પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે ખોટું નિવેદન આપ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના એ દાવા પર સવાલ કર્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે કાશ્મીરના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ સાથે સંકળાયેલા 58 દેશ પાકિસ્તાન સાથે છે.
ખાને ટ્વીટ કરીને લખ્યું હતું," હું માનવાધિકાર કાઉન્સિલમાં સામેલ એ 58 દેશોના વખાણ કરીશ જેમણે 10 સપ્ટેમ્બરના રોજ કાશ્મીરમાં બળપ્રયોગને રોકવા, પ્રતિબંધો હઠાવવા, કાશ્મીરીઓના અધિકારોની સુરક્ષા કરવા અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઠરાવ મુજબ કાશ્મીરના મુદ્દાના સમાધાનની માગ પર ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો સાથ આપીને અમારી માગને મજબૂત કરી છે."
જોકે, તેમના આ ટ્વીટ સામે ભારતીય વિદેશમંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે સવાલ કર્યો છે.
નવી દિલ્હીમાં એક પત્રકારપરિષદ દરમિયાન તેમણે કહ્યું, "તેઓ જે દેશની વાત કરી રહ્યા છે એ દેશોની યાદી રજૂ કરવા માટે હું તેમને સૌ પહેલાં કહીશ."
"અમારી પાસે આવી કોઈ જ યાદી નથી. તમારે એ સમજવું પડશે કે સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર કાઉન્સિલમાં ભારત અને પાકિસ્તાન સહિત 47 દેશો જ છે."
આ ઉપરાંત તેમણે પાકિસ્તાન 'લઘુમતી સમુદાયનો અવાજ દબાવવામાં આવી રહ્યો' હોવાની પણ વાત કરી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
રવીશ કુમારે કહ્યું , "સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (યૂએનએચઆરસી)માં અમારા પ્રતિનિધિમંડળે ભારતનો પક્ષ મૂક્યો છે."
તેમણે કહ્યું કે ભારતે પાકિસ્તાનના આ જૂઠાણાં અને 'તથ્યના આધારે ખોટા નિવેદન' પર જવાબ આપવાના અધિકાર હેઠળ પોતાની પ્રતિક્રિયા આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિદેશમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું , "જમ્મુ-કાશ્મીરના મુદ્દાનું રાજકીયકરણના કરવાના પાકિસ્તાનના પ્રયાસને આંતરરાષ્ટ્રીય સમુદાયે નકારી કાઢ્યો છે."
તેમણે ઉમેર્યું, "વિશ્વ સમુદાય આતંકવાદી માળખાને ટેકો આપવા અને તેને નાણાકીય મદદ કરવાની પાકિસ્તાનની ભૂમિકા વિશે જાણે છે."
"પાકિસ્તાનનું એ દુ:સાહસ છે કે તે આતંકવાદનું કેન્દ્ર છે અને માનવાધિકારના મુદ્દે વિશ્વ સમુદાય તરફથી બોલવાનો દંભ કરે છે."

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં સોશિયલ મીડિયા યૂઝર્સે ઇમરાન ખાનના આ નિવેદન પર આ રીતે પ્રતિક્રિયા આપી.
શિવ નામના એક યૂઝરે લખ્યું," શું 58 દેશોમાં બલૂચિસ્તાન, સિંધુદેશ અને પસ્તુનિસ્તાન પણ સામેલ છે?"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
એક અન્ય યૂઝર રીટાએ ઇમરાન ખાન પાસેથી આ દેશોની યાદી માગી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
અન્ય એક યૂઝરે લખ્યું, "પાકિસ્તાનમાં હાલ બધા વૈજ્ઞાનિક બની બેઠા છે. હવે ઇમરાન ખાન અને કુરૈશીએ પણ નવા 11 દેશોની શોધ કરી દીધી છે. પાકિસ્તાનના નેતૃત્વને સલામ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
તો શું ઇમરાન ખાને આ મામલે ખરેખર ક્યાંય ચૂક કરી છે?
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારની પરિષદમાં સભ્ય દેશો કેટલા છે અને તેઓ કઈ રીતે કામ કરે છે? તેની રચના કેવી હોય છે?

માનવાધિકાર પરિષદ

ઇમેજ સ્રોત, Getty Images
બીજા વિશ્વ યુદ્ધ બાદ જ્યારે 1945માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી ત્યારે યુદ્ધે વેરેલા વિનાશને જોતાં માનવાધિકારનાં રક્ષણ અને પ્રોત્સાહન માટે માનવાધિકાર કાઉન્સિલનું ગઠન કરવામાં આવ્યું.
આને 'સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પંચ'ના વિકલ્પ સ્વરૂપે જોવામાં આવી. કાઉન્સિલનો હેતુ દુનિયામાં માનવાધિકારના મુદ્દે નજર રાખવાનો હતો.
UNHCએ ઉત્તર કોરિયા, સીરિયા, મ્યાંમાર અને દક્ષિણ સુદાન જેવાં રાષ્ટ્રોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વર્ષ 2013માં ચીન, રશિયા, સાઉદી અરેબિયા, અલજીરિયા અને વિયતનામને કાઉન્સિલમાં સભ્ય બનાવવાનાં પગલાંની અન્ય માનવાધિકાર સંગઠનોએ ટીકા કરી હતી.

કેટલા સભ્ય દેશ છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ બાબતે ભારતીય વિદેશમંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જે કહ્યું તે સાચું જ છે.
હાલ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં 47 સભ્ય દેશ છે, જે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના સભ્યો દ્વારા પ્રત્યક્ષ અને ગુપ્ત મતદાન મારફતે ચૂંટવામાં આવ્યા છે.
કોઈ પણ દેશ પરિષદના સભ્ય તરીકે ત્રણ વર્ષ સુધી રહી શકે છે.
સતત બે વખત સભ્ય રહ્યા બાદ ત્રીજી વખત સભ્ય બની શકાતું નથી.
એટલે કોઈ એક દેશ સતત છ વર્ષ સુધી કાઉન્સિલનું સભ્ય રહી શકે છે.

માનવાધિકાર પરિષદમાં ભારત-પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Reuters
પાકિસ્તાન ત્રણ વર્ષ માટે 2018માં માનવાધિકાર પરિષદનું સભ્ય બન્યું અને ભારત આ વર્ષે સભ્ય બન્યું છે.
માનવાધિકાર પરિષદમાં આફ્રીકાના 13 દેશો છે. હાલમાં બુર્કીના ફાસો, કૅમરૂન, ઇરિટ્રિયા, સોમાલિયા, ટોગા, અંગોલા, ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કોંગો, નાઇજીરિયા, સેનેગલ, ઇજિપ્ત, રવાન્ડા, ટ્યૂનિશિયા અને દક્ષિણ આફ્રીકા સભ્ય દેશો છે.
એશિયા-પ્રશાંત ક્ષેત્રમાંથી આ કાઉન્સિલમાં 13 દેશ છે. જેમાં ભારત, પાકિસ્તાન બહેરીન, બાંગલાદેશ, ફિજી, ફિલીપાઇન્સ, અફઘાનિસ્તાન, નેપાળ, કતાર, ચીન, ઈરાક, જાપાન અને સાઉદી અરેબિયા છે.
અમેરિકા 2017માં માનવાધિકાર પરિષદના સભ્ય બન્યું હતું પરંતુ જૂન 2018માં પરિષદ 'રાજકીય પક્ષપાત'થી પ્રેરિત છે એવી વાત કરીને તે બહાર થયું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો