ઇલેક્ટોરલ બૉન્ડ અંગે SBIએ માહિતી જાહેર કરી હોવા છતાં સુપ્રીમ કોર્ટે નોટિસ કેમ પાઠવી?

ઇમેજ સ્રોત, Getty Images
ઇલેક્ટોરલ બૉન્ડ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આજે, 15 માર્ચે, કેન્દ્રીય ચૂંટણી પંચને ઇલેક્ટોરલ બૉન્ડના યુનિક (આલ્ફાન્યૂમેરિક) નંબર વિશે માહિતી આપવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે આ માટે 17 માર્ચ એટલે કે રવિવાર સુધીનો સમય આપ્યો છે.
બૉન્ડનો યુનિક નંબર જાહેર ન કરવાની ગંભીર નોંધ લેતા સુપ્રીમ કોર્ટે એસબીઆઇને નોટિસ પાઠવી છે.
કોર્ટે એસબીઆઈ વતી હાજર રહેલા વકીલ સંજય કપૂરને કહ્યું કે એસબીઆઈએ સોમવાર સુધીમાં આ નોટિસનો જવાબ આપવો પડશે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે એસબીઆઈએ બૉન્ડ નંબર જારી કર્યા નથી, જ્યારે એસબીઆઈએ તેનાથી સંબંધિત તમામ માહિતી આપવાની હતી.
અગાઉ, બીજી બાજુના વકીલો, કપિલ સિબ્બલ અને પ્રશાંત ભૂષણે કોર્ટને જણાવ્યું હતું કે એસબીઆઈ દ્વારા આપવામાં આવેલા ડેટા, જે 14 માર્ચે પ્રકાશિત કરવામાં આવ્યા હતા, તેમાં ચૂંટણી બોન્ડના આલ્ફાન્યૂમેરિક નંબરો નથી.
બંનેએ કહ્યું કે કોર્ટના આદેશ મુજબ એસબીઆઈએ આ નંબરો જાહેર કરવાના હતા.
લોકસભા ચૂંટણીથી પહેલા ચૂંટણીપંચએ ઇલેક્ટોરલ બૉન્ડથી જોડાયેલ આંકડા તેમની વેબસાઈટ પર રજુ કર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
763ની બે યાદીમાંથી એક પર બૉન્ડ ખરીદનારની માહિતી છે તો બીજી યાદીમાં કયા રાજકીય પક્ષોને બૉન્ડ મળ્યા છે તેની વિગતો છે.
સુપ્રીમ કોર્ટે રાજકીય દાન માટે શરુ કરવામાં આવેલા ઇલેક્ટોરલ બૉન્ડને ગેરબંધારણીય જાહેર કાર્ય હતા અને ચૂંટણીપંચને તેમની વેબસાઈટ પર વિગતો જાહેર કરવા કહ્યું હતું. જે ચૂંટણી પંચે જાહેર કર્યા બાદ ચૂંટણી ફંડિંગ પરથી મોટો પડતો ઉઠ્યો હતો.
પરંતુ હજી પણ એ જાણી શકાયું નથી કે કઈ પાર્ટીને કેટલું દાન મળ્યું છે.
ચૂંટણીપંચની વેબસાઈટ પર એ માહિતી મુકવામાં આવી છે કે કોણે કેટલાના બૉન્ડ ખરીદ્યા અને કઈ પાર્ટીને કેટલું દાન મળ્યું.
પરંતુ ખરીદવામાં આવેલા બૉન્ડનો યૂનિક નંબર નથી મુકવામાં આવ્યો અને ન તો તેમણે કોને આપ્યા તેની કોઈ વિગતો છે. આ માહિતીથી એ જાણવા મળે કે કોણે કઈ રાજકીય પાર્ટીને કેટલું દાન કર્યું છે.
ભારતીય સ્ટેટ બૅન્કએ જે આંકડા આપ્યા છે તેના અનુસાર એક એપ્રિલ 2019થી 15 ફેબ્રુઆરી 2024ની વચ્ચે 12,156 કરોડ રૂપિયાનું રાજકીય દાન કરવામાં આવ્યું છે.
બૉન્ડ ખરીદનારા ટોચના દાતાઓએ 5830 કરોડ રૂપિયા આપીયા છે, જે કુલ રાજકીય દાનના લગભગ 48 ટકા છે.
ઇલેક્ટોરલ બૉન્ડ સ્કીમ 2018માં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરુ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું આવ્યું હતું કે આ સ્કીમથી રાજકીય ફંડિંગમાં પારદર્શકતા આવશે.
પરંતુ ફક્ત બૉન્ડ ખરીદનારાઓ અને રાજકીય પક્ષો દ્વારા મળેલા નાણાંની વિગતો પરથી એ સ્પષ્ટ નથી થતું કે કોણે કોને પૈસા આપ્યા છે. આનાથી એ પણ જાણવું શક્ય નથી કે કોઈ ચોક્કસ પાર્ટીને ફંડ કરવા પાછળ દાતાનો હેતુ શું છે.
ભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલી (હવે સ્વર્ગીય)એ 2017ના તેમના બજેટના ભાષણમાં કહ્યું હતું કે, ઇલેક્ટોરલ બૉન્ડથી ચૂંટણીના ફંડિંગમાં પારદર્શિકતા આવશે. આ પારદર્શિકતા વગર સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી મુશ્કેલ છે.
પારદર્શકતાનો કોયડો હજી ઉકેલાયો નથી

ઇમેજ સ્રોત, PRASHANT BHUSHAN/X
ઇલેક્ટોરલ બૉન્ડ સ્કીમમાં અરજદાર એડીઆર વતી કોર્ટમાં હાજર રહેલ વરિષ્ટ વકીલ પ્રશાંત ભૂષણે એક્સ પર લખ્યું હતું કે, "ચૂંટણીપંચની તરફથી ઉપલોડ કરવામાં આવેલી ઇલેક્ટોરલ બૉન્ડની માહિતીમાં સીરીયલ નંબર નથી મુકવામાં આવ્યા. આનાથી એ જાણકરી મળી શકે કે બૉન્ડસ કોણે કોને માટે ખરીદ્યા, જયારે એસબીઆઈના શપથ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, આ માહિતી અલગ-અલગ જગ્યાએ દર્જ કરવામાં આવી છે.
પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય કુરેશીએ 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં લખ્યું છે કે, "એસબીઆઈએ ચૂંટણીપંચને જે આંકડા આપ્યા છે તે ડેટાથી એ જાણવું મુશ્કેલ હશે કે કયા બૉન્ડ ખરીદનાર એ તેને કઈ પાર્ટી માટે ખરીદ્યા છે. એસબીઆઈએ આ જાણકારી આપવા માટે જૂન 2024 સુધીનો સમય માંગ્યો હતો.
કુરૈશી કહે છે કે, "સુપ્રીમ કોર્ટે એસબીઆઈને જૂન સુધીમાં આ માહિતી આપવાનો નિર્દેશ આપવો જોઈતો હતો કારણ કે દેશના લોકો આ જાણવા માગે છે. આનાથી ખબર પડશે કે સરકાર અને દેશના કોર્પોરેટ ગૃહો વચ્ચે કોઈ સાંઠગાંઠ છે કે નહીં."
કુરેશીએ લખ્યું છે કે, "આ ખુબ જ મહત્વનો મુદ્દો છે કેમકે તે રાજકીય ફંડિંગ સાથે જોડાયેલ છે, જે ચૂંટણીનો એક મહત્વનો ભાગ છે. આ મુદ્દો ભારતના લોકતંત્ર અને વિશ્વનીયતાને પ્રભાવિત કરે છે."
કુરેશી લખે છે કે, "શું સુપ્રીમ કોર્ટના નિર્ણય છતાં રાજકીય ફંડિંગમાં પારદર્શિતાની આશા ઠગારી નીવડી છે? શું આ મામલામાં હજી આપણે ત્યાં જ છીએ જ્યાં હતા? હા એ વાત સાચી છે કે 2018થી પહેલા રાજકીય ફંડિંગમાં સંપૂર્ણ અપારદર્શકતા હતી અને લગભગ 70 ટકા પૈસા કેશમાં જ આપવામાં આવતા હતા. જોકે, 20 હજાર રૂપિયાથી વધારે દાન આપવા પર ચૂંટણીપંચને બતાવવું પડતું હતું અને તેના બદલામાં ટેક્સમાં છૂટ આપવામાં આવતી હતી."
"પરંતુ ઇલેક્ટોરલ બૉન્ડ આવવાથી મામલો વધારે ગોપનીય થઇ ગયો. કોણ કોને દાન આપે છે તે જાણી જ નથી શકાતું અને એટલે જ રાજકીય પક્ષો અને દાતાઓ વચ્ચે સાંઠગાંઠની શંકાઓ ઉભી થવા લાગી છે."
એસબીઆઈ ખોટા બહાના બનાવે છે

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારના પૂર્વ નાણાં સાચીવ સુભાષ ચંદ્ર ગર્ગએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં ચૂંટણીપંચના ઇલેક્ટોરલ બૉન્ડના આંકડા પર સવાલ ઉઠાવતા કહે છે કે, આનાથી એ ખબર પડે છે કે, કોણે કેટલાના બૉન્ડ ખરીદ્યા પરંતુ કઈ પાર્ટીને કેટલી રકમ કોણે આપી એ હાજી પણ એક કોયડો છે."
એસબીઆઈ પાસે આ આંકડા પણ છે પરંતુ દર એક ઇલેક્ટોરલ બૉન્ડ અને અને જેને તે મળ્યા છે તે જોડવું એક અસંભવ કામ છે.
ગર્ગનું કેહવું છે કે, એસબીઆઈ સુપ્રીમ કોર્ટની સામે એક ખોટું બહાનું રજુ કરી રજયું છે. આમ કરી એસબીઆઈ કોર્ટને એક અશક્ય કામમાં ધકેલવા માંગે છે.
ગર્ગ કહે છે કે, "કોણે કેટલી કિંમતે બૉન્ડ ખરીદ્યા તેની માહિતી ઉપલબ્ધ છે. કયો બૉન્ડ કોણે ખરીદ્યો તે જાણી શકાયું નથી. દરેક બૉન્ડ એસબીઆઈ પાસે જ આવે છે. આવી સ્થિતિમાં, જો તમને તમામ બૉન્ડની જાણકારી મળી પણ જાય, તો પણ તમે ચોક્કસ બૉન્ડ કોણે ખરીદ્યા અને કોણે જમા કરાવ્યા તે નક્કી કરી શકશો નહીં.
"તેથી જો એસબીઆઈ કહે છે કે બૉન્ડ ખરીદનારાઓ અને તે લેનારાઓને મેચ કરવા માટે વધુ સમયની જરૂર છે, તો એસબીઆઈ ક્યારેય તે કરી શકશે નહીં. આ એસબીઆઈનું ખોટું બહાનું છે."
જો કે, એસબીઆઈ દ્વારા બૉન્ડ આલ્ફાન્યૂમેરિક કોડ ((તે બૉન્ડ પર છપાયેલ હોય છે અને તેના પરથી જાણી શકાય છે કે બૉન્ડ કોણે કોના માટે ખરીદ્યા છે) જાહેર ન કરવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ મામલામાં અરજદારો ફરી એકવાર સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે.
આ મુદ્દામાં, અરજદાર એડીઆર તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેઓ બૉન્ડ નંબર અને તે બૉન્ડ મેળવનાર પક્ષની જોડણી મેળવવા કોર્ટ જય શકે છે. આની મદદથી એ જાણી શકાશે કે કયા બૉન્ડ ખરીદનારએ કઈ પાર્ટી માટે ચોક્કસ બૉન્ડ ખરીદ્યા છે.
તેમણે કહ્યું, “એસબીઆઇનો એક યુનીક નંબર છે. અમે તેના ખુલાસાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં જઈશું. સુપ્રીમ કોર્ટના આદેશમાં આ બાબત સામેલ છે.
જયારે એડીઆરના સહ-સંસ્થાપક જગદીપ છોકરે જણાવ્યું હતું કે, "અમે આ ડેટા સાથે શું કરી શકીયે તે નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. શું એવું ન હોય શકે, આપણે વધુ માહિતી માટે પ્રશ્ન પૂછતા પહેલા આ ડેટામાંથી અન્ય કયા તારણો કાઢી શકાય છે તેના પર ભાર મૂકી રહ્યા છીએ. અમે ઉતાવળમાં કોઈ પગલું ભરીશું નહીં."
સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, ANI
ચૂંટણીપંચએ 14 માર્ચે ઇલેક્ટોરલ બૉન્ડનો ડેટા તેમની વેબસાઈટ પર સાર્વજનિક કર્યો હતો. 763 પેજની બે યાદી દર્જ કરવામાં આવતી હતી. એકમાં બૉન્ડ ખરીદનારની યાદી છે તો બીજામાં રાજકીય પક્ષોને મળેલ બૉન્ડની વિગતો છે.
12 એપ્રિલ 2019થી 11 જાન્યુઆરી 2024 સુધીનો છે. રાજકીય પક્ષોને સૌથી વધારે દાન ફ્યુચર ગેમિંગ અને હોટેલ સેવાઓએ 1368 કરોડ રૂપિયાનો બૉન્ડ ખરીદ્યો છે. આ બધા બૉન્ડ આ કંપની દ્વારા 21 ઓક્ટોબર, 2020 થી 24 જાન્યુઆરી વચ્ચે ખરીદવામાં આવ્યા હતા.
જ્યાં સુધી પક્ષોનો સવાલ છે, તો સૌથી વધારે દાન ભાજપને મળ્યું છે. તેમને 60 અજબ રૂપિયા મળ્યા છે. બીજા નંબર પર તૃણમૂલ કોંગ્રેસ છે.
ચૂંટણી બૉન્ડ્સ કેશ કરનાર પક્ષોમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, એઆઈડીએમકે , બીઆરએસ, શિવસેના, ટીડીપી, વાયઆરએસ, કોંગ્રેસ, ડીએમકે, જનતા દળ એસ, એનસીપી, જેડીયુ અને રાષ્ટ્રીય જનતા દળનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી પંચે 15 માર્ચ સુધીમાં ડેટા સાર્વજનિક કરવા જોઈએ. જો કે આ પહેલા સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાએ 12 માર્ચ 2024ના રોજ સુપ્રીમ કોર્ટમાં ડેટા જમા કર્યો હતો.
ઇલેક્ટોરલ બૉન્ડની માહિતી આપવા સંબંધિત મામલામાં એસબીઆઈની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 11 માર્ચે સુનાવણી થઈ હતી. એસબીઆઈએ સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે અમને બૉન્ડ સંબંધિત માહિતી આપવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ તેમાં થોડો સમય જોઈએ છે. તેના પર મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે તમે છેલ્લી સુનાવણી (15 ફેબ્રુઆરી)થી 26 દિવસમાં શું કર્યું?
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી પંચે 15 માર્ચ સુધીમાં ડેટા સાર્વજનિક કરવા જોઈએ. જો કે આ પહેલા સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાએ 12 માર્ચ 2024ના રોજ સુપ્રીમ કોર્ટમાં ડેટા જમા કર્યો હતો.
ઇલેક્ટોરલ બૉન્ડની માહિતી આપવા સંબંધિત મામલામાં એસબીઆઈની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 11 માર્ચે સુનાવણી થઈ હતી. એસબીઆઈએ સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે અમને બૉન્ડ સંબંધિત માહિતી આપવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ તેમાં થોડો સમય જોઈએ છે. તેના પર મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે તમે છેલ્લી સુનાવણી (15 ફેબ્રુઆરી)થી 26 દિવસમાં શું કર્યું?
સુપ્રીમ કોર્ટના પાંચ જજની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે, એસબીઆઈએ 12 માર્ચ સુધીમાં તમામ માહિતી સાર્વજનિક કરવી જોઈએ અને ચૂંટણી પંચે આ માહિતી એકઠી કરીને 15 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં પોતાની વેબસાઈટ પર મૂકવી.












