શુભમન ગિલે એવો શું ઇશારો કર્યો કે ક્રાઉલી ગુસ્સે થઈ ગયા, બોલાચાલી કેમ થઈ?

શુભમન ગિલ, ઝેક ક્રાઉલી, લૉર્ડ્ઝ ટેસ્ટ, ભારત અને ઇંગ્લૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમૅચનો ત્રીજો દિવસમાં ડ્રામા જોવા મળ્યો. ભારતની ઇનિંગ 387માં સમાપ્ત થઈ.

ઇન્ડિયાએ કેએલ રાહુલની સદીની મદદથી એ જ સ્કોર પર પોતાની ઇનિંગ સમાપ્ત કરી જે સ્કોર ઇંગ્લૅન્ડની ટીમે બનાવ્યો હતો. ત્રીજા દિવસનો ખેલ સમાપ્ત થયો ત્યારે ઇંગ્લૅન્ડની ટીમનો સ્કોર વગર વિકેટે બે રન હતો. તેને બે રનની લીડ મળી ચૂકી છે.

આખા દિવસની રમત દરમિયાન અનેક પડાવ આવ્યા જેમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા. પરંતુ સૌથી રોમાંચક પળ મૅચની છેલ્લી ઓવરમાં જોવા મળી.

જસપ્રીત બુમરાહની આ ઓવરમાં એવું લાગ્યું કે કૅપ્ટન શુભમન ગિલ પોતાનો પિત્તો ગુમાવી ચૂક્યા છે. તેમણે ઇંગ્લૅન્ડના ઓપનર ઝેક ક્રાઉલી પર 'જાણી જોઈને સમય ખરાબ કરવાનો' આરોપ લગાવ્યો.

શું છે આખી કહાણી?

શુભમન ગિલ, ઝેક ક્રાઉલી, લૉર્ડ્ઝ ટેસ્ટ, ભારત અને ઇંગ્લૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

થયું એમ કે ક્રાઉલીએ બીજી ઇનિંગની બીજી જ બૉલ બાદ પોતાના હાથમાં બૉલ લાગવાને કારણે ફિઝિયોને મેદાન પર બોલાવ્યા. આ પહેલા તેઓ પોતાના રનઅપ પૂર્ણ કરી ચૂકેલે બુમરાહને તેઓ બે વખત રોકી ચૂક્યા હતા.

આખા પ્રકરણને લઈને ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ નારાજ દેખાતા હતા. કૅમેરાથી ઘેરાયેલા ગિલ અને ક્રાઉલી વચ્ચે ગરમાગરમી જોવા મળી.

સ્પષ્ટ હતું કે ભારતીય ટીમ રમત પૂર્ણ થાય તે પહેલાં ઓછામાં ઓછી બે-ત્રણ ઓવર ફેંકવા માગતી હતી. જેથી તેમને વિકેટ હાંસલ કરવાની તક મળી શકે. પરંતુ તેને લાગ્યું કે ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન જાણી જોઈને સમય બરબાદ કરી રહ્યા છે. આ જ કારણે દિવસની રમત સમાપ્ત થાય તે પહેલા બંને તરફથી ખેંચતાણ જોવા મળી.

શુભમન ગિલે પૅવેલિયન તરફ ઇશારો કરીને હાથથી ઍક્સની સાઇન બનાવી હતી. આઈપીએલમાં જ્યારે ટીમ કોઈ ખેલાડીને સબસ્ટિટ્યૂટ કરીને ઇમ્પેક્ટ પ્લૅયરને લાવે છે ત્યારે અમ્પાયર આ પ્રકારનો ઇશારો કરે છે.

એટલે કે શુભમન ગિલ ડ્રેસિંગ રૂમને એવો સંકેત આપી રહ્યા હતા કે ક્રાઉલી સબસ્ટિટ્યૂટ થવા માંગે છે.

ગિલનો આ ઇશારો ક્રાઉલીને ખરાબ લાગ્યો અને તેઓ ગુસ્સે થઈ ગયા અને પછી બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ.

બીજી તરફ ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન બેન ડકેટ ભારતના કૅપ્ટન શુભમન ગિલને શાંત કરવાની કોશિશ કરે છે.

મોહમ્મદ સિરાજ અને કેએલ રાહુલ પણ મેદાનમાં ઘણા ગુસ્સામાં જોવા મળ્યા હતા. તેમણે પણ ક્રાઉલીને કંઇક કહ્યું હતું.

દિવસનો ખેલ સમાપ્ત થાય બાદ ઇંગ્લૅન્ડના બૉલિંગ કોચ ટિમ સાઉદીએ કહ્યું કે તમામ ટીમ આખરી મિનિટોમાં એક-બે ઓવર કરવા માગતી હોય છે. પરંતુ તેમને અંદાજો નથી કે ભારતીય ટીમ કઈ વાતની ફરિયાદ કરે છે. કારણકે ભારતીય ટીમના કૅપ્ટને ખુદ મૅચને રોકીને ટ્રીટમેન્ટ લીધી હતી.

કેએલ રાહુલે શું કહ્યું?

શુભમન ગિલ, ઝેક ક્રાઉલી, લૉર્ડ્ઝ ટેસ્ટ, ભારત અને ઇંગ્લૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલે મૅચ બાદ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે "તેઓ ઓપનર તરીકે એ જણાવી શકે છે કે ક્રાઉલી શું કરી રહ્યા હતા. છેલ્લી મિનિટમાં જે થયું તે રમતનો ભાગ છે. પરંતુ કોઈ પણ ઓપનર સમજી શકે છે કે આવું કેમ કરવામાં આવે છે."

આ પહેલાં એવું લાગતું હતું કે આખી રમત ભારતના નિયંત્રણમાં છે. પરંતુ કૅપ્ટન બેન સ્ટૉક્સે ઋષભ પંતને 74ના સ્કોર પર રન આઉટ કર્યા બાદ રમત કેટલીક હદે પોતાના પક્ષમાં કરી લીધી.

પંત અને રાહુલ વચ્ચે 141 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ આખી સિરીઝમાં રાહુલની બેટિંગે ભારતને મજબૂતી આપી છે.

177 બૉલનો સામનો કર્યા બાદ રાહુલે 14 ચોક્કા સાથે પોતાની સદી પૂર્ણ કરી અને અંતે શોએબ બશીરની બૉલિંગમાં આઉટ થયા. બશીરની બહારના બૉલને ટચ કરવા જતા તેઓ સ્લિપ પર હૅરી બ્રુકના હાથે કૅચ આઉટ થયા. રાહુલના આઉટ થયા બાદ આખી રમત જાણે કે ઇંગ્લૅન્ડના પક્ષમાં આવી ગઈ.

એ પહેલાં પંત જ્યારે આઉટ થયા...

શુભમન ગિલ, ઝેક ક્રાઉલી, લૉર્ડ્ઝ ટેસ્ટ, ભારત અને ઇંગ્લૅન્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પંતે બેન સ્ટોક્સના બૉલ પર સિક્સ ફટકારીને 55 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી.

દિવસની રમત પછી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે કહ્યું હતું કે પંત રન આઉટ થયાની થોડી ઑવર પહેલાં જ તેણે કહ્યું હતું કે તે લંચ પહેલાં તેની સદી પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.

"આથી જ્યારે બશીર લંચ પહેલાં છેલ્લી ઓવર ફેંકી રહ્યા હતા ત્યારે તેને લાગ્યું કે આ તેના માટે યોગ્ય સમય છે. પરંતુ બોલ સીધો ફીલ્ડર હાથમાં ગયો."

રાહુલના મતે, "એ એવો બૉલ હતો કે જેમાં તે ચોગ્ગો ફટકારી શક્યો હોત. તે સમયે રન આઉટ નહોતો થવો જોઈતો હતો કારણ કે તેના કારણે આખી રમત બદલાઈ ગઈ."

ભારતીય ટીમ માટે રવીન્દ્ર જાડેજાની 131 બૉલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 72 રનની ઇનિંગ પણ મહત્વપૂર્ણ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન