પાકિસ્તાન પાસે હાલ કેટલાં અણુશસ્ત્રો છે અને ક્યાં છુપાવ્યાં છે?

પાકિસ્તાન પાસે હાલ છ ઓપરેશનલ ન્યુક્લિયર-ટિપ્ડ બેલેસ્ટિક મિસાઈલ્સ છે, જેનો તત્કાળ ઉપયોગ કરી શકાય તેમ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન પાસે હાલ છ ઓપરેશનલ ન્યુક્લિયર-ટિપ્ડ બેલેસ્ટિક મિસાઈલ્સ છે, જેનો તત્કાળ ઉપયોગ કરી શકાય તેમ છે

અમેરિકાના ટોચના અણુવિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન પાસે હાલ કુલ 170 અણુશસ્ત્રો (વોરહેડ્ઝ) છે, જે સૈન્યનાં વિશેષ મથકોમાં રાખવામાં આવ્યાં છે.

પાકિસ્તાન આ જ દરે તેના અણુશસ્ત્રોના ભંડારમાં વધારો કરવાનું ચાલુ રાખશે તો 2025 સુધીમાં તેની પાસેની અણુશસ્ત્રોની કુલ સંખ્યા વધીને 200 સુધી પહોંચી શકે છે.

અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી ટૂંકા અને લાંબા અને લાંબા અંતરની મિસાઈલ્સ દેશના ક્યા ભાગમાં રાખવામાં આવી છે તેની માહિતી 11 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવેલા ‘બુલેટિન ઑફ ધ એટોમિક સાયન્ટિસ્ટ’માં આપવામાં આવી છે.

પરમાણુ-સક્ષમ મિસાઈલ્સ અને તેમના મોબાઈલ લૉન્ચર્સ ઇસ્લામાબાદની પશ્ચિમે આવેલી કાલા ચિટ્ટા દાહર પર્વતમાળા ખાતેના નેશનલ ડિફેન્સ કૉમ્પ્લેક્સમાં વિકસાવવામાં આવી રહ્યાં છે.

સેટેલાઈટ ફોટોગ્રાફ્સ દર્શાવે છે કે એ કૉમ્પ્લેક્સના બે હિસ્સા છે. તેના પશ્ચિમ ભાગમાં મિસાઈલ્સ અને રૉકેટ્સ એન્જિનના વિકાસ, ઉત્પાદન અને પરીક્ષણનું કામ કરવામાં આવે છે, જ્યારે ફતેહ જંગના ઉત્તર-પૂર્વ ભાગમાં માર્ગ પર જતા ટ્રાન્સપૉર્ટર ઇરેક્ટર લૉન્ચર્સ(ટીઈએલ)ના પુરાવા મળ્યા છે.

જૂન-2023ના ફોટોમાં નસ્ત્ર, શાહીન-1એ બૅલેસ્ટિક મિસાઈલ તથા બાબર ક્રૂઝ મિસાઈલ માટેના ટ્રાન્સપૉર્ટર ઇરેક્ટર લૉન્ચર્સની ચેસિસ પણ દર્શાવે છે.

ગ્રે લાઇન

બૅલેસ્ટિક મિસાઈલ

બાબર ક્રૂઝ મિસાઈલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાબર ક્રૂઝ મિસાઈલ

અહેવાલો અનુસાર, પાકિસ્તાન પાસે હાલ છ ઑપરેશનલ ન્યુક્લિયર-ટિપ્ડ બૅલેસ્ટિક મિસાઈલ્સ છે, જેનો તત્કાળ ઉપયોગ કરી શકાય તેમ છે.

તેમાં શોર્ટ રેન્જના અબ્દાલી (હત્ફ-2), ગઝનવી (હત્ફ-3), શાહીન-1એ (હત્ફ-4) તથા નસ્ર (હત્ફ-9) અને મિડ-રેન્જના ઘૌરી (હત્ફ-5) તથા શાહીન-2 (હત્ફ-6)નો સમાવેશ થાય છે.

વધુ બે પરમાણુ-સક્ષમ મિસાઈલ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. તેમાં મીડિયમ રેન્જની શાહીન-3 અને મિર્વેદ અબાબિલનો સમાવેશ થાય છે.

અબ્દાલી, ઘૌરી, શાહીન-2 અને અબાબીલ સિવાયની તમામ પરમાણુ-સક્ષમ મિસાઈલ્સ 2021માં પાકિસ્તાન ડેની પરેડમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.

એ પછી 2022ની પરેડમાં નસ્ર, ઘૌરી, શાહીન-એ1 સાથે બાબર-1 તથા રાડ-2 પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.

છેલ્લા બે દાયકામાં લૉન્ચ કરાયેલી બૅલેસ્ટિક મિસાઈલ્સ માટેની લૉન્ચર્સની દૃષ્ટિએ ઘણો વિકાસ તથા વિસ્તરણ થયું છે.

ગ્રે લાઇન

અણુશસ્ત્રો ક્યાં રાખવામાં આવે છે?

પાકિસ્તાનનો સમગ્ર મિસાઈલ ભંડાર 8-9 સ્થળે રાખવામાં આવ્યો છે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનનો સમગ્ર મિસાઈલ ભંડાર 8-9 સ્થળે રાખવામાં આવ્યો છે

બુલેટિન ઑફ ધ એટોમિક સાયન્ટિસ્ટના અહેવાલ મુજબ, પાકિસ્તાનનો સમગ્ર મિસાઈલ ભંડાર 8-9 સ્થળે રાખવામાં આવ્યો છે. તેમાં ભારતીય સરહદે 4-5 સ્થળે રાખવામાં આવેલી ટૂંકા અંતરની મિસાઈલ્સ બાબર, ગઝનવી શાહીન-1 અને નસ્રનો સમાવેશ થાય છે.

દેશના અંતરિયાળ વિસ્તારોમાં ત્રણથી ચાર લશ્કરી મથક છે, જ્યાં મધ્યમ અંતરની મિસાઈલ્સ શાહીન-2 અને ઘૌરી રાખવામાં આવી છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અણુશસ્ત્રના વહન માટે સક્ષમ મિસાઈલ્સ માટે પાકિસ્તાન પાસે કેટલા બેઝ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી, પરંતુ કૉમર્શિયલ સેટેલાઇટ ઇમેજરી દર્શાવે છે કે પાકિસ્તાન પાસે ઓછામાં ઓછા પાંચ મિસાઈલ બેઝ છે, જે અણુશસ્ત્રોના વહન માટે સક્ષમ છે.

જોકે, 2016થી તેની સંખ્યામાં બહુ ફેરફાર થયો નથી, એમ પણ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આ પાંચ મિસાઈલ બેઝ નીચે મુજબ છે.

અક્રો મિલિટરી બેઝ

નસ્ર મિસાઇલની રેન્જ 60 કિલોમીટરની છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નસ્ર મિસાઇલની રેન્જ 60 કિલોમીટરની છે

તે સિંધ પ્રાંતમાં હૈદરાબાદથી 18 કિલોમીટર ઉત્તરમાં અને ભારતીય સરહદથી 145 કિલોમીટર દૂર છે. તેમાં છ મિસાઈલ ગેરેજ છે, તે બાર મિસાઈલ્સ માટે બનાવવામાં આવ્યાં છે.

આ મિલિટરી બેઝનું વિસ્તરણ 2004થી ચાલી રહ્યું છે. સેટેલાઇટ ફોટોગ્રાફ્સમાં દેખાતા વાહનોનું વિશ્લેષણ દર્શાવે છે કે પાંચ-એક્સેલવાળા ટ્રાન્સપૉર્ટર્સ ઇરેક્ટર લૉન્ચર બાબર ક્રૂઝ મિસાઇલ વેપન સિસ્ટમ માટેનાં છે.

બાબરની રેન્જ 450થી 700 કિલોમીટરની છે. પાકિસ્તાન તેને દરિયાની નીચેથી લૉન્ચ કરવા માટે એક લૉન્ચર પણ વિકસાવી રહ્યું છે.

ગુજરાંવાલા આર્મી બેઝ

રાડ મિસાઈલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાડ મિસાઈલ

ગુજરાંવાલા મિલિટરી બેઝ પાકિસ્તાનનું સૌથી મોટું સૈન્ય સંકુલ છે. તે પંજાબ પ્રાંતના ઉત્તર-પૂર્વ ભાગમાં 30 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ભારતીય સરહદેથી તે 60 કિલોમીટર દૂર આવેલું છે.

સેટેલાઇટ ઇમેજમાં જોવા મળતાં મિસાઇલ લૉન્ચર્સ સૂચવે છે કે તે ટૂંકા અંતરની બૅલેસ્ટિક મિસાઇલ્સ માટેનાં છે. નસ્ર મિસાઇલની રેન્જ 60 કિલોમીટરની છે.

ખુઝદાર

આ મિસાઇલ બેઝ બલૂચિસ્તાન પ્રાંતમાં સક્કરથી લગભગ 220 કિલોમીટર દૂર પશ્ચિમમાં સ્થિત છે. તે ભારતીય સરહદથી સૌથી દૂર આવેલા મિસાઇલ બેઝ પૈકીનો એક છે.

અક્રોની જેમ અહીં પણ અણુશસ્ત્રોના સંગ્રહ માટે ભૂગર્ભ ગોદામ બનાવવામાં આવ્યાં છે. સેટેલાઈટ ઈમેજમાં દેખાતી મિસાઇલ્સ સૂચવે છે કે તે પરમાણુ-સક્ષમ ઘૌરી અથવા શાહીન-2 મિસાઈલ્સ માટે છે.

પાનો અકિલ

સિંધ પ્રાંતમાં ભારતીય સરહદથી 60 કિલોમીટર દૂર આવેલા આ લશ્કરી થાણામાં લૉન્ચર્સના ગેરેજ અને ટીઈએલ છે. આ તસવીરો દર્શાવે છે કે તે બાબર અને શાહીન-1 મિસાઈલ્સ માટે છે.

સરગોધા

પાકિસ્તાને તેના અણુ કાર્યક્રમ માટે 1983 અને 1990 દરમિયાન કિરાના હિલ્સમાંના આ વિશાળ સંકુલનો ઉપયોગ કર્યો હતો.

તેમાં 10 ટીઈએલ ગેરેજ અને અન્ય બે ગેરેજ છે, જેનો ઉપયોગ જાળવણી માટે કરવામાં આવે છે.

જમીન અને સમુદ્રમાંથી લૉન્ચ કરી શકાય તેવી મિસાઈલ્સ

રાડ-2 મિસાઈલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાડ-2 મિસાઈલ

બાબર (હત્ફ-7) સબસોનિક અમેરિકાના ટોમ હોક જેવું છે. તેની ઝડપ અવાજ કરતાં ઓછી છે. તે સમુદ્રમાંથી લૉન્ચ કરી શકાય તેવું ક્ષેપકાસ્ત્ર છે.

બાબર-1 મિસાઇલ જમીનથી 600-700 કિલોમીટરની રેન્જ ધરાવે છે, પરંતુ અમેરિકન ગુપ્તચર એજન્સીના અનુમાન મુજબ, તેની રેન્જ 350 કિલોમીટરની છે.

પાકિસ્તાનનો દાવો છે કે બાબર-2ની રેન્જ 700 કિલોમીટરની છે. બાબર-3ની પણ સમાન રેન્જ છે, પરંતુ તેને સમુદ્રમાંથી પ્રક્ષેપણ માટે વિકસાવવામાં આવ્યું છે.

બાબર-3ને પાકિસ્તાનની ત્રણ સબમરીન ખાન, પાંડા અને નારંગમાં તહેનાત હશે. નવી સબમરીનની તહેનાતીમાં વિલંબ થયો હોવા છતાં તેમાં બાબર-3 મિસાઇલ તહેનાત કરવી શક્ય છે.

એ ઉપરાંત પાકિસ્તાન બાબર ક્રૂઝ મિસાઇલની પ્રતિકૃતિ જેવું બરબા પણ વિકસાવી રહ્યું છે. તેને 2022માં યુદ્ધજહાજોમાં તહેનાત પણ કરવામાં આવ્યું છે.

પાકિસ્તાનના પ્રવક્તાએ હરબાને ઓલ-વેધર સબસોનિક મિસાઇલ ગણાવી હતી. તેની રેન્જ 290 કિલોમીટરની છે.

રેડ લાઇન
રેડ લાઇન