'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નામની કલાકારો પર કેવી અસર?

"કોઈ બાળક જન્મે ત્યારે તેનું નામ રાખવામાં આવે છે. મારી સાથે પણ 2008માં આવું થયું. 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'એ છેલ્લાં દસ વર્ષથી મારી ઓળખ માસ્તર ભીડે તરીકે દુનિયા સમક્ષ ઊભી કરી છે," આ શબ્દો છે મંદાર ચાંદવલકર ઉર્ફે આત્મારામ તુકારામ ભીડેના.

આ નામ સંભળાય એટલે તરત જ યાદ આવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલની. એ સાથે જેઠાલાલ, દયાભાભી, બબીતાજી, ભીડે, સોઢીનું 'ગોકુલધામ' નજર સામે તરવરી ઊઠે.

જુલાઈ, 2008થી શરૂ થયેલી આ સીટકૉમ (પરિસ્થિતિ પર આધારિત કોમેડી) ગુજરાતી લેખક તારક મહેતાની કોલમ 'દુનિયાને ઊંધા ચશ્મા' પરથી બનાવવામાં આવી છે.

બીબીસી સાથેની વાતચીતમાં મંદાર, ગુરુચરણસિંઘ અને કવિકુમારે આ સિરિયલ વિશેના અને અંગત જિંદગીના અનુભવ શૅર કર્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો