IPL 2019 : વાનખેડેમાં ઋષભ પંતનું તોફાન, મુંબઈ ઇન્ડિયન્સ ઊડ્યા

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
દિલ્હી કૅપિટલ્સે ધૂંઆધાર બૅટ્સમૅન ઋષભ પંતની તોફાની ઇનિંગની મદદથી મુંબઈ ઇન્ડિયન્સને પોતાના પ્રથમ મુકબલામાં જ 37 રને હરાવી દીધું.
પંતે માત્ર 27 દડામાં અણનમ 78 રન બનાવ્યા. તેમનો દાવ સાત ચોગ્ગા અને સાત છગ્ગાથી સજ્યો.
આ જ ઇનિંગની મદદથી દિલ્હીએ મુંબઈ ઇન્ડિયન્સ સામે જીતવા માટે 214 રનનું લક્ષ્ય મૂક્યું. જેના જવાબમાં મુંબઈની ટીમ 19.2 ઓવરમાં 176 રન પર ઑલ આઉટ થઈ ગઈ.
મુંબઈ માટે અનુભવી બૅટ્સમૅન યુવરાજસિંહ 53 રન કર્યા પણ પોતાની ટીમને જીતાવી ના શક્યા.
આ પહેલાં મુંબઈને ટૉસ જીતતા દિલ્હીને બૅટિંગ માટે નોતરી. દિલ્હીની શરૂઆત સારી ના રહી અને પૃથ્વી શૉ માત્ર સાત રન બનાવીને જ ચાલતા થયા.
જોકે, શિખર ધવને 43 રન અને કૉલિન ઇનગ્રામે 47 રન બનાવી સન્માનજનક સ્કોરનો પાય નાખ્યો.

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
એ બાદ ઋષભ પંતે તોફાની દાવ રમતા દિલ્હીને 20 ઓવરમાં 6 વિકેટ સાથે 213 પર પહોંચાડી દીધું.
214 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી મુંબઈની ટીમની શરૂઆત પણ સારી ના રહી. કૅપ્ટન રોહિત શર્મા 14 અને ડિકૉક 27 રન બનાવીને આઉટ થઈ ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૉલાર્ડે 21 અને કૃણાલ પંડ્યાએ 32 રન બનાવ્યા. જોકે, મુંબઈની ટીમ 176 રન પર જ આઉટ થઈ ગઈ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












