ટ્રમ્પ પર હુમલો કરનાર થૉમસ મૅથ્યૂ ક્રુક્સ અંગે માહિતી મળી, અત્યાર સુધીમાં શું શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને આ વર્ષે થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં સામેલ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનાર થૉમસ મૅથ્યૂ ક્રુક્સ વિશે કેટલીક જાણકારી સામે આવી છે.
અમેરિકાની ટોચની તપાસ સંસ્થા એફબીઆઈએ દાવો કર્યો છે કે તેણે ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીઓ ચલાવનારા હુમલાખોરની ઓળખ કરી લીધી છે.
એફબીઆઈએ નિવેદન આપ્યું છે કે ટ્રમ્પ પર ગોળી ચલાવનારા શખ્સની ઓળખ 20 વર્ષના થૉમસ મેથ્યુ ક્રુક્સ તરીકે કરાઈ છે.
એફબીઆઈએના નિવેદનમાં જણાવાયું છે કે ક્રુક્સ બટલર (રેલીનું સ્થળ)થી 70 કિલોમીટર દૂર બેથલ પાર્કના રહેવાસી હતા. આ જગ્યા પેન્સિલવેનિયામાં જ આવેલી છે.
એજન્સીએ એવું પણ કહ્યું કે ટ્રમ્પ પર કરાયેલા હુમલાની વિસ્તૃત તપાસ ચાલી રહી છે. હુમલાખોરનો ઉદ્દેશ હજુ સુધી જાણી શકાયો નથી.
આ દરમિયાન રેલીના સ્થળની બહાર હાજર ગ્રેગે બીબીસીને જણાવ્યું કે તેમણે ટ્રમ્પને સ્ટેજ પર ચઢવાની પાંચ મિનિટ પહેલાં જ એક શંકાસ્પદ વ્યક્તિને મંચની સામેની છત ઉપર ગોઠણભેર સરકતી જોઈ હતી.
આ ઇમારત બટલરમાં રેલીના સ્થળની બહાર આવેલી છે.
ટ્રમ્પને જ્યારે ઘટનાસ્થળેથી સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા હતા ત્યારે તેમના કાન પર લોહી જોવા મળી રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પે બાદમાં જણાવ્યું, 'એક ગોળી તેમના કાનને વીંધતી નીકળી ગઈ.'
અધિકારીઓએ જણાવ્યું કે ગોળી ચલાવનારને મારી નાખવામાં આવ્યો છે. ગ્રેગે જણાવ્યું છે કે તેમણે સિક્રેટ સર્વિસના લોકોને એ શખ્સને ગોળી મારતા જોયા હતો.
રેલીમાં હાજર અન્ય એક શખ્સે જણાવ્યું કે એક બાદ એક પાંચ ગોળીઓ ફૂટ્યા બાદ રેલીમાં અફરાતફરી સર્જાઈ હતી.
ટ્રમ્પ પર હુમલો કરનાર થૉમસ મૅથ્યૂ ક્રુક્સ અંગે માહિતી મળી

ઇમેજ સ્રોત, REUTERS/AARON JOSEFCZYK
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને આ વર્ષે થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં સામેલ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનાર થૉમસ મૅથ્યૂ ક્રુક્સ વિશે કેટલીક જાણકારી સામે આવી છે.
અમેરિકામાં બીબીસીની સહયોગી સીબીએ ન્યૂઝે 20 વર્ષીય થૉમસની તસવીર શૅર કરી છે.
આ તસવીર તેમની સ્કૂલની ઈયરબુકમાંથી લેવામાં આવી છે.
ક્રુક્સ પેન્સિલ્વેનિયામાં રેલીસ્થળથી એક કલાક દૂર આવેલા બેથેલ પાર્કના રહેવાસી હતા.
આ પહેલાં બેથેલ પાર્ક હાઈસ્કૂલે પુષ્ટિ કરી હતી કે થૉમસ ક્રુક્સે 2022માં ત્યાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
થૉમસ ક્રુક્સને સુરક્ષા કર્મચારીઓએ ઘટનાસ્થળ પર જ ગોળી મારી હતી, થૉમસનું મૃત્યુ થયું હતું.
બેથેલ પાર્કમાં હાજર બીબીસી સંવાદદાતા બર્ન્ડ જેબુસ્સમાન જુનિયરે કહ્યું કે પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ થૉમસના ઘર તરફ જતા બધા જ રસ્તાઓ બંધ કરી દીધા છે અને તપાસ કરી રહ્યા છે.
બીબીસીને મળેલી જાણકારી પ્રમાણે થૉમસ પોતાના ઘરની પાસે એક સ્થાનિક નર્સિંગ હોમના રસોડામાં કામ કરતા હતા.
ઘટનાસ્થળ પરથી સુરક્ષા કર્મચારીઓને કોઈ ઓળખપત્ર મળ્યું નથી. આ માટે તેમની ઓળખાણ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
એફબીઆઈ હાલમાં હુમલા પાછળનાં કારણોની તપાસ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો, ક્યારે શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલ્વેનિયાના બટલરમાં એક રેલીને સંબોધન કરી રહ્યા હતા. એ સમયે તેમની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમના પર એક બંદૂકધારીએ ગોળી ચલાવી હતી.
આ ઘટનામાં ટ્રમ્પને સામાન્ય ઈજા થઈ છે, પરંતુ રેલીમાં આવેલા એક શખ્સનું મોત થયું અને બે લોકો ઘાયલ થયા છે. તો સિક્રેટ સર્વિસિસના અધિકારીઓએ હુમલાખોરોને ગોળી મારી દીધી.
જાણીએ કે એ સમયે શું શું થયું
- સાંજે 5 વાગ્યે: ટ્રમ્પ રેલીને સંબોધન કરવાના હતા.
- સાંજે 6 વાગ્યા 3 મિનિટ: ટ્રમ્પ લી હેઝલવૂડના ગીત 'ગૉડ બ્લેસ ધ યુએસએ'ની સાથે સ્ટેજ પર પહોંચ્યા
- સાંજે 6 વાગ્યા 11 મિનિટ: ટ્રમ્પની ચૂંટણી ભાષણ શરૂ થયા પછી ગોળી છૂટી
- સાંજે 6 વાગ્યા 12 મિનિટ: ગોળી છૂટતા સર્વિસના એજન્ટોએ પૂર્વ રાષ્ટ્રપતિને ઘેરી લીધા અને તેમને સુરક્ષિત રીતે મંચ પરથી ઉતાર્યા. આ દરમિયાન ટ્રમ્પના કાનની આસપાસ લોહી જોવા મળ્યું હતું.
- સાંજે 6 વાગ્યા 14 મિનિટ: ટ્રમ્પનો કાફલો રેલીસ્થળથી રવાના થઈ ગયો.
- સાંજે 6 વાગ્યા 42 મિનિટ: સિક્રેટ સર્વિસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ટ્રમ્પ સુરક્ષિત છે અને ઘટનાની વિસ્તૃત તપાસ કરાઈ રહી છે.
- સાંજે 7 વાગ્યા 3 મિનિટ: ટ્રમ્પના ચૂંટણી અભિયાનના પ્રતિનિધિએ માહિતી આપી કે ટ્રમ્પ સુરક્ષિત છે.
- સાંજે 7 વાગ્યા 45 મિનિટ: કાયદાકીય એજન્સીએ એ પુષ્ટિ કરી કે સંદિગ્ધ વ્યક્તિ અને રેલીમાં આવેલી એક વ્યક્તિનું મોત થયું છે.
- સાંજે 8 વાગ્યા 13 મિનિટ: અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને હુમલાની નિંદા કરી અને કહ્યું કે તેઓ જલદી ટ્રમ્પ સાથે ફોન પર વાત કરશે.
- સાંજે 8 વાગ્યા 42 મિનિટ: ટ્રમ્પે ઘટના પર પહેલું નિવેદન જાહેર કર્યું. તેમણે કહ્યું કે ગોળી તેમના જમણા કાનના ઉપરના ભાગે લાગી હતી.
- રાતે 9 વાગ્યા 33 મિનિટ: અમેરિકન જાસૂસી એજન્સી એફબીઆઈ પિટ્સબર્ગે જણાવ્યું કે તે કાનૂની એજન્સી તરીકે આ આખા મામલાની તપાસનું નેતૃત્વ કરશે.

'ઘાત લગાવીને હાજર હતો બંદૂકધારી'
ગ્રેગ રેલીના સ્થળની બહાર ટ્રમ્પનું ભાષણ સાંભળી રહ્યા હતા. ગ્રેગે જણાવ્યું કે ટ્રમ્પનું ભાષણ શરૂ થયું એની પાંચ મિનિટ બાદ તેમણે બંદૂકધારીને જોયો હતો.
ગ્રેગે જણાવ્યું, "અમે જોયું કે અમારાથી 50 ફીટ દૂર એક બંદૂકધારી શખ્સ બાજુની ઇમારતની છત પર સરકતાં આગળ વધી રહ્યો હતો. અમે સ્પષ્ટ જોઈ રહ્યા હતા કે એના હાથમાં રાઇફલ હતી."
તેમણે તત્કાલ પોલીસને એ વ્યક્તિ બતાવી. ગ્રેગે ઉમેર્યું, "એ શખ્સ પાસે રાઇફલ હતી. અમે સ્પષ્ટ રીતે જોઈ શકતા હતા કે એ રાઇફલ સાથે હતો. અમે પોલીસને એ તરફ બતાવી રહ્યા હતા. પોલીસ નીચે ગ્રાઉન્ડ પર ચોતરફ ચક્કર મારી રહી હતી. અમે કહ્યું કે જુઓ ત્યાં એક શખ્સ રાઇફલ સાથે છે પણ પોલીસને એ ખબર જ ના પડી કે ત્યાં શું ઘટી રહ્યું છે."
ગ્રેગે જણાવ્યું કે તેમણે અધિકારીઓને ઓછામાં ઓછી ત્રણથી ચાર મિનિટ સુધી આ અંગે વાત કરી હતી. જોકે, છતના ઢોળાવને લીધે પોલીસવાળા એ શખ્સને જોઈ નહોતા શકતા.
ગ્રેગ સવાલ કરે છે કે એ બધી છતો ઉપર સિક્રેટ સર્વિસના લોકો કેમ હાજર નહોતા? જોકે, ગ્રેગને એવું પણ લાગે છે કે બહુ મોટી જગ્યા ના હોવાના લીધે કદાચ આવું કરાયું હશે.
ગ્રેગ ઉમેરે છે, "સિક્રેટ સર્વિસના લોકો સરકીને છત પર પહોંચ્યા. તેમની બંદૂકો હુમલાખોર શખ્સની તરફ હતી. એ લોકો કોઈ પણ કિંમતે તેને છોડવા નહોતા માગતા. અંતે એ માર્યો ગયો."
સિક્રેટ સર્વિસના લોકોએ હુમલાખોરને મારી નાખ્યો

ઇમેજ સ્રોત, Reuters
સિક્રેટ સર્વિસના કમ્યુનિકેશન ચીફ ઍૅન્થની ગુગલિયાનીએ જણાવ્યું કે સિક્રેટ સર્વિસના કર્મચારીઓ શૂટરને મારી નાખ્યો અને તત્કાલ સુરક્ષાત્મક પગલાં ભર્યાં.
સિક્રેટ સર્વિસ તરફથી જણાવાયું છે કે ગોળીઓથી રેલીઓમાં હાજર એક શખ્સનું મૃત્યુ થઈ ગયું અને બે ગંભીર રીતે ઘાયલ થયા.
આ ઘટનાને રાજકીય હત્યાનું કાવતરું માનવામાં આવી રહ્યું છે અને આ જ પાસાની તપાસ કરાઈ રહી છે.
રેલીમાં હાજર અન્ય એક શખ્સે જણાવ્યું કે એક બાદ એક પાંચ ગોળીઓ ફૂટ્યા બાદ ત્યાં અફરાતફરી સર્જાઈ હતી.
જેસન નામના આ શખ્સે બીબીસીને જણાવ્યું, "અમે જોયું કે સિક્રેટ સર્વિસના લોકો તુરંત જ કૂદીને મંચ પર આવી ગયા અને તેમણે ટ્રમ્પને ઘેરી લીધા. ભીડમાં હાજર તમામ લોકો નીચે ઝૂકી ગયા."
જેસને જણાવ્યુ, "ટ્રમ્પ તત્કાલ ઊભા થયા અને એમણે પોતાની મુઠ્ઠી ભીડને બતાવીને કંઈક કહ્યું."
'તેમના ચહેરા પર લોહી જોવા મળી રહ્યું હતું. એમના કાનમાંથી લોહી વહેતું હતું. તેઓ ઊભા થયા. તેઓ જીવંત હતા.''
અફરાતફરી અને વહેતું લોહી
ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટના એક ડૉક્ટરે અમેરિકામાં બીબીસીના સહયોગી સીબીએસ ન્યૂઝને જણાવ્યું કે એમણે એ શખ્સની સારવાર કરી, જેના માથે ગોળી મારી હતી.
તેમણે કહ્યું, "મેં ગોળીઓનો અવાજ સાંભળ્યો. મને લાગ્યું કે ફટાકડા ફૂટી રહ્યા છે. મેં સાભળ્યું કે કોઈ બૂમો પાડી રહ્યું હતું. એને ગોળી મારી દીધી. ગોળી મારી દીધી."
ત્યાં હાજર લોકો આજુબાજુ ભાગી રહ્યા હતા અને બેંચો વચ્ચે ફેસાઈ ગયા હતા. ત્યાં ઘણું લોહી વહ્યું હતું. ટ્રમ્પે પેન્સિલવેનિયામાં પોતાની રેલીમાં ગોળીબારની ઘટના બાદ કહ્યું કે એમના જમણા કાનના ઉપરના ભાગને વીંધતાં ગોળી સોંસરવી નીકળી ગઈ હતી.













