કિસાન માનધન યોજના : મોદી સરકારની એ યોજના જેમાં ખેડૂતોને પેન્શન મળશે

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પૂર્વે ઝારખંડના રાંચીમાં કેટલીક પેન્શન અને યોજનાઓની શરૂઆત કરાવી હતી.
મોદી 'કિસાન માનધન યોજના', 'પ્રધાન મંત્રી લઘુ વ્યાપારિક માનધન યોજના' અને 'સ્વરોજગાર' યોજનાની શરૂઆત કરાવી.
આ સિવાય નરેન્દ્ર મોદી દેશભરમાં 462 એકલવ્ય મૉડલ સ્કૂલનું ઑનલાઇ ખાતમૂહુર્ત કરાવશે.
મોદી સરકાર 'કિસાન સન્માન નિધિ' બાદ 'કિસાન માનધન યોજના' દ્વારા ખેડૂતો સુધી પહોંચવા માગે છે.
મે મહિનામાં મોદી સરકારે ચૂંટણી બાદ ફરી પદભાર સંભાળ્યો ત્યારે પ્રથમ જ કૅબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો.
100 દિવસમાં 1 કરોડ અને એક વર્ષમાં 10 કરોડ ખેડૂત લાભાર્થીઓને સામેલ કરવાની સરકારની યોજના છે.

શું છે કિસાન માનધન યોજના?

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતો માટે માસિક રૂ. 3,000નું પૅન્શન આપવી જોગવાઈ કરતી યોજના શરૂ કરી છે.
સરકારનો દાવો છે કે કિસાન માનધન યોજનાથી 5 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને લાભ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારની આ યોજનામાં જોડાવા માટે કોઈ ઍનરોલમૅન્ટ ફી નથી અને 18થી 40 વર્ષની ઉંમરના ખેડૂતો આ યોજનામાં સામેલ થઈ શકશે.
ખેડૂતની ઉંમરના આધારે પ્રીમિયમની રકમ નક્કી થશે. જે માસિક રૂ. 55થી રૂ. 200ની વચ્ચે રહેશે.
સામા પક્ષે કેન્દ્ર સરકાર પણ એટલી જ રકમનો ફાળો આપશે.
આ યોજના માટે આગામી ત્રણ વર્ષ દરમિયાન રૂ. 10,744 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા લાઇફ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા એટલે કે LICને આ યોજના લાગુ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

જો ખેડૂતનું મૃત્યુ થાય તો ?

ઇમેજ સ્રોત, Getty Images
જો ખેડૂતનું મૃત્યુ થાય તે પછી તેમના પત્ની (કે પતિ)ને 50 ટકા પૅન્શન મળશે.
આ માટે શરત એ છે કે મૃતક ખેડૂતના પત્ની (કે પતિ) કિસાન માનધન યોજનાના લાભાર્થી ન હોવા જોઈએ.
જો ચાલુ યોજના દરમિયાન પેન્શન યોજના લેનાર ખેડૂતનું મૃત્યુ થાય તો તેમના પત્ની (કે પતિ)એ નિર્ણય લેવાનો રહેશે કે યોજનામાં ચાલુ રહેવું કે નહીં.
જો યોજના ચાલુ રાખવા ચાહે તો નિર્ધારિત મુદ્દત સુધી નિયમિત રીતે પ્રીમિયમ ભરવાનું રહેશે.
જો મૃતકના પરિવારજન પેન્શન યોજના ચાલુ રાખવા ન માગે તો જેટલી રકમ એકઠી થઈ હોય, તેની ઉપર બૅન્કોમાં પ્રવર્તમાન વ્યાજદરને ઉમેરીને રકમ પરત કરી દેવાશે.
આ યોજનાનો લાભ મેળવવા માટે પાંચ વર્ષ સુધી નિયમિત રીતે પ્રીમિયમ ભરવાનું રહેશે, ત્યારબાદ જ યોજનામાંથી નીકળી શકાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














