You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કરુણાનિધિની તબિયત અંગે મેડિકલ બુલેટિન બહાર પડાયું
તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના પ્રમુખ એમ. કરુણાનિધિના સ્વાસ્થ્ય પર ચેન્નઈની કાવેરી હૉસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટર્સની ટુકડી નજર રાખી રહી છે. તેમની તબિયત લથડતાં બે દિવસથી તેઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કાવેરી હૉસ્પિટલે રવિવાર રાત્રે 9.50 વાગ્યાની આસપાસ એક મેડિકલ બુલેટિન જાહેર કર્યું હતું જેમાં તેમની સ્થિતિ સામાન્ય હોવાનું જણાવાયું છે.
મેડિકલ બુલેટિનમાં લખેલું છે, "ડીએમકે અધ્યક્ષ અને તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. એમ. કરુણાનિધિનું સ્વાસ્થ્ય કથડ્યું હતું પરંતુ સારવારની મદદથી તેમની સ્થિતિ સામાન્ય થઈ રહી છે."
હૉસ્પિટલે એવી પણ માહિતી આપી છે કે નિષ્ણાંત ડૉક્ટરોની ટુકડી તેમની કાળજી લઈ રહી છે અને તેમની સારવાર કરી રહી છે.
વરિષ્ઠ પત્રકાર ઇમરાન કુરેશી મુજબ 94 વર્ષના કરુણાનિધિ લાંબા સમયથી બીમાર હતા. 28 જુલાઈના રોજ લગભગ 1.30 વાગ્યે તેમને ચેન્નઈની હૉસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં ખસેડાયા હતા.
આ પહેલાં તેમના નિવાસ સ્થાને તેમની સારવાર કરવામાં આવી રહી હતી.
રવિવારના રોજ તેમની તબિયતની ખબર મળતા તેમના સમર્થકો હૉસ્પિટલ બહાર એકઠા થઈ ગયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર