મૂડીઝે કરેલું બ્રેક્ઝિટનું મૂલ્યાંકન 'આઉટડેટેડ': બ્રિટન

ઇમેજ સ્રોત, Reuters
યુ.કેના જાહેર નાણાકીય ખર્ચ અંગે ચિંતા અને બ્રેક્ઝિટથી બ્રિટનના આર્થિક વૃદ્ધિ દરને નુકશાન થશે તેવી ભીતિને પગલે ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ યુ.કેનું રેટિંગ ઘટાડી દીધું છે.
મુખ્ય વૈશ્વિક રેટિંગ એજન્સીઓમાંની એક એવી મૂડીઝે યુ.કેનું રેટિંગ Aa1થી ધટાડી Aa2 કરી નાંખ્યુ છે.
મૂડીઝ અનુસાર, જ્યારે યુ.કેનું દેવું ઓછું કરવાની યોજના પહેલાથી જ યોગ્ય દિશામાં નથી. તેવા સમયે યુરોપિય સંઘમાંથી નીકળી જવું અર્થવ્યવસ્થા મામલે અનિશ્ચિતતા સર્જનારું છે.
જો કે, સરકારનું કહેવું છે કે મૂડીઝે કરેલું બ્રેક્ઝિટનું મૂલ્યાંકન 'આઉટડેટેડ' છે.
અન્ય મુખ્ય રેટિંગ એજન્સી ફિચ અને એસ એન્ડ પીએ 2016માં યુ.કેનું રેટિંગ ઘટાડી દીધું હતું. એસ એન્ડ પીએ રેટિંગ AAAથી ઘટાડી AA કરી નાંખ્યું હતું.
જ્યારે ફિચે તે AA+થી ઘટાડી AA કરી દીધું હતું.

ઇમેજ સ્રોત, NIKLAS HALLE'N
મૂડીઝે કહ્યું કે થેરેસા મેની સરકારે દબાણને વશ થઈને કેટલાક સેક્ટરમાં ખર્ચા વધારી દીધા જેમાં આરોગ્ય અને સામાજીક બાબતોનો પણ સમાવેશ થાય છે.
તેના અનુસાર જે પ્રમાણે મોટા મોટો ખર્ચાઓ કરવામાં આવ્યાં છે તેની સામે એટલી આવક થવાની શક્યતા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એજન્સીના અનુસાર, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સરકાર બહુમત પણ ન મેળવી શકી જેના લીધે આર્થિક નીતિની ભાવિ દિશા ધૂંધળી લાગે છે.
એજન્સીએ એવું પણ કહ્યું કે બ્રેક્ઝિટને લીધે કાયદીકીય પ્રક્રિયાઓને અસર થવાથી નક્કર પડકારોનો સામનો કરવા માટેની ક્ષમતા મર્યાદિત રહેશે.
વળી, મુક્ત વ્યાપારના કરારો માટેની વાટાઘાટો થવામાં વર્ષો લાગી જશે અને તેથી હાલ વેપારમાં તોળાઈ રહેલી અનિશ્ચિતતા વધુ લાંબો સમય સુધી રહેશે.
એટલું જ નહિ મૂડીઝે યુ.કે.નું દેવા અંગેનું રેટિંગ પણ 'સ્ટેબલ'થી ઘટાડી 'નેગેટિવ' કરી દીધું છે.
આ અગાઉ 2013માં પણ મૂડીઝે બ્રિટનનું રેટિંગ ઘટાડ્યું હતું. અને ત્યારે તેનું ટોપનું રેટિંગ (AAA) હતું. 1978 બાદ પ્રથમ વખત યુ.કે એ ટોપ રેટિંગ ગુમાવ્યું હતું.

સરકારની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Jeff J Mitchell
આ અંગે સરકારે જણાવ્યું કે 19મી સપ્ટેમ્બરની બેઠક બાદ રેટિંગ ઘટાડવામાં આવ્યું છે.
શુક્રવારના રોજ વડાપ્રધાને તેમના ભાષણમાં બ્રેક્ઝિટનું વિઝન રજૂ કર્યું તેને અજન્સીએ ધ્યાને જ નથી લીધું.
નિવેદનમાં સરકારે કહ્યું, "વડાપ્રધાને યુરોપિયન યુનિયન સાથે યુ.કેના ભાવિ સંબંધો માટે એક મહત્વકાંક્ષી વિઝન તૈયાર કર્યું છે."
"જેમાં સ્પષ્ટ ખાતરી કરી છે કે બંને પક્ષને નવી અને યુનિક ભાગીદારીથી લાભ થાય."
" જેના આધાર પર આ ભાગીદારી સર્જાવા જઈ રહી છે તે ખુબ જ મજબૂત છે."
સરકારે કહ્યું ભાવિ પડકારો અંગે અમે સમાધાનકારી વલણ નથી અપનાવ્યું. યુ.કેના ઉજ્વલ ભવિષ્ય માટે અમે આશાવાદી છીએ.
ક્રેડિટ એજન્સીઓ રાષ્ટ્રોની અર્થવ્યવસ્થાની મજબૂતીના આધારે તેનું રેટિંગ નક્કી કરે છે.
સરકાર અથવા મોટી કંપનીઓ કઈ રીતે તેમનું દેવું ચૂકવશે તેના આધારે તેમનું રેટિંગ કરવામાં આવે છે.
રેટિંગ ઘટવાથી સરકારને આંતરરાષ્ટ્રીય બજારમાંથી ભંડોળ લેવા સામે અવરોધ સર્જી શકે છે. સૈંદ્ધાતિકરૂપે ઊંચા ક્રેડિટ રેટિંગનો અર્થ છે કે રાષ્ટ્રને ઓછા વ્યાજદરે નાણા ભંડોળ મળી શકે છે.












