ભારતમાં કુપોષણ : બાળકોની ઊંચાઈ ઓછી રહી જવાનો જ્ઞાતિના ભેદભાવ સાથે શું સંબંધ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
દાયકાઓથી ચાલી રહેલા જ્ઞાતિ ભેદભાવને કારણે, સબ-સહારા આફ્રિકાની તુલનામાં ભારતમાં બાળકોના અપૂરતા વિકાસ (સ્ટંટિંગ)નો દર ઊંચો હોવાનું એક નવા સંશોધનમાં બહાર આવ્યું છે.
આ બંને પ્રદેશમાં વિશ્વનાં પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકોની 44 ટકા વસ્તી છે, પરંતુ આ પ્રદેશોમાં વિશ્વનાં કુલ સ્ટંટેડ બાળકો પૈકીનાં આશરે 70 ટકા બાળકો છે, જે કુપોષણનો મુખ્ય સંકેત છે.
તાજેતરનાં વર્ષોમાં બંને પ્રદેશોએ આ સમસ્યાના નિવારણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ભારતમાં તેનો દર 35.7 ટકા છે, જ્યારે સમગ્ર સબ-સહારન આફ્રિકાના 49 દેશોમાં તેની સરેરાશ 33.6 ટકા છે. સબ-સહારન દેશો એવા દેશો છે જ્યાં દુનિયામાં સૌથી વધુ ગરીબી રહી છે.
બાળકની અપેક્ષિત ઊંચાઈ તેની વયના પ્રમાણમાં ઓછી હોય ત્યારે તેને સ્ટન્ટેડ ગણવામાં આવે છે. તે પોષક તત્ત્વોના નિર્ણાયક અભાવની સ્પષ્ટ નિશાની હોય છે.
જોકે, અશોકા યુનિવર્સિટીનાં અશ્વિની દેશપાંડે અને મલેશિયાની મોનાશ યુનિવર્સિટીના રાજેશ રામચંદ્રન દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માત્ર ઊંચાઈ પર અથવા ભારતીય બાળકોની ઊંચાઈ સબ-સહારન બાળકો કરતાં શા માટે ઓછી છે તેના પર જ ધ્યાન કેન્દ્રીત કરવાથી ભારતમાં બાળ કુપોષણમાં સામાજિક ઓળખ તથા ખાસ કરીને જ્ઞાતિની મહત્ત્વપૂર્ણ ભૂમિકાની અવગણના થાય છે.
બે વર્ષની વય સુધીમાં બાળકના મસ્તિષ્કના 80 હિસ્સાનો વિકાસ થઈ જાય છે

ઇમેજ સ્રોત, Getty Images
બાળકોનાં જીવનના પહેલા 1,000 દિવસને "સ્વર્ણિમ સમયગાળો" કહેવામાં આવે છે. આ સમયગાળો બહુ મહત્ત્વનો હોય છે. બે વર્ષની વય સુધીમાં બાળકના મસ્તિષ્કના 80 હિસ્સાનો વિકાસ થઈ જાય છે, જે તેની આજીવન ક્ષમતાનો પાયો નાખે છે.
આ પ્રારંભિક વર્ષોમાં સ્વાસ્થ્ય સેવા, સારા પોષણ, પ્રારંભિક શિક્ષણ અને સલામત વાતાવરણની સુવિધા બાળકના ભવિષ્યને આકાર આપે છે.
ભારત અને સબ-સહરા આફ્રિકા બંનેમાં મધ્યમ વર્ગ, યુવા વસ્તી અને મહત્ત્વપૂર્ણ કાર્યદળ ક્ષમતામાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બંનેની લાંબા સમયથી સરખામણી થતી રહી છે. વિશ્વ બૅન્કે 2021માં જણાવ્યું હતું, "સબ-સહરા આફ્રિકા અને ભારત સહિતના દક્ષિણ એશિયામાં વિશ્વના કુલ લોકો પૈકી 85 ટકા ગરીબો છે," જે ગરીબી અને વિકાસના સમાન પડકારોને રેખાંકિત કરે છે.
સંશોધકોએ અધિકૃત આંકડાઓનો ઉપયોગ કરીને ભારત તથા સબ-સહરા આફ્રિકાના 19 દેશો વચ્ચેના સ્ટંટિંગના તાજેતરના અંદાજોને ધ્યાનમાં લીધા હતા.
33 ટકા બાળકોનું વજન પણ ઓછું છે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અધિકૃત આંકડા દર્શાવે છે કે ભારતનાં 137 મિલિયન બાળકોમાંથી પાંચ વર્ષથી ઓછી વયનાં 35 ટકાથી વધુ બાળકો સ્ટંટેડ છે, 33 ટકા બાળકોનું વજન પણ ઓછું છે. વૈશ્વિક સ્તરે પાંચ વર્ષથી ઓછી વયના સ્ટંટેડ બાળકોનું પ્રમાણ 22 ટકા છે.
સંશોધકોએ ભારતમાં સમાજમાં રીતે વ્યાપક રીતે વંચિત છ જૂથોની તપાસ કરી હતી. તેમાં દૂરના વિસ્તારમાં રહેતા આદિવાસીઓ અને અગાઉ અસ્પૃશ્ય તરીકે ઓળખાતા દલિતોનો સમાવેશ થાય છે. પાંચ વર્ષથી ઓછી વયનાં કુલ બાળકો પૈકીનાં 33 ટકા આ જૂથોનાં છે.
અર્થશાસ્ત્રીઓ શોધી કાઢ્યું હતું કે ભારતમાં ઉચ્ચ-ક્રમાંકિત, જેમની સાથે ભેદભાવ ન થતો હોય તેવાં જ્ઞાતિ જૂથોનાં બાળકોનું પ્રમાણ 27 ટકા છે, જે સબ-સહરા આફ્રિકાના દર કરતાં નોંધપાત્ર રીતે ઓછું છે.
તેમણે એ પણ શોધી કાઢ્યું હતું કે નીચલી જ્ઞાતિનાં બાળકોની સરખામણીએ ભારતમાં ઉચ્ચ-ક્રમાંકિત જ્ઞાતિ જૂથોનાં બાળકોમાં સ્ટંટિંગની શક્યતા 20 ટકા ઓછી છે.
જન્મક્રમ, સ્વચ્છતાની પ્રથા, માતાની ઊંચાઈ, ભાઈ-બહેનોની સંખ્યા, શિક્ષણ, એનિમિયા અને પરિવારની સામાજિક-આર્થિક પરિસ્થિતિ જેવા પરિબળોને ધ્યાનમાં લીધા પછી પણ આ તારણ નોંધપાત્ર છે.
સાત દાયકાની સકારાત્મક કાર્યવાહી છતાં ભારતમાં ચાર વર્ણની જ્ઞાતિ વ્યવસ્થાના મૂળિયાં ઊંડે સુધી ફેલાયેલાં રહ્યાં છે.
લેખકો કહે છે, "ભારતમાં સારા વર્ગનાં બાળકોને સારી કૅલેરીયુક્ત આહાર મળે છે અને તેમને સારી સ્વાસ્થ્ય સુવિધા મળે છે તે જોતાં આ બાબત આશ્ચર્યજનક ન ગણવી જોઈએ."
ભારતીય બાળકોમાં સ્ટંટિંગના ઊંચા દર પાછળનાં કારણોએ વર્ષોથી એક જટિલ ચર્ચા જગાવી છે.
કેટલાક અર્થશાસ્ત્રીઓ દલીલ કરે છે કે તફાવત આનુવાંશિક છે. ભારતીય બાળકોની ઊંચાઈ આનુવાંશિક રીતે જ ઓછી હોય છે.
અન્ય લોકો માને છે કે છેલ્લી ઘણી પેઢીઓથી પોષણમાં થયેલા ઐતિહાસિક સુધારાને કારણે, આનુવાંશિક ગણાતો ઊંચાઈનો તફાવત લગભગ નાબૂદ થઈ ગયો છે.
છોકરીઓની સ્થિતિ છોકરાઓ કરતાં વધુ ખરાબ છે

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે વિવિધ વૈશ્વિક ધોરણોના સંદર્ભમાં છોકરીઓની સ્થિતિ છોકરાઓ કરતાં વધુ ખરાબ છે.
તમામ સામાજિક જૂથોમાં બાળકોના અપૂરતા વિકાસના પ્રમાણમાં ઘટાડો થયો છે. 2022ના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આરોગ્ય તથા સારા પોષણ, ઘરની પરિસ્થિતિ અને માતૃત્વ સંબંધી પરિબળોમાં સુધારાને કારણે ચાર ભારતીય રાજ્યોમાં સ્ટંટિગમાં ઘટાડો થયો છે. (1992-93ના કેન્દ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ મુજબ, ભારતમાં પાંચ વર્ષથી ઓછી વયનાં 50 ટકાથી વધુ બાળકો સ્ટંટેડ હતાં).
આદિવાસીઓ જેવા હાંસિયામાં ધકેલાઈ ગયેલાં જૂથોનાં બાળકો વધુ કુપોષિત હોવાની શક્યતા છે.
આફ્રિકામાં 2010થી સ્ટંટિંગના દરમાં ઘટાડો થયો છે, પરંતુ કુલ પ્રમાણમાં વધારો થયો છે.
અલબત, ખાસ કરીને ભારતમાં ગરીબ પરિવારોનાં બાળકો, ઓછી શિક્ષિત માતાઓનાં અથવા હાંસિયામાં ધકેલાઈ ગયેલાં જૂથોનાં બાળકોમાં સ્ટંટિંગની શક્યતા હોય છે.
લેખકોના જણાવ્યા મુજબ, "ભારત અને સબ-સહારન આફ્રિકન બાળકોની ઊંચાઈના તફાવતની ચર્ચામાં સામાજિક ઓળખની ભૂમિકા, ખાસ કરીને જ્ઞાતિની સ્થિતિની અવગણના કરવામાં આવી છે."
"ભારતમાં બાળ પોષણના ભારણને સમજવા માટે આ એક નિર્ણાયક પરિમાણ છે."
આ વિશ્લેષણમાં વસ્તી વિષયક અને આરોગ્ય સર્વેક્ષણોના આંકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેમાં ભારતના 2019-21ના નવીનતમ ડેટાનો અને સબ-સહારન આફ્રિકા માટે 2015 પછીના સર્વેક્ષણો સાથેના 19 દેશોના ડેટાનો સમાવેશ થાય છે.
ડેટાસેટમાં ભારતના પાંચ વર્ષથી ઓછી વયનાં 1,95,024 બાળકો અને સબ-સહારન આફ્રિકાનાં 2,02,557 બાળકોનાં શરીરનાં ભૌતિક પરિમાણો અને રચના સંબંધી માપને આવરી લેવામાં આવ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












