બેવડી સદી ફટકારીને અનેક રેકૉર્ડ તોડ્યા છે.
વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં સાતમી બેવડી સદી કરી છે. આ પહેલાં ટેસ્ટ મૅચમાં ભારતીય ખેલાડીઓમાં સૌથી વધારે બેવડી સદી વિરેન્દ્ર સહેવાગ અને સચીન તેંડુલકરના નામે હતી. આ બંનેએ ટેસ્ટ મેચોમાં છ-છ બેવડી સદી નોંધાવી હતી.
જોકે ટેસ્ટના ઇતિહાસમાં સૌથી વધારે બેવડી સદી બનાવવાનો રેકૉર્ડ ડૉન બ્રેડમૅનના નામે છે. તેમણે 12 વખત બેવડી સદી કરી છે. આ પછી કુમાર સંગાકારા અને બ્રાયન લારાએ 11 વખત આ બેવડી સદી કરી છે.
કોહલીએ કૅપ્ટન તરીકે 9મી વખત 150થી વધારે રનનો સ્કોર કરીને ઑસ્ટ્રેલિયાના ક્રિકેટર ડૉન બ્રેડમૅનનો રેકૉર્ડ તોડ્યો છે.
ડૉન બ્રેડમૅને ઑસ્ટ્રેલિયા તરફથી રમતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 150થી વધારે રન આઠ વખત બનાવ્યા હતા. જ્યારે ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ માઇકલ કલાર્ક, શ્રીલંકાના મહેલા જયવર્ધને, વિન્ડીઝના બ્રાયન લારા અને સાઉથ આફ્રિકાના ગ્રેમ સ્મિથે સાત વખત 150થી વધારે રન બનાવ્યા છે.

કોહલીએ 50મી ટેસ્ટ મેચમાં કૅપ્ટનશિપ કરી

ઇમેજ સ્રોત, Getty Images
વિરાટ કોહલીએ 50મી ટેસ્ટ મૅચમાં ભારતના કપ્તાન બન્યા હતા. તેઓ ન્યૂઝીલેન્ડના સ્ટીફન ફ્લેમિંગ, ઇંગ્લેન્ડના એલિસ્ટર કૂક અને ઑસ્ટ્રેલિયાના સ્ટીવ વો બાદ 50 ટેસ્ટ મૅચમાં કૅપ્ટનશિપ કરનાર ચોથા કૅપ્ટન બન્યા છે.
તેમણે કૅપ્ટન તરીકે ભારત તરફથી સૌથી વધારે રન બનાવ્યા છે. તેમણે સુનીલ ગાવાસ્કરને પણ છોડી દીધા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આજે 26મી ટેસ્ટ સદી નોંધાવી હતી. તેઓ ભારતના પહેલા કૅપ્ટન બન્યા છે. જેણે 40 સદી નોંધાવી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કૅપ્ટન તરીકે સૌથી વધુ સદી નોંધાવવાનો રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પોન્ટિંગના નામે છે. રિકી પોન્ટિંગે 41 સદી કેપ્ટન તરીકે નોંધાવી છે. વિરાટ કોહલી તેનાથી એક સદી દૂર છે.
30 વર્ષના વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 7000 રન પૂર્ણ કરીને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર દિલિપ વેંગેસ્કરથી આગળ નીકળી ગયા છે. વેંગેસ્કરે 6868 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીએ કૅપ્ટન તરીકે 49 મૅચમાંથી 29 મૅચ જીતી છે. મહેન્દ્ર સિંઘ ધોનીએ 60 ટેસ્ટ મૅચમાં કેપ્ટનશિપ કરી તેમાંથી 27 ટેસ્ટ મૅચ જીતી હતી.
ઓગસ્ટ મહિનામાં વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક દશકમાં 20,000 રન કરનારા ક્રિકેટ ઇતિહાસના પ્રથમ બૅટ્સમૅન બન્યા હતા.
વિરાટ કોહલીએ એક જ દશકમાં સૌથી વધારે રન બનાવવાનો રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલીએ એક દાયકામાં ત્રણે ફૉર્મેટમાં મળીને 20,502 રન કર્યા હતા. રિકી પોન્ટિંગે એક દશકમાં 18, 962 રન કર્યા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













