રાહુલ દ્રવિડની એ 'ડ્રેસિંગ રૂમ સ્ટ્રેટેજી', જેનાથી ભારતીય ટીમને હરાવવું મુશ્કેલ બની ગયું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, લખનૌથી
વર્લ્ડકપ 2023ની રવિવારે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી મૅચમાં ભારતે ઇંગ્લૅન્ડને હરાવી સતત છઠ્ઠી જીત નોંધાવી છે.
મુશ્કેલ પીચ પર બેટિંગમાં ઓછો સ્કોર થવા છતાં ભારતીય બૉલરોની ઘાતક બૉલિંગને કારણે ઇંગ્લૅન્ડની ટીમ માત્ર 129 રનમાં સમેટાઈ ગઈ હતી.
ભારતીય બૉલરો મોહમ્મદ શમીએ 4 અને બુમરાહે 2 વિકેટ ઝડપી હતી.
આ જીત પછી સતત ક્રિકેટજગતમાં ભારતીય બૉલરોની, ખાસ કરીને શમી અને બુમરાહની પ્રશંસા થઈ રહી છે.
પૂર્વ ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટરો સહિત અનેક લોકો ભારતીય ટીમના બૉલિંગ યુનિટની પ્રશંસા કરી રહ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમના આ પ્રદર્શન પાછળ ડ્રેસિંગરૂમની ભૂમિકા ઘણી મહત્ત્વપૂર્ણ ગણાવાઈ રહી છે. આખરે ડ્રેસિંગરૂમમા આવેલા ફેરફારથી ભારતીય ટીમ કેવી રીતે મૅચ જીતી રહી છે તે જાણીએ.
ડ્રેસિંગ રૂમ

ઇમેજ સ્રોત, BCCI
છેલ્લા કેટલાય મહિનામાં ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં ઘણાં પરિવર્તન જોવાં મળ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સપ્ટેમ્બર મહિનામાં શ્રીલંકામાં રમાયેલા એશિયા કપ દરમ્યાન ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં એક પ્રથા શરૂ થઈ હતી, જે આજે તેનો કમાલ બતાવી રહી છે.
આ પ્રથા છે મૅચ પછી ખેલાડીઓની સારી કે ખરાબ ફિલ્ડિંગ પર પ્રતિક્રિયા આપવાની. તેમના માટે સ્પીચ આપવાની અને એ પછી તેમને મૅડલ આપવાની પ્રથા.
અને આ કામને પાર પાડવા માટે કોચ રાહુલ દ્રવિડે પસંદગી કરી છે હૈદરાબાદમાં જન્મેલા અને બૅંગલુરુમાં અભ્યાસ કરેલા દિલીપની.
દિલીપ ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ કોચ છે અને તેઓ બધા ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં ભેગા કરે છે અને ખાસ અંદાજમાં ફીડબૅક આપે છે, પ્રશંસા પણ કરે છે.
દાખલા તરીકે ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં ધર્મશાલામાં મળેલી જીત પછી તેમણે ખેલાડીઓને કહ્યું, “તમે લોકોએ 14 રન સારી ફિલ્ડિંગ કરીને રોક્યા.”
નૉકઆઉટ સ્ટેજ

ઇમેજ સ્રોત, GRTTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇંગ્લૅન્ડના પૂર્વ ક્રિકેટર અને બીબીસી ટીએમએસ બ્રૉડકાસ્ટર ટીમના સભ્ય જૉનાથન એગન્યૂ મુજબ, “ડ્રેસિંગ રૂમમાં જે થાય છે તે મેદાનમાં ખેલાડીઓને ચહેરા પર દેખાય છે.”
તેમણે કહ્યું, “ક્લાઇવ લૉયડ અને વિવ રિચર્ડ્ઝવાળી વેસ્ટ ઇન્ડીઝની વર્લ્ડ ચૅમ્પિયન ટીમને યાદ કરો. તેમના ડ્રેસિંગ રૂમમાં બધા ભાઈઓની જેમ હળી મળીને મજા કરતા હતા અને ટેસ્ટ ક્રિકેટ હોય કે વનડે, મેદાનમાં તેમના ખેલાડીઓની એકતાને કારણે વિરોધી ટીમો દબાણમાં રહેતી હતી.”
“નિશ્ચિત રીતે ભારતીય ખેલાડીઓમાં એકતા દેખાય છે એટલે જ ટીમના વીડિયોમાં બુમરાહ મોહમ્મદ શમીના ગળે હાથ નાખીને મસ્તી કરતા દેખાય છે અને વિરાટ કોહલીએ મૅચમાં જીત અપાવી તો રોહિત શર્મા દોડીને તેમને ગળે લગાડે છે.”
હાલના દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમ જેવી ક્યાંય મૅચ રમવા પહોંચે છે તેમના ડ્રેસિંગ રૂમમાં એ ફોર સાઇઝના પાના પર યૂ આર ધ બેસ્ટ અને ક્રિકેટ ઇઝ માય ફર્સ્ટ લવ જેવાં પ્રેરણાત્મક વિધાનો દીવાલો પર લાગેલાં દેખાય છે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટ વિશ્લેષક અને મિડ ડે અખબાર માટે વર્લ્ડકપ 2023 કવર કરી રહેલા સંતોષ સૂરીને લાગે છે કે, “નૉકઆઉટ સ્ટેજમાં મૅચ જીતવા, વ્યક્તિને યોગ્ય માનસિકતા અને કોચ રાહુલ દ્રવિડની જરૂર હોય છે અને જેઓ પોતે એક ખેલાડી રહી ચૂક્યા છે તે તેઓ ખૂબ જ સારી રીતે સમજતા હશે."
પૂર્વ કોચ રવિ શાસ્ત્રી પાસેથી 2021માં કમાન લીધા પછી રાહુલ દ્રવિડે કહેલું, “ખેલાડીઓનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ખૂબ મહત્ત્વનું છે. પ્રોફેશનલ ફૂટબૉલની જેમ જ ખેલાડીઓના કામના ભારણને મૅનેજ કરવું જોઈએ.”
હાલમાં જ ધર્મશાલામાં ન્યૂઝીલૅન્ડ સામેની મૅચ જીત્યા બાદ ભારતીય ટીમ મૅનેજમૅન્ટે નિર્ણય લીધો હતો કે ટીમ વધુ એક દિવસ ત્યાં રોકાશે અને ખેલાડીઓ આરામ કરશે. એ સમયે રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને ફિલ્ડિંગ કોચ દિલીપ લાંબા ટ્રેક પર નીકળ્યા હતા.
ખેલાડીઓને કોઈ પણ પ્રકારની ઈજાથી બચાવવા, તેમને ટ્રેક પર નહીં પરંતુ પર્વતીય નદીમાં સ્નાન કરવાની અને આરામ કરવાની સંપૂર્ણ પરવાનગી અપાઈ હતી. આવું તેમણે પણ કર્યું હતું.
વિરાટ કોહલી ગેસ્ટ તરીકે અનાથાશ્રમ પહોંચ્યા અને બાળકો સાથે સારો સમય વિતાવ્યો. નિષ્ણાતોને લાગે છે કે નૉકઆઉટ સ્ટેજ જીતવા આવી જ માનસિક સ્થિતિની જરૂર પડશે.
રવિવારની મેચ

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ સામે રમવા મેદાનમાં ઊતરે એ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમની ઇંગ્લૅન્ડ સામેની મૅચને ફાઇનલ સ્તરની મૅચ ગણાવાઈ હતી. પણ જેમ જેમ મૅચ રમાતી ગઈ બંને ટીમના રસ્તાઓ અલગ પડવા લાગ્યા હતા.
ઇંગ્લૅન્ડ સામેની મૅચ પહેલાં ભારત પાંચ મૅચ જીતી ચૂક્યું હતું અને ઇંગ્લૅન્ડ પાંચમાંથી માત્ર એક બાંગ્લાદેશ સામે જીતી શક્યું છે. ઇંગ્લૅન્ડની ટીમને અફઘાનિસ્તાન અને શ્રીલંકા સામે પણ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
ઇંગ્લૅન્ડની ટીમના બધા જ દિગ્ગજ ખેલાડી સેમ કરન, જોસ બટલર કે બેન સ્ટોક્સ તેમનું સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
જ્યારે ભારતીય ટીમના જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની જોડીએ મજબૂત બૉલિંગ કરીને ઇંગ્લૅન્ડ સામે ભારતને જીત અપાવી હતી.














