યુક્રેનના એ શહેરની મુલાકાત, જ્યાં દર મિનિટે મિસાઇલો અને ગોળીઓનો અવાજ સંભળાય છે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે શુક્રવારથી શનિવારની મધરાત સુધી યુક્રેનની સરહદ પર યુદ્ધવિરામ રહેશે. આ સમય દરમિયાન ઑર્થોડૉક્સ ક્રિસમતની ઉજવણી કરવામાં આવે છે.
જોકે,બીજી તરફ યુક્રેને આ યુદ્ધવિરામનના આહ્વાનને ફગાવી દીધું છે.યુક્રેને આ જાહેરાતને 'ફસાવવા માટેની રશિયન જાળ' ગણાવી છે.
સમાચાર સંસ્થા એએફપી અનુસાર રશિયાના પેટ્રિએક કિરિલે ઑર્થોડૉક્સ ક્રિસમતના અવસરે યુદ્ધવિરામનનું આહ્વાન કર્યું હતું.
76 વર્ષના ઑર્થૉડૉક્સ નેતા પુતિન અને રશિયાના યુક્રેન પરના હુમલાના સમર્થક છે.
ચર્ચની વેબસાઇટ પર તેમણે કહ્યું, "હું કિરિલ, મૉસ્કો અને સમગ્ર રશિયાના પેટ્રિએક, આ યુદ્ધમાં સામેલ તમામ પક્ષોને સીઝફાયરની અપીલ કરું છું. 6 જાન્યુઆરી બપોરે 12 વાગ્યાથી 7 જાન્યુઆરીની મધરાતના 12 વાગ્યા સુધી 'ક્રિસમસ ટ્રુસ'ની રજૂઆત કરું છું. જેથી ઑર્થૉડૉક્સ ક્રિસમસ પહેલાં આવનારી રાત અને 'નેરેટિવ ઑફ ક્રાઇસ્ટ'ના દિવસે લોકો સર્વિસમાં ભાગ લઈ શકે."

ઇમેજ સ્રોત, EPA
રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 11 મહિનાથી યુદ્ધ યથાવત છે અને તેમાં પર શિયાળામાં પરિસ્થિતિ વધુ કપરી બની રહી છે.
આ યુદ્ધમાં હાલ રશિયા યુક્રેનના શહેર બાખમૂટ શહેર પર કબજો જમાવવા માટે ઉગ્ર બન્યું છે. અહીં દર મિનિટે બૉમ્બ અને ગોળીઓનો અવાજ સંભળાય છે.
મોટા ભાગના લોકો આ શહેર છોડી ચૂક્યાં છે પણ જે લોકો બચ્યાં છે એ ઉંદરની જેમ બચવા માટે મજબૂર છે.
જાણો અહીંના લોકો દર મિનિટે પડતા બૉમ્બ વચ્ચે કેવી રીતે જીવી રહ્યા છે પોતાનું જીવન.
બીબીસી સંવાદદાતા યોગીતા લિમયેનો યુક્રેનથી વિશેષ અહેવાલ...





