જસ્ટિસ કાત્જૂએ કરી સ્પષ્ટતા, જસ્ટિસ સીકરીએ વર્માની બદલીમાં સરકારને સાથ કેમ આપ્યો?

ઇમેજ સ્રોત, AFP
આલોક વર્માને પદ પરથી હટાવી દેવાની ચર્ચા છે ત્યારે અનેક લોકોને એ સવાલ થઈ રહ્યો છે આલોક વર્મા મામલે ફેંસલો કરનારી ઉચ્ચ સ્તરીય સમિતિમાં ચીફ જસ્ટિસ વતી સામેલ જસ્ટિસ સીકરીએ આલોક વર્માને બદલે વડા પ્રધાન મોદીને સાથ કેમ આપ્યો?
આ મામલે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાત્જૂએ અનેક ટ્ટીટ કરીને ટિપ્પણી કરી છે. એમણે લખ્યું કે,
આલોક વર્માને હટાવી દેવાતાં મને અનેક લોકોએ ફોન કરીને જસ્ટિસ સીકરીના નિર્ણય અંગે પૂછ્યું.
મે લોકોને કહ્યું કે હું જસ્ટિસ સીકરીને સારી રીતે ઓળખું છું કેમ કે હું દિલ્હી હાઇ કોર્ટમાં એમનો ચીફ જજ હતો.
જો આલોક વર્મા સામે પૂરતા પુરાવાઓ ન હોત તો જસ્ટિસ સીકરી આ નિર્ણય ન લેત.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
હું જસ્ટિસ સીકરીને અંગત રીતે ઓળખું છું અને તેઓ કોઈથી પ્રભાવિત થતા નથી.
આ પોસ્ટ બાદ શુક્રવારે જસ્ટિસ કાત્જૂએ બીજી પણ અનેક પોસ્ટ કરી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
એમાં તેમણે કહ્યું મે આજે સવારે જ જસ્ટિસ સીકરી સાથે વાત કરી. મે એમને પૂછ્યું કે આલોક વર્માને હટાવી દેવા અંગે તમારું શું કહેવું છે. હું જસ્ટિસ સીકરીની પરવાનગીથી આ વાત સોશિયલ મીડિયામાં મુકી રહ્યો છું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જસ્ટિસ કાત્જૂના કહેવા મુજબ જસ્ટિસ સીકરીનો મત આ મુજબ હતો:
- સીવીસી(ચીફ વિજિલન્સ કમિટી) સામે જે તથ્યો આવ્યા તેમાં પ્રથમ દર્શનીય રીતે આલોક વર્મા પરના આરોપ યોગ્ય લાગ્યા.
- સીવીસીએ આલોક વર્માને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપી હતી.
- આ પુરાવાઓને આધારે જસ્ટિસ સીકરીએ કહ્યું કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થઈ જાય અને અંતિમ નિર્ણય ન આવી જાય ત્યાં સુધી આલોક વર્માએ સીબીઆઈના વડા તરીકે ન રહેવું જોઇએ અને તેમની અન્ય સ્થળે બદલી કરવી જોઇએ.
- હવે જે સુનાવણીમાં આલોક વર્માની ગેરહાજરીનો સવાલ છે તેમાં નિયમ એ છે કે આરોપીની ગેરહાજરીમાં પણ તેને સસ્પેન્ડ પણ કરી શકાય છે.
- ફકત ડિસમિસ કરવાના મામલામાં સુનાવણીમાં આરોપીની હાજરી અનિવાર્ય ગણાય છે.
- આલોક વર્માને ડિસમિસ નથી કરવામાં આવ્યા પણ બદલી કરવામાં અને એ પણ સમાન રૅન્કના પદ પર મોકલવામાં આવ્યા છે.
કાત્જૂના આ તર્ક પર લોકોએ આપી આ પ્રતિક્રિયા:

ઇમેજ સ્રોત, AFP
- @gwbush99 નામની વ્યકિતએ કાત્જૂને સવાલ કર્યો કે આરોપો આટલા ગંભીર હતા તો આલોક વર્માની બદલી કેમ કરાઈ, હવે તો તેમને પગાર સહિતની તમામ સુવિધા મળતી રહેશે.
- યશ મહેશ્વરીએ લખ્યું કે મોદી અને જસ્ટિસ સીકરીએ આલોક વર્માને સુનાવણીમાં સામેલ થવાનો મોકો કેમ ન આપ્યો.
- @tony2176 નામની વ્યકિતએ ટ્ટીટ કર્યુ કે હા આ બરાબર છે, ફક્ત રાકેશ અસ્થાના પર આરોપ હોવા છતાં કોઈ પગલા લેવામાં નહીં આવશે.
- શિવરામ લખે છે,"આ ન્યાયની અવહેલના છે. સીવીસી પર આરોપ છે. સીવીસ સ્વતંત્ર રીતે કામ નથી કરી રહ્યું."
- આ પૂર્વે ગુરુવારે રાત્રે રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું,"મોદીના મનમાં ડર હાવી થઈ ચૂક્યો છે. તેઓ રાત્રે સૂઈ નથી શકતા. તેમણે આઈએએફના 30 હજાર કરોડ રૂપિયા ચોરી કરીને અનિલ અંબાણીને આપી દીધા. સીબીઆઈ પ્રમુખ આલોક વર્માને સતત બે વખત પદ પરથી હટાવવા. સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ પોતાના જૂઠમાં ફસાઈ ચૂક્યા છે. સત્યમેવ જયતે."
- સમાચાર એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં આલોક વર્માએ કહ્યું હતું,"જુઠ્ઠાં, અપ્રમાણિત અને એકદમ હલકી કક્ષાના આરોપોને આધાર બનાવીને તેમનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. આ આરોપ પણ માત્ર એક શખ્શે લગાવ્યા છે અને તે વ્યક્તિ તેમને પસંદ નથી કરતી."
- વરીષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે બીબીસીને કહ્યું હતું,"સીબીઆઈ ડાયરેક્ટર પદ પર પરત લેવાયાના એક દિવસ બાદ વડા પ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી સમિતિએ આલોક વર્માને ફરીથી પદ પરથી દૂર કરી દીધા."
- "વર્માને બોલાવવામાં પણ ન આવ્યા. મોદીને રફાલ કૌભાંડમાં એફઆઈઆરનો ડર છે. તેઓ કોઈ પણ તપાસને રોકવા માંગે છે."
નિવૃત્તિના 20 દિવસ પહેલા ટ્રાન્સફર

ઇમેજ સ્રોત, AFP
8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આલોક વર્માને રજા પર મોકલીવાના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો.
કોર્ટના નિર્ણય બાદ 75 દિવસો પછી આલોક વર્માને તેમના પદ પર પરત લેવામાં આવ્યા.
વળી કોર્ટે આ કેસને સિલેક્શન કમિટીને મોકલી આપ્યો હતો. જેમાં વડા પ્રધાન, વિપક્ષ નેતા અને ચીફ જસ્ટિસ હોય છે.
કોર્ટે કહ્યું હતું કે આ મામલે હવે નિર્ણય આ સમિતિ જ લેશે. સમિતિની બેઠકમાં આલોક વર્માની ફાયર સર્વિસમાં બદલી કરવાનો નિર્ણય લેવાયો હતો અને ત્યારબાદ આલોક વર્માએ રાજીનામું આપી દીધું હતું.
આલોક વર્મા 31 જન્યુઆરીએ સીબીઆઈ ડાયરેક્ટર પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














