મનમોહનસિંહ-મોદી : કોની સરકારમાં સારું હતું ભારતનું અર્થતંત્ર?

મનમોહનસિંહ અને મોદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, નિખિલ ઇનામદાર
    • પદ, બીબીસી સંવાદદાતા

કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે તાજેતરમાં ચાલી રહેલા વાકયુદ્ધમાં અર્થતંત્ર પણ એક ચર્ચિત મુદ્દો બન્યો છે.

વર્ષ 2004થી 2014 વચ્ચે કૉંગ્રેસના નેતૃત્વવાળી યુનાઇટેડ પ્રૉગ્રેસિવ અલાયન્સ (યુપીઆઈ) સરકાર દરમિયાન આર્થિક ક્ષેત્રમાં પ્રદર્શન પર ભાજપના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)એ એક શ્વેત પત્ર જાહેર કર્યું છે.

તેમાં તેમણે 2004થી 2014 સુધીના સમયને 'વિનાશકાળ' કહ્યો છે, અને તેની સરખામણી 2014થી લઈને 2023ના સમયગાળા સાથે કરી છે જેને તેઓ 'અમૃતકાળ' ગણાવે છે.

જ્યારે એનડીએના આ નિર્ણયના જવાબમાં કૉંગ્રેસે '10 સાલ-અન્યાયકાલ'ના નામથી એક બ્લૅક પેપર બહાર પાડ્યું છે જેમાં 2014થી 2024 વચ્ચેના સમયગાળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બંને દસ્તાવેજો 50થી 60 પાનાંનાં છે અને તેમાં આંકડા, ચાર્ટની મદદથી દાવાઓ કરવામાં આવ્યા છે. ભાજપના વ્હાઇટ પેપરને અહીં અને યુપીએના બ્લૅક પેપરને અહીં વાંચી શકો છો.

ભાજપ અને કૉંગ્રેસ આર્થિક મોરચે સરખામણી

ઇમેજ સ્રોત, BJP/CONGRESS

કૉંગ્રેસ અનુસાર તેના દસ્તાવેજ સત્તાધારી ભાજપના આર્થિક, સામાજિક, રાજનીતિક અન્યાયો પર કેન્દ્રિત છે જ્યારે સરકારે લાવેલો શ્વેતપત્ર યુપીએ સરકારે આર્થિક મોરચે કરેલી ભૂલો પર કેન્દ્રિત છે.

અર્થતંત્રને લઈને કૉંગ્રેસે કહ્યું છે કે વડા પ્રધાન મોદીના કાર્યકાળમાં ભારે બેરોજગારી, નોટબંધી અને અધકચરી રીતે ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) વ્યવસ્થા લાગુ કરવી, જેવા વિનાશકારી આર્થિક નિર્ણયો લેવામાં આવ્યા, અમીરો-ગરીબો વચ્ચે અંતર વધ્યું અને ખાનગી રોકાણમાં ઘટાડો જોવા મળ્યો.

બીજી તરફ ભાજપે બૅડ બૅન્ક લોનમાં ઉછાળો, બજેટ ઘટથી ભાગવું, કોલસાથી લઈને 2જી સ્પૅક્ટ્રમ સુધી દરેક વસ્તુના આવંટનમાં ગોટાળા, સંખ્યાબંધ કૌભાંડ અને નિર્ણયો લેવામાં અક્ષમતા જેવા કેટલાય આરોપ કૉંગ્રેસ પર લગાવ્યા છે. ભાજપનું કહેવું છે કે તેના કારણે દેશમાં રોકાણ પણ ધીમું પડ્યું હતું.

વિભિન્ન વિશ્લેષણોથી કદાચ એ જાણવા મળે કે બંને પક્ષો એક બીજા વિશે જે દાવા કરી રહ્યા છે, કેટલી હદ સુધી સત્ય છે.

ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના મિહિર શર્મા કહે છે કે, "બંને તરફથી લાગેલા આરોપોમાં કેટલીક સત્યતા છે. બંને સરકારોએ ખરાબ નિર્ણયો કર્યા છે. કૉંગ્રેસે ટેલિકૉમ અને કોલસામાં અને ભાજપે નોટબંધીમાં."

પરંતુ આર્થિક ક્ષેત્રે યુપીએ સામે એનડીએનાં 10 વર્ષોની સરખામણી કરીએ તો મિશ્રિત ચિત્ર સામે આવે છે.

આર્થિક વિકાસ

નરેન્દ્ર મોદી અને મનમોહનસિંહ આર્થિક વિકાસ

પરંતુ સત્ય એ છે કે ભારતના અર્થતંત્ર પર વૈશ્વિક આર્થિક સંકટની સરખામણીમાં કોવિડ મહામારીની અસર વધુ જોવા મળી. એટલે એ આશ્ચર્યની વાત નથી કે એનડીએ સરકાર દરમિયાન એક દાયકાની જીડીપી સરેરાશ ઓછી રહી છે.

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનાં પૂર્વ અર્થશાસ્ત્રી વૃંદા જાગીરદારે કહ્યું, " કોવિડે અર્થતંત્રની સામે જે મુશ્કેલીઓ ઊભી કરી તે બહુ મોટી હતી. આ મહામારીએ આ દાયકા દરમિયાન કેટલાંય વર્ષો માટે અર્થતંત્રને ધીમું પાડી દીધું. "

પરંતુ વૃંદા જાગીરદારે કહ્યું કે, "આ સરકારે માળખાગત ઢાંચાને મજબૂત કરીને અને અન્ય વસ્તુઓ કરવાની સાથે પ્રશાસનમાં પણ સુધારા કરીને આવનારાં વર્ષોમાં ઝડપી વિકાસનો પાયો નાખ્યો છે."

મોંઘવારીના મામલે મોદી સરકારનું પ્રદર્શન સારું રહ્યું

નરેન્દ્ર મોદી અને મનમોહનસિંહ આર્થિક વિકાસ

મિહિર શર્મા કહે છે કે, "ભાજપનો રેકૉર્ડ સારો છે કારણ કે તેના કાર્યકાળમાં મોટેભાગે તેલની કિંમત ઓછી રહી છે જ્યારે કૉંગ્રેસના કાર્યકાળ દરમિયાન તેના કારણે મોંઘવારી અને બજેટ ઘટ વધારે રહ્યા."

મોદી સરકારે સડક નિર્માણ જેવી વ્યવસ્થાઓ પર વધુ ખર્ચ કર્યો

નરેન્દ્ર મોદી અને મનમોહનસિંહ આર્થિક વિકાસ

એનડીએના શાસનકાળમાં જીડીપીમાં ઉત્પાદનક્ષેત્રનો જે ભાગ હોય છે તેમાં ઘટાડો આવ્યો છે.

વિશ્વ બૅન્કના આંકડા અનુસાર જે 10 વર્ષોમાં યુપીએ સરકાર સત્તામાં હતી, તે વર્ષોમાં ઉત્પાદન ક્ષેત્રની સરેરાશ 15થી 17 ટકા વચ્ચે હતી.

ત્યારે મોદી સરકારના કાર્યકાળમાં ‘મૅક ઇન ઇન્ડિયા’ જેવી ઝુંબેશ અને ઉત્પાદનમાં મળેલી રાહત પર અબજો ડૉલર ખર્ચ કર્યા બાદ પણ 2022ના ઉપલબ્ધ તાજા આંકડા સૂચવે છે કે ઉત્પાદન ક્ષેત્રમાં જીડીપીનો ફાળો ઘટીને 13 ટકા રહી ગયો હતો.

નિકાસનો વૃદ્ધિદર

નરેન્દ્ર મોદી અને મનમોહનસિંહ આર્થિક વિકાસ

આ બંને અનેક કારણોને લીધે છે. ભૂમિ અધિગ્રહણ અને ફૅકટરીઓ માટે પર્યાવરણ વિભાગની મંજૂરી મળવામાં મુશ્કેલીઓ. સાથે જ એ પણ સત્ય છે કે ભારત એ રીતે વૈશ્વિક વેપારમાં નથી જોડાયેલું જે રીતે હોવું જોઈએ.

લાંબા સમયથી આ કારકો દેશમાં ઉત્પાદન અને નિકાસ વૃદ્ધિ દર ન વધવાનાં કારણો રહ્યા છે.

માનવ વિકાસ સૂચકાંક પર પ્રદર્શન

નરેન્દ્ર મોદી અને મનમોહનસિંહ આર્થિક વિકાસ

ઇમેજ સ્રોત, ANI

માનવ વિકાસ સૂચકાંક (એચડીઆઈ)ના મામલામાં એનડીએનું પરફૉર્મન્સ યુપીએની તુલનામાં ખરાબ રહ્યું છે. આ સૂચકાંક, સ્વાસ્થ્ય ક્ષેત્રે પ્રગતિ, શિક્ષા સુધી પહોંચ અને વ્યક્તિના જીવનસ્તરમાં પ્રગતિનો માપદંડ છે.

2004થી 2013 સુધી ભારતના એચડીઆઈ મૂલ્યમાં 15 ટકાનો વધારો થયો હતો.

જોકે યુએનડીપીના તાજા ઉપલબ્ધ આંકડાઓ અનુસાર 2014થી 2021 વચ્ચે આમાં માત્ર બે ટકાનો સુધારો થયો છે. જો કોવિડ મહામારીનાં બે વર્ષ અલગ રાખો તો પણ 2019માં એચડીઆઈમાં, યુપીએનાં પાંચ વર્ષના સાત ટકા સામે માત્ર ચાર ટકાનો સુધારો થયો છે.

માનવ વિકાસ સૂચકાંકમાં ભારતનું રૅંકિંગ ઘટ્યું છે. કુલ 191 દેશોમાં 2004માં ભારત 131મા સ્થાન પર હતું જ્યારે 2021માં તે 132 પર આવી ગયું.

રઘુરામ રાજન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રઘુરામ રાજન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાલમાં જ બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ભારતીય રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને આ મામલે ચિંતા કરી જાહેર કરી હતી.

જેમાં તેમણે કહ્યું હતું કે, "ફિઝિકલ કૅપિટલ બનાવવામાં બહુ ખર્ચ કરવામાં આવ્યો પરંતુ હ્યુમન કૅપિટલ બનાવવામાં અને સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સુધારા પર વધુ ધ્યાન આપવામાં ન આવ્યું."

તેમણે કહ્યું કે, "હકીકત એ છે કે ભારતમાં કુપોષણ સબ-સહારા આફ્રિકાના કેટલાક ભાગો કરતાં પણ વધુ છે. આ એક એવા દેશ માટે અસ્વીકાર્ય છે જેનો વિકાસ દર દુનિયાના મોટાભાગના દેશોને પાછળ છોડી રહ્યો છે."

ઉપર કરવામાં આવેલી સરખામણી દેશના આર્થિક વિકાસના ક્ષેત્રમાં વીતેલા બે દાયકાઓમાં સત્તામાં રહેલી અલગ-અલગ સરકારોના પ્રદર્શનને લઈને વ્યાપક તુલનાત્મક મૂલ્યાંકન નથી.

આવી સરખામણી કરતી વખતે શેરબજારમાં વળતર, સબસિડી પરનો ખર્ચ, નવી નોકરીઓનું સર્જન અને ખર્ચ જેવાં આર્થિક પરિમાણોને પણ ધ્યાનમાં લઈ શકાય છે.

એ વાતની પૂરેપૂરી સંભાવના છે કે તેનાથી જે તસવીર સામે આવશે એ મિશ્ર હશે, જેમાં એક સરકાર કોઈ એક ક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન કરતી જોવા મળશે તો કોઈ બીજા ક્ષેત્રમાં ખરાબ પ્રદર્શન કરતી જોવા મળશે.