ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી સબમરીન આઈએનએસ ખંડેરી

રાજનાથ સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય નૌસેનાએ સ્વદેશી બનાવટની કલવરી શ્રેણીની બીજી ડીઝલ-ઇલેક્ટ્રોનિક સબમરીન 'ખંડેરી'ને સેવામાં સામેલ કરી છે.

મુંબઈમાં એક સમારોહમાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આ સબમરીનને નૌસેનામાં સામેલ કરાવી હતી. આ સબમરીનને 'આઈએનએસ ખંડેરી' નામથી પણ ઓળખવામાં આવે છે.

નૌસેનાના અધિકારીના કહેવા પ્રમાણે ખંડેરીને સરકાર સંચાલિત મઝગાંવ ડૉક લિમિટેડમાં તૈયાર કરવામાં આવી છે.

તેના કઠીન સમૃદ્રી પરીક્ષણ માટે અઢી વર્ષથી વધુનો સમય લાગ્યો હતો. નૌસેનાએ બધી ખામીઓનું સમાધાન કરીને તેને સેનામાં સામેલ કરી છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

પનડુબ્બી ખંડેરી

ઇમેજ સ્રોત, Getty Images

આ સમયે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને નૅવીના પ્રમુખ ઍડમિરલ કરમવીર સિંહે પ્રથમ સબમરીનનું નિરીક્ષણ કર્યું હતું.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું, "કેટલીક એવી તાકાતો છે, જેની હરકતો નાપાક છે."

"તેઓ કાવતરું રચે છે કે સાગરના રસ્તેથી મુંબઈમાં 26/11 જેવો હુમલો કરી શકે, પરંતુ અમે તેમને કોઈ પણ સંજોગોમાં સફળ નહીં થવા દઈએ."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

સબમરીનના કમિશનના સમારોહમાં બોલતાં રાજનાથ સિંહે કહ્યું કે ખંડેરી નામ એક ખતરનાક 'તલવાર-દાંત માછલી'થી પ્રેરિત છે, જે માછલી સાગરના તળિયે પહોંચીને શિકાર કરવા માટે જાણીતી છે.

પાકિસ્તાન પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે તેમણે આજે એ સમજવું જોઈએ કે અમારી સરકાર મજબૂત સંકલ્પ અને આઈએનએસ ખંડેરીના માધ્યમથી મોટો ઝટકો આપવા માટે સક્ષમ છે.

રાજનાથે કહ્યું, "આ બહુ ગર્વની વાત છે કે ભારતનો એવા દેશોમાં સમાવેશ થાય છે જે પોતાની સબમરીનનું નિર્માણ જાતે કરે છે."

"અમારા વિસ્તારમાં જે પણ શાંતિભંગ કરશે તેની સામે ભારતીય નૌસેના કડક કાર્યવાહી કરશે."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

તેમણે કહ્યું કે પાકિસ્તાને એ જાણી લેવું જોઈએ કે ભારતીય નૌસેના ખંડેરીના સામેલ થવાથી પહેલાં કરતાં વધુ મજબૂત થઈ છે અને સરકાર સશસ્ત્રબળોને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.

ઇમરાન ખાન પર નિશાન સાધતાં કહ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન દુનિયાના દરેક દરવાજે દસ્તક દઈ રહ્યા છે અને પોતાની મજાક ઉડાવવાનો એક પણ મોકો છોડતા નથી.

આ સબમરીન ખંડેરી આધુનિક ટેકનિકથી સજ્જ છે.

આઈએનએસ ખંડેરી આઈએનએસ કાલવરી પછી નૌકાદળમાં સામેલ થનારી બીજી સ્કોર્પિન-ક્લાસ સબમરીન છે.

ખંડેરી સબમરીનની મહત્તમ ગતિ 20 નોટિકલ માઇલ સુધી છે.

ત્રીજી સબમરીન આઈએનએસ કરંજ જાન્યુઆરી 2018માં લૉન્ચ કરવામાં આવી હતી અને હાલમાં તે સમૃદ્રી પરીક્ષણોમાંથી પસાર થઈ રહી છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો