'હૉસ્પિટલો મૃતદેહોથી ઊભરાઈ રહી છે,' ઇઝરાયલના હુમલા બાદ ગાઝામાં કેવી સ્થિતિ છે?

વીડિયો કૅપ્શન, ગાઝાની હૉસ્પિટલ્સમાં થઈ રહ્યા છે મૃતદેહોના ઢગલા

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઇઝરાયલના 1400 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ગાઝાના સ્વાસ્થ્યમંત્રીના જણાવ્યા અનુસાર ઇઝરાયલની બૉમ્બવર્ષામાં અત્યારસુધીમાં 5000 પેલેસ્ટાઇનિયનો માર્યા ગયા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે 60% મૃતકો પૈકી બાળકો અને મહિલાઓ છે. મૃતદેહોનો ઢગલો થઈ રહ્યો છે. હૉસ્પિટલ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. મૃતકો માટે પ્રાર્થના થઈ રહી છે.

આ વિસ્તારમાં દૃશ્યો ભયાવહ છે. આ દૃશ્યો જોઈ શકાય તેમ નથી. એક મહિલાએ કહ્યું કે હમાસને કારણે આવું બન્યું છે. હૉસ્પિટલો ઊભરાઈ રહી છે. હૉસ્પિટલોમાં ચારે તરફ બસ મૃતદેહો જ મૃતદેહો છે.

મૃતકોની સંખ્યા એટલી બધી છે કે ગણી શકાય એમ નથી.

ગાઝાનું એક દૃશ્ય

ઇમેજ સ્રોત, Getty Images