દેશમાં પ્રથમ વખત આઈવીએફ વાછરડાનો જન્મ

ગાય અને નવજાત વાછરડું

ઇમેજ સ્રોત, Majidkhan Pathan

ઇમેજ કૅપ્શન, ગાયોની દેશી જાતોના સંવર્ધન માટે પણ ટેક્નોલૉજીનો ઉપયોગ થાય છે.
    • લેેખક, સંજય રમાકાંત તિવારી
    • પદ, બીબીસી હિંદી માટે

ગુજરાતની ગીર ગાય પ્રજાતિને બચાવવાની દિશામાં મોટી સફળતા મહારાષ્ટ્રમાં મળી છે. દેશમાં પહેલી વખત મોબાઈલ લૅબ ટેક્નોલૉજીથી ટેસ્ટટ્યૂબ વાછરડાનો જન્મ થયો છે.

આ સફળતાથી સ્વદેશી પ્રજાતિની ગાયોને બચાવી શકાશે તેવી આશા જાગી છે.

સામાન્ય રીતે માણસોમાં ઇન્ફર્ટિલિટીની સમસ્યા હોય ત્યારે આઈવીએફનો (ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન) સહારો લેવામાં આવે છે. હવે ગાયોની દેશી જાતોના સંવર્ધન માટે પણ ટેક્નોલૉજીનો ઉપયોગ થઈ રહ્યો છે.

પુણે નજીક ઈંદાપુરમાં વ્યવસાયે ગોપાલક માજિદ ખાન રહે છે. તેમની ગીર ગાય રતનનાં અપરિપક્વ અંડકોશ ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવ્યો. ત્યારબાદ ચોક્કસ તાપમાને ગીર સાંઢના વીર્યથી તેનું ફલન કરાવવામાં આવ્યું.

line

ગીર ગાય તેના જીવનકાળમાં 200 વાછરડાંને જન્મ આપી શકશે

ગાય સાથે કેટલાક લોકો

ઇમેજ સ્રોત, માજિદ ખાન પઠાણ

ઇમેજ કૅપ્શન, ગિર ગાય રોજનું 20 લીટર દૂધ આપે છે.

માજિદ ખાન કહે છે, "સ્થાનિક પ્રજાતિની ગાયો દૈનિક દસ લિટર દૂધ આપે છે. જ્યારે ગીર ગાયો રોજનું 20 લિટર દૂધ આપે છે."

તેઓ કહે છે, "દેશી પ્રજાતિની ગાયોને બચાવવી હોય તો આઈવીએફ સિવાય કોઈ વિકલ્પ નથી. ગીર ગાય તેના જીવનમાં 10-12 વાછરડાંને જન્મ આપી શકે છે.

જ્યારે આઈવીએફ તથા સરોગસી દ્વારા જીવનકાળમાં 200 જેટલા વાછરડાં પેદા થઈ શકે છે."

વારંવાર નિષ્ફળતા બાદ સફળતા મળી હોવાથી તથા ડૉ. વિજયપત સિંઘાનિયાના ટ્રસ્ટે સહાય કરી હોવાથી માજિદ ખાને વાછરડાનું નામ 'વિજય' રાખ્યું છે.

જે.કે. ટ્રસ્ટના સીઈઓ ડૉ. શ્યામ ઝંવરના કહે છે, "ચાલુ વર્ષે આઈવીએફ દ્વારા બે હજાર વાછરડાં પેદા કરવાનું લક્ષ્યાંક છે. આ પદ્ધતિથી 'પુંગનુર' અને 'થારપારકર' ગાયોને બચાવવા પ્રયાસરત છીએ."

line

આ વર્ષે બે હજાર ગર્ભાધાનનું લક્ષ્ય

વાછરડા સાથે સ્થાનિકો

ઇમેજ સ્રોત, Majidkhan pathan

ઇમેજ કૅપ્શન, ગીર ગાય તેના જીવનકાળ દરમિયાન 10-12 વાછરડાંને જન્મ આપી શકે છે.

પશુ ચિકિત્સક અને વૈજ્ઞાનિક ડૉ. શ્યામ ઝંવર જે.કે. ટ્રસ્ટના સીઈઓ અને ડૉ. વિજયપત સિંઘાનિયા તેના અધ્યક્ષ છે.

1974માં પશુ ચિકિત્સા શાસ્ત્રમાં ગ્રેજ્યુએટ ડૉ. શ્યામે ઘેટાં-બકરાં અને ગૌવંશમાં ભ્રૂણ પ્રત્યારોપણ પર મહાશોધ નિબંધ લખ્યો. આ વિષય પર તેમણે દેશમાં પહેલી વખત પીએચડીની ડિગ્રી હાંસલ કરી છે.

ડૉ. ઝંવર જણાવે છે કે આ વર્ષે આઈવીએફ દ્વારા આશરે બે હજાર ગર્ભાધાનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમના કહેવા પ્રમાણે, ચાર આઈવીએફ મોબાઈલ લૅબ છે. દરેકની કિંમત આશરે એક કરોડ રૂપિયા છે.

line

પૂંગનૂર જાતિની ગાયોના સંવર્ધનનો પ્રયાસ

ગાયનો ફોટો

ઇમેજ સ્રોત, Majidkhan pathan

ઇમેજ કૅપ્શન, દેશી પ્રજાતિની ગાયોને બચાવવાનું આ એક પગલું છે

ડૉ. ઝંવરે જણાવ્યું કે અમે તિરુપતી પાસે 33 ઇંચ ઊંચાઈ ધરાવનારી ગાયની જાતિ 'પૂંગનૂર'ની આઈવીએફ મોબાઈલ લૅબ ટેક્નોલૉજી દ્વારા વધારવા માટે કાર્યરત છીએ.

'પૂંગનૂર' ગાયો દુનિયામાં ગાયની સૌથી નાની પ્રજાતિઓમાંથી એક હોવાનું માનવામાં આવે છે.

આ પ્રજાતિની 2 હજાર જેટલી જ ગાયો બચી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુને અમે પ્રેઝન્ટેશન આપ્યું. ત્યારબાદ આંધ્ર યુનિવર્સિટીએ અમને આ કામ સોંપ્યું.

ભારત સરકારે રાષ્ટ્રીય ગોકુલ મિશન દ્વારા દેશી ગાયોની ગીર, થારપારકર જેવી પ્રજાતિ પર મોટાપાયે કાર્ય શરૂ કર્યું છે. હવે મહારાષ્ટ્ર સરકાર પણ તેમાં રસ લઈ રહી છે.

પૂણે પાસે 'થારપારકર' પ્રજાતિની ગાયોની સંખ્યા વધારવાના અણ્ણા ભરેકર કાર્યરત છે. તેમણે પણ જે.કે. ટ્રસ્ટના ડૉ. ઝંવરની મોબાઈલ લૅબ ટેક્નોલૉજીનો સહારો લીધો છે.