મેટા પછી વૉટ્સઍપના ભારતના વડાએ પણ રાજીનામું આપ્યું

વૉટ્સઍપ

ઇમેજ સ્રોત, Getty Images

મેટા ઇન્ડિયાના પ્રમુખ અજિત મોહનના રાજીનામાનાં બે અઠવાડિયાં બાદ માર્ક ઝકરબર્ગની કંપનીમાંથી બે મોટાં પદો પર રાજીનામાં પડ્યાં છે.

ફેસબુકની મધર કંપની મેટાના ઇન્ડિયા પબ્લિક પૉલિસી હેડ રાજીવ અગ્રવાલ અને વૉટ્સઍપના ઇન્ડિયા હેડ અભિજિત બોઝે રાજીનામું આપી દીધું છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે રાજીવ અગ્રવાલે બહેતર તકની શોધમાં રાજીનામું આપ્યું છે. વૉટ્સઍપના પ્રમુખ વિલ કૅથકાર્ટે અભિજિત બોઝને તેમની સેવાઓ માટે આભાર વ્યક્ત કર્યો છે.

અભિજિત બોઝ વૉટ્સઍપ ઇન્ડિયાના પ્રથમ પ્રમુખ રહ્યા. આ બંને અધિકારીઓનાં રાજીનામાં બાદ હવે શિવનાથ ઠુકરાલને હવે વૉટ્સઍપ ઇન્ડિયા સહિત મેટાનાં તમામ પ્લૅટફૉર્મના ડાયરેક્ટર પદ પર હાલ નિયુક્ત કરી દેવાયા છે. આ પહેલાં તેઓ વૉટ્સઍપ ઇન્ડિયાના પબ્લિક પૉલિસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ હતા.

bbc gujarati line

જી-20 બેઠક દરમિયાન રશિયાનો યુક્રેનના પાટનગર કિએવ પર હુમલો

પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

રશિયાએ યુક્રેનના પાટનગર કિએવ પર હુમલો કર્યો છે. શહેરમાંથી ધડાકાના અવાજ સાંભળી શકાતા હતા અને ધુમાડો નીકળતો દેખાતો હતો.

શરૂઆતમાં મળેલા સમાચારો અનુસાર પીચર્સ્ક વિસ્તારમાં બે ઇમારતોને નુકસાન થયું છે.

વિશ્વના નેતા હાલ જી-20 સમિટ માટે ઇન્ડોનેશિયાના બાલી શહેરમાં એકઠા થયા છે, જ્યાં તેમણે યુક્રેન પર હુમલાની નિંદા કરી છે.

એક અઠવાડિયા કરતાં વધુ સમયમાં આ આ પ્રકારનો પ્રથમ હુમલો છે. આ દરમિયાન રશિયાના સૈનિક ખેરસોનથી પાછા ફરી રહ્યા હતા.

bbc gujarati line

દુનિયાનું આઠ અબજમુ બાળક જન્મ્યું

બાળક

ઇમેજ સ્રોત, Reuters

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું છે કે વિશ્વની વસતિ સાત અબજ થયાનાં 11 વર્ષ બાદ જ આઠ અબજનો આંકડો પાર કરી ગઈ છે.

વીસમી સદીના બીજા ભાગમાં વસતિ જે ઝડપે વધી છે, તે હવે ધીમી પડતી દેખાઈ રહી છે.

વિશ્વની વસતિ આઠથી નવ અબજ થવામાંં હવે 15 વર્ષ લાગશે. પરંતુ વિશ્વની વસતિ 2080 સુધી દસ અબજના આંકડાને પાર નહીં કરી શકે.

વિશ્વમાં રહેતા લોકોની ચોક્કસ ગણતરી કરવાનું કામ મુશ્કેલ છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રે કહ્યું છે કે તેઓ આવનારાં બે વર્ષમાં એક ચોક્કસ આકલન આપી શકશે.

આટલું જ નહીં, એવું પણ અનુમાન છે કે વિશ્વની વસતિ 15 નવેમ્બરના રોજ આઠ અબજનો આંકડો પાર કરી ગઈ છે.

11 વર્ષ પહેલાં વિશ્વનું સાત અબજમુ બાળક જન્મ્યું હતું.

વિશ્વની વસતિ આજે જ્યારે આઠ અબજને આંબી ગઈ છે, ત્યારે આ સાત અબજમુ બાળક આજે ક્યાં છે અને શું કરી રહ્યું છે તે જાણવું રસપ્રદ બની રહેશે.

ઢાકામાં રહેતાં સાદીયા સુલતાના ઓઈશી ઘરનાં કામકાજમાં પોતાનાં માતાની મદદ કરે છે. તેમની ઉંમર 11 વર્ષ છે. તેઓ ભાઈબહેનોમાં સૌથી નાનાં છે. વર્ષ 2011માં તેમને વિશ્વનું સાત અબજમુ બાળક જાહેર કરાયાં હતાં.

તેમના ઘરની આર્થિક સ્થિતિ સારી નથી. તેમનો પરિવાર સાડી અને કપડાં વેચવાનો વેપાર કરે છે જેના પર કોરોના મહામારીની ખૂબ ખરાબ અસર થઈ છે.

bbc gujarati line

ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન માઇકલ વૉને ભારતીય ટીમ અંગે શી ટિપ્પણી કરી?

કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન માઇકલ વૉને ટીમ ઇન્ડિયા પર કરેલી ટિપ્પણીની હાલ ક્રિકેટજગતમાં ચર્ચા થઈ રહી છે.

પાકિસ્તાનને હરાવીને ઇંગ્લૅન્ડે વર્લ્ડકપ જીતી લીધો છે અને એ બાદ ઇંગ્લૅન્ડની ટીમનો આત્મવિશ્વાસ બુલંદી પર અને એવા એવામાં પૂર્વ કૅપ્ટને કહ્યું છે,"ટી20 વર્લ્ડકપ બાદ હવે વનડે વર્લ્ડકપ માટે ભારતીય ટીમને ફેવરિટ તરીકે જોવી બિલકુલ બકવાસ વાત હશે. પછી એ વર્લ્ડકપ એમના ઘરે જ કેમ ના રમાઈ રહ્યો હોય. "

'ડેઇલી ટેલિગ્રાફ'માં લખેલા પોતાના લેખમાં વૉને લખ્યું કે ભારત પાસે સારા સ્પિનરો છે. ભારતીય ટીમના ઘરમાં વર્લ્ડકપ છે તો એને ફૅવરિટ ગણવામાં આવશે પણ એ બકવાસ માત્ર છે. વર્લ્ડકપમાં પણ ઇંગ્લૅન્ડ જ એવી ટીમ હશે જેને બધા જ હરાવવા માગશે અને થોડો સમય આવું જ રહેશે.

ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને પાંચ વિકેટ હરાવીને ટી20 વર્લ્ડકપ જીતી લીધો હતો.એ બાદ ક્રિકેટજગતની નજર હવે આવતા વર્ષે રમાઈ રહેલા વનડે વર્લ્ડકપ પર મંડાયેલી છે.

મૅલબર્નમાં રમાયેલી ફાઇનલ મૅચમાં પાકિસ્તાનની ટીમે ઇંગ્લૅન્ડને 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ઇંગ્લૅન્ડ કોઈ ખાસ મુશ્કેલી વગર હાંસલ કરી લીધો હતો.

bbc gujarati line
bbc gujarati line