શુભમન ગિલે એવું શું કર્યું કે 54 વર્ષ જૂનો રેકૉર્ડ તૂટી ગયો? ભારતે દાવ ડિક્લેર કર્યો, જીતવા માટે ઇંગ્લૅન્ડને આપ્યો 608 રનનો ટાર્ગેટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારત વિ. ઇંગ્લૅન્ડ ટેસ્ટમૅચ, ક્રિકેટ, શુભમન ગિલ

ઇમેજ સ્રોત, Michael Steele/Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના કપ્તાન શુભમન ગિલ ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમૅચમાં પહેલી ઇનિંગ ડબલ સેન્ચુરી ફટકારી હતી અને બીજી ઇનિંગમાં સદી ફટકારી છે.

શુભમન ગિલે ઍજબેસ્ટન ટેસ્ટમૅચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શુભમન હવે કોઈ એક ટેસ્ટમૅચમાં ભારત વતી સૌથી વધુ રન બનાવનારા બૅટ્સમૅન બની ગયા છે. શુભમને 54 વર્ષ જૂનો સુનીલ ગાવસ્કરનો રેકૉર્ડ તોડ્યો હતો.

ઇંગ્લૅન્ડ સામે બર્મિંઘમના ઍજબેસ્ટન મેદાન પર રમાઈ રહેલી ટેસ્ટમૅચમાં ભારતીય કૅપ્ટન શુભમન ગિલે કમાલ કરી છે.

પહલી ઇનિંગમાં શુભમને શાનદાર 269 રન બનાવ્યા હતા. હવે તેમણે ભારતીય ટીમની બીજી ઇનિંગમાં પણ સદી ફટકારી છે. તેમણે 129 બૉલમાં આ સદી ફટકારી છે. તેઓ 161 રન બનાવીને આઉટ થયા હતા.

તેમણે 162 બોલમાં આઠ છક્કા અને 13 ચોક્કાની મદદથી 161 રન બનાવ્યા હતા.

શુભમન ગિલ એવા બીજા ભારતીય બૅટ્સમૅન બન્યા છે જેમણે કોઈ ટેસ્ટમૅચમાં સદી અને ડબલ સદી ફટકારી હોય. શુભમન પહેલાં માત્ર સુનીલ ગાવસ્કર જ આવું પ્રદર્શન કરી શક્યા હતા.

આ સાથે તેઓ કોઈ પણ ટેસ્ટમૅચમાં ભારત વતી સૌથી વધુ રન બનાવનારા બૅટ્સમૅન બની ગયા છે. શુભમને સુનીલ ગાવસ્કરનો કુલ 344 રન બનાવવાનો રેકૉર્ડ તોડ્યો.

સુનીલ ગાવસ્કરે એપ્રિલ 1971માં વેસ્ટઇન્ડિઝ સામે પૉર્ટ ઑફ સ્પેન ટેસ્ટમૅચમાં કુલ 344 રન બનાવ્યા હતા જેમાં પહેલી ઇનિંગમાં 124 અને બીજી ઇનિંગમાં 220 રન બનાવ્યા હતા.

એક ટેસ્ટમૅચમાં ભારત તરફથી ખેલાડીઓના સૌથી વધુ રન

ઍજબેસ્ટન ટેસ્ટ: શુભમન ગિલે ઇંગ્લૅન્ડ સામે સૌથી વધુ 430 રન બનાવ્યા. તેમણે પહેલી ઇનિંગમાં 269 અને બીજી ઇનિંગમાં 161 રન બનાવ્યા.

પૉર્ટ ઑફ સ્પેન ટેસ્ટ: સુનીલ ગાવસ્કરે વર્ષ 1971માં 344 રન વેસ્ટઇન્ડિઝ સામે બનાવ્યા હતા.

કોલકાતા ટેસ્ટ: વીવીએસ લક્ષ્મણે ઑસ્ટ્રેલિયા સામે વર્ષ 2001માં 340 રન બનાવ્યા હતા.

બૅંગ્લુરુ ટેસ્ટ: સૌરવ ગાંગુલીએ પાકિસ્તાન સામે વર્ષ 2007માં 330 રન બનાવ્યા હતા.

ચેન્નાઈ ટેસ્ટ: વીરેનદ્ર સહેવાગે દક્ષિણ આફ્રિકા સામે વર્ષ 2008માં 319 રન બનાવ્યા હતા.

મુલ્તાન ટેસ્ટ: વીરેન્દ્ર સહેવાગે પાકિસ્તાન સામે વર્ષ 2004માં 309 રન બનાવ્યા હતા.

ગિલે આ ટેસ્ટમૅચમાં બનાવ્યા અનેક રેકૉર્ડ્સ

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારત વિ. ઇંગ્લૅન્ડ ટેસ્ટમૅચ, ક્રિકેટ, શુભમન ગિલ

ઇમેજ સ્રોત, Alex Davidson/Getty Images

ગિલે પહેલી ઇનિંગમાં જ્યારે 269 રન બનાવ્યા ત્યારે તેમણે રેકૉર્ડ્સ પર રેકૉર્ડ્સ બનાવી દીધા.

તેમણે આ સાથે ભારતીય ટેસ્ટ કૅપ્ટન તરીકે સર્વોચ્ચ રન બનાવાનો રેકૉર્ડ બનાવ્યો.

એશિયાની બહાર ટેસ્ટમાં ભારતીય બૅટ્સમૅન તરીકેનો સૌથી મોટો સ્કોર બનાવ્યો.

વિદેશી ધરતી પર ટેસ્ટમૅચોમાં કોઈ પણ ભારતીય બૅટ્સમૅનનો આ ત્રીજો સૌથી વિશાળ સ્કોર બની ગયો.

ઇંગ્લૅન્ડ સામે સૌથી મોટો વ્યક્તિગત સ્કોર તેમણે બનાવ્યો.

ટેસ્ટમાં ભારત માટે સાતમો સૌથી સર્વોચ્ચ સ્કોર તેમણે બનાવ્યો.

ભારત મજબૂત સ્થિતિમાં

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભારત વિ. ઇંગ્લૅન્ડ ટેસ્ટમૅચ, ક્રિકેટ, શુભમન ગિલ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીજી ઇનિંગમાં ભારતે 427 રને દાવ ડિક્લેર કર્યો હતો. ભારતે બીજી ઇનિંગમાં 6 વિકેટના ભોગે 427 રન બનાવ્યા હતા. ભારતે ઇંગ્લૅન્ડને જીતવા માટે 608 રનનું લક્ષ્યાંક આપ્યું છે.

ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 28, કેએલ રાહુલે 55, કરુણ નાયરે 26, ગિલે 161, ઋષભ પંતે 65, અને નીતિશકુમાર રેડ્ડીએ એક રન બનાવ્યા હતા. અંતે રવીન્દ્ર જાડેજા 69 રન અને વૉશિંગ્ટન સુંદર 12 રને નોટઆઉટ રહ્યા હતા.

અગાઉ ભારતે પહેલી ઇનિંગમાં 587 રન બનાવ્યા હતા.

જ્યારે કે ઇંગ્લૅન્ડની ટીમ તેની પહેલી ઇનિંગમાં 407 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારત વતી મોહમ્મદ સિરાજે 70 રન આપીને છ વિકેટ લીધી જ્યારે કે આકાશદીપે ચાર વિકેટો ઝડપી હતી.

ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય બૉલરોએ સારી શરૂઆત કરી હતી અને એક સમય એવો હતો કે માત્ર 84 રનમાં ઇંગ્લૅન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. પરંતુ હૅરી બ્રુક અને જેમી સ્મિથે પારીને સંભાળી.

બંને બૅટ્સમૅનોએ છઠ્ઠી વિકેટ માટે 311 રનની પાર્ટનરશિપ કરી. જેમી સ્મિથે 207 બૉલમાં 21 ચોક્કા અને ચાર છક્કાની મદદથી 184 રન બનાવ્યા. જ્યારે કે હૅરી બ્રુકે 17 ચોક્કા અને એક છક્કાની મદદથી 158 રન બનાવ્યા.

ભારતે પહેલી ઇનિંગમાં જે 587 રન બનાવ્યા તેમાં શુભમન ગિલે 269 રન બનાવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન