અમદાવાદ: તમે આ અઠવાડિયામાં કેટલી સિગારેટ પીધી?

મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, શાહદાબ નિઝામી અને ધ્રુવ નેનવાણી
    • પદ, બીબીસી વિઝ્યુઅલ ગ્રાફિક્સ ટીમ

દિલ્હીમાં શ્વાસ લેવો એટલે દૈનિક સરેરાશ 11 સિગારેટ પીવા બરાબર છે, જ્યારે અમદાવાદમાં શ્વાસ લેવો એટલે ચાર સિગારેટનો ધૂમાડો શરીરની અંદર લેવો.

પાંચમી નવેમ્બરના રોજ ભારતની રાજધાની દિલ્હીએ જાણે પ્રદૂષણની ચાદર ઓઢી લીધી હતી. અમુક વિસ્તારોમાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના માપદંડો કરતા પ્રદૂષણ 30 ગણું વધારે વધી જવાથી વિઝિબ્લિટીના પ્રશ્નો પણ થયા હતા.

ઍર ક્વૉલિટી વૅધર ફૉરકાસ્ટિંગ ઍન્ડ રિસર્ચ વેબસાઈટના ડેટા મુજબ, ફેફસામાં અંદર સુધી જતા પર્ટિક્યુલેટ મેટર (પીએમ 2.5) એ દિલ્હીના અમુક વિસ્તારોમાં 700 માઇક્રોગ્રામ દર ક્યુબિક મીટર સુધી પહોંચે છે. પીએમ 2.5 એ 15µg/m3 અને 91µg/m3થી ઉપર હવાની ગુણવત્તાને ખરાબ ગણવામાં આવે છે.

અમુક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીની હવામાં શ્વાસ લેવો એ હદે ભયાનક છે કે દિવસની 30 સિગારેટ પીવા બરાબર છે. અમે આ ડેટાની નોંધ લઈને ચકાસ્યું કે શું આ દાવો સાચો છે કે નહીં.

તમારા શહેર પર ક્લિક કરીને જાણો કે ગત અઠવાડિયે પ્રદૂષણનાં કારણે તમે કેટલી સિગારેટનો ધૂમાડો શ્વાસમાં લીધો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો