ઈશાન કિશનની રેકૉર્ડતોડ બેવડી સદી, બૉલરોના પ્રદર્શનથી ભારતનો બાંગ્લાદેશ સામે વિજય

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ ખાતે ઝહુર અહમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાયેલ ત્રીજી વનડે મૅચમાં ભારતના જંગી 410 રનના સ્કોર સામે બાંગ્લાદેશનો કારમો પરાજય થયો હતો.
ત્રણ મૅચની સીરિઝમાં ભારતીય ટીમ અગાઉથી જ બે મૅચ ગુમાવી ચૂકી હતી, આમ, તે ત્રીજી મૅચમાં ‘વ્હાઇટવૉશથી બચવા’ અને ‘શાખ બચાવવા’ માટે ઊતરી હતી.
મૅચમાં પ્રથમ બૅટિંગ કરતાં ભારતીય ટીમ વતી ઈશાન કિશન માત્ર 131 બૉલમાં 210 રન ફટકાર્યા હતા. સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન વિરાટ કોહલીએ પણ માભ 91 બૉલમાં 113 રનની ઇનિંગ રમી હતી. બંને દિગ્ગજોની ઇનિંગના દમ પર ભારત આઠ વિકેટ પર 409 રન બનાવી શક્યું હતું.
તેની સામે બાંગ્લાદેશની ટીમ 34 ઓવરમાં 182 રનના સ્કોરે ઑલ આઉટ થઈ ગઈ હતી. આમ, બાંગ્લાદેશની ટીમનો 227 રને કારમો પરાજય થયો હતો.
ભારતીય ટીમ તરફથી શાર્દૂલ ઠાકુરે 30 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે અક્ષર પટેલ 22 રન આપી બે વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
ભારતના ઓપનિંગ બૅટ્સમૅન ઈશાન કિશને બાંગ્લાદેશની સામે શાનદાર 210 રન બનાવ્યા છે.
આ તેમની વનડેની પ્રથમ બેવડી સદી છે. ઈશાને વનડેમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકૉર્ડ પોતાને નામ કર્યો છે.
ઈશાનની પહેલાં ભારત તરફથી સચીન તેંડુલકર, વિરેન્દ્ર સહવાગ અને રોહિત શર્મા વનડેમાં બેવડી સદી ફટકારી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈશાને પોતાની તોફાની બેવડી સદી 131 રનમાં ફટકારી. તેમણે 24 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા.
ઈશાન કિશન તસકીન અહેમદના બૉલ પર આઉટ થયા હતા.

ભારતીય બૅટરો ફોર્મમાં આવવાથી પ્રસંશકોને રાહત

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશના ચટગાંવમાં રમાઈ રહેલી ત્રીજ વનડે મૅચમાં ભારતીય ટીમે પહેલાં બેટિંગ કરતી વખતે અનેક રેકૉર્ડ બનાવ્યા છે.
ભારત તરફથી ઈશાન કિશને 210 રન સાથે બેવડી સદી ફટકારી.
આ વનડે ક્રિકેટ ઇતિહાસની સૌથી ઝડપી બેવડી સદી છે.
ઈશાન કિશને 131 બૉલમાં 210 રન બનાવ્યા.
વિરાટ કોહલીએ પણ આ મૅચમાં પોતાની 44મી સદી ફટકારી. વિરાટે ત્રણ વર્ષથી વધુ સમય બાદ વન ડે મૅચમાં સદી ફટકારી.
વિરાટ કોહલી 85 બૉલમાં 103 રન બનાવીને નૉટ આઉટ થયા. તેમણે 11 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા.
ભારતે 38.4 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 329 રન બનાવ્યા. વિરાટે આની પહેલાં ઑગસ્ટ 2019માં વનડેમાં સદી ફટકારી.
બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે મૅચની સીરિઝ ભારત પહેલાં જ 2-0થી હારી ગયું છે.
પરંતુ અંતિમ મૅચમાં ભારતના બૅટ્સમૅને ફૉર્મમાં પાછા આવીને પ્રશંસકોને રાહત આપી છે.

"અમને તમારા પર ગર્વ છે"
ભારતીય ક્રિકેટ ટીમમાંથી બેવડી સદી ફટકારનાર ચાર ખેલાડીઓ પૈકીના દિગ્ગજ પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સહેવાગે ટ્વીટ કર્યું, "આ જ રીત છે. ઈશાંત કિશન તરફથી સુંદર પ્રદર્શન. આ જ પ્રકારનો અભિગમ ભારતીય ટીમને આગળ લઈ જશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ઇશાન કિશન જોડાયા 200 રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં

જ્યારે ઇરફાન પઠાણે કહ્યું, "ઈશાન કિશન #200 દ્વારા ઉત્કૃષ્ટ શોટ પસંદગી સાથે અવિશ્વસનીય ઇનિંગ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
પૂર્વ ક્રિકેટર વેંકટેશ પ્રસાદે ટ્વીટ કર્યું, "ઈશાન કિશનને નમન. રમતના ઇતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી. ભારતીય ટીમે આ જ અભિગમ અપનાવવો પડશે. ક્યારેક એ કામ નહીં લાગે પરંતુ આ અભિગમ યોગ્ય છે. જોવાનો આનંદ મળ્યો."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
મુંબઈ ઇન્ડિયન્સે ટ્વીટ કર્યું, "ખરેખર 'ધાગા ખોલ દિયે આજ' ઈશાન કિશન." પુરુષોની વનડે મૅચમાં બેવડી સદી ફટકારનાર ચોથા ખેલાડી બન્યા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4

અક્ષત નામના એક ટ્વીટર યુઝરે કહ્યું, "ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ માટે અદભુત દિવસ. ઈશાન કિશન અને વિરાટ કોહલીએ આપણને વહેલી ક્રિસમસ ગિફ્ટ આપી છે. ઓડીઆઈ નિરાશાજનક નથી."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
ચંદનકુમાર નામના એક યુઝરે ટ્વીટ કર્યું કે "વનડે ઇતિહાસના અત્યાર સુધીની સૌથી ઝડપી બેવડી સદી ફટકારીને બિહારના લાલ ઈશાન કિશને ઇતિહાસ રચી દીધો છે. ખુબ ખુબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ ઈશાન. અમને તમારા પર ગર્વ છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6