એ ગ્રહ જ્યાંનું એક વર્ષ પૃથ્વીનાં 84 વર્ષ બરોબર હોય છે

ઇમેજ સ્રોત, Getty Images
સૌરમંડળના આ ગ્રહની ચારે તરફ બનેલાં પ્રકાશનાં વલય અગાઉ ક્યારેય આટલાં સ્પષ્ટ નહોતાં દેખાયાં. દૂરથી જોવામાં આવે ત્યારે આ ગ્રહ પ્રકાશના એક ગોળ ઘેરામાં બંધ દેખાય છે.
અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ યુરેનસની નવી તસવીરો શૅર કરી છે. આ તસવીરો જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ થકી લેવાઈ છે.
યુરેનસ આપણા સૌરમંડળનો સાતમો ગ્રહ છે જેને હિંદીમાં અરુણ ગ્રહ કહેવામાં આવે છે.
જ્યારે વર્ષ 1986માં વૉયેજર 2 સ્પેસક્રાફ્ટ યુરેનસ પાસેથી થઈને પસાર થયું હતું ત્યારે તેના કૅમેરામાં યુરેનસના વાદળી-લીલા બૉલ જેવી તસવીર દેખાઈ હતી. તેમાં પ્રકાશનાં વલયો નહોતાં જોવા મળ્યાં.
પરંતુ નાસા અનુસાર ઇન્ફ્રારેડ વેવલેન્થની મદદથી જેમ્સ વેબે યુરેનસની તાજેતરમાં જે તસવીરો લીધી છે તે પરથી ગ્રહની ચારે તરફ ચમકદાર વલયો હોવાની વાત ખબર પડે છે.
સૌરમંડળના અન્ય ગ્રહોથી અલગ યુરેનસની એક ખાસ વિશેષતા છે. આ એકલો ગ્રહ છે જે પોતાની ધરી પર લગભગ 90 ડિગ્રીના ઝુકાવ સાથે ધરીભ્રમણ કરે છે.
આના કારણે ગ્રહ પરની મોસમ ચરમ પર રહે છે. અહીં ધ્રુવીય વિસ્તારોમાં વર્ષો સુધી સૂર્યનો પ્રકાશ રહે છે અને પછી એટલાં જ વર્ષ સુધી અંધારૂં છવાયેલું રહે છે.

એક વર્ષ પૃથ્વીના 84 વર્ષ બરાબર હોય છે

ઇમેજ સ્રોત, WEBBTELESCOPE.ORG
યુરેનસ પર એક દિવસ 17 કલાક, 14 મિનિટનો હોય છે. એટલે કે આટલાં જ સમયમાં તે ધરીભ્રમણ પૂરું કરી લે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ, તેનું એક વર્ષ પૃથ્વીનાં 84 વર્ષો એટલે કે 30,687 દિવસ બરોબર હોય છે. એટલે કે આ ગ્રહને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતાં 84 વર્ષનો સમય લાગે છે.
એવું માનવામાં આવે છે કે યુરેનસની ચારે તરફ 13 વલયો છે અને જેમ્સ વેબથી લેવાયેલ તસવીરોમાં તેમાંથી 11 વલયો દેખાય છે. કેટલાંક વલયો એટલા વધારે ચમકદાર હોય છે કે તેઓ મળીને એક મોટું વલય બનાવતાં હોય તેવું લાગે છે.
વૈજ્ઞાનિકોને આશા છે કે ભવિષ્યમાં મળનારી તસવીરોમાં બે વધુ વલયો દેખાઈ શકે છે. આ વલયોની જાણકારી 2007માં મળી હતી.
આ તસવીરથી યુરેનસ 27 જ્ઞાત ચંદ્રો પૈકી અમુક વિશે પણ માહિતી મળી છે. જોકે, તે પૈકી અમુક ચંદ્રો એટલા નાના છે કે તેમને જોઈ પણ નથી શકાતા.

સપાટી પર બરફની ચાદર

ઇમેજ સ્રોત, WEBBTELESCOPE.ORG
યુરેનસમાં કઠોર સ
પાટી પર મોટા ભાગે હળવો ઓગળેલો બરફ મોજૂદ છે. નેપચ્યુન (વરુણ ગ્રહ) અને યુરેનસસને બરફ આચ્છાદિત ગ્રહો પણ કહેવાય છે. કારણ કે તે થીજી ગયેલ પાણી, મિથેન અને એમોનિયાથી બનેલા છે. જોકે, આ બંને ગ્રહો ગુરુ (જ્યૂપિટર) અને શનિ (સૅટર્ન)ની જેમ ગૅસવાળા ગ્રહો પણ છે.
તસવીરમાં દેખાઈ રહેલા યુરેનસનો વાદળી રંગ બે ફિલ્ટર મારફતે એકઠા કરાયેલ ડેટા આધારે બતાવાયો છે.
આ તસવીરમાં દેખાઈ રહેલ ચમકદાર ધ્રુવીય ભાગો સૂર્યની તરફ છે. તેને પોલર કૅપ કહેવામાં આવે છે. આ ભાગ ગ્રહની જમણી બાજુ છે.
જ્યારે આ ધ્રુવીય ભાગ સૂર્યના પ્રકાશ હેઠળ આવે છે ત્યારે આ કૅપ દેખાય છે અને સૂર્ય આથમે ત્યારે ગાયબ થઈ જાય છે. આવું કેવી રીતે થાય છે તે અંગે હજુ સુધી ખબર નથી પડી.
ગ્રહનો દક્ષિણ ધ્રુવ તસવીરમાં અંધારામાં છે અને આ કારણે દેખાતો નથી.

કૅમેરા પર કેટલા સમય સુધી દેખાયો
પોલર કૅપની ધરી પર ચમકદાર વાદળ છે અને ગ્રહથી દૂર ડાબી બાજુ બીજાં ચમકદાર વાદળ છે. આ વાદળ સંભવત: બરફના વંટોળ સાથે જોડાયેલાં છે.
નાસા અનુસાર આ તસવીર ત્યારે આવી શકી છે જ્યારે યુરેનસ 12 મિનિટ સુધી બે ફિલ્ટરો સાથે કૅમેરા સામે આવી રહ્યો છે. પરંતુ નાસા અનુસાર જેમ્સ વેબ ટેલિસ્કોપથી મળેલ જાણકારી હજુ પણ આ ગ્રહને સમજવા માટે ખૂબ ઓછી છે.
દસ અબજ ડૉલરના જેમ્સ વેબ ટેલિસ્કોપને ડિસેમ્બર 2021માં લૉન્ચ કરાયો હતો. પ્રખ્યાત હબલ ટેલિસ્કોપની સરખામણીએ આને વધુ આધુનિક બનાવાયો છે.
તે અંતરિક્ષની બારીકાઈ પર નજર કરી શકે છે, પરંતુ પ્રમુખપણે તેનાં બે લક્ષ્યો છે. પ્રથમ, બ્રહ્માંડમાં 13.5 અબજ વર્ષો પહેલાંથી ચમકતા સૌપ્રથમ સિતારાની તસવીરો લેવી અને બીજું, એવા ગ્રહોની શોધ કરવી જ્યાં જીવનની આશા હોય.














