કેબીસીમાં રૂપિયા 50 લાખ જીતનારાં 14 વર્ષીય જપસિમરનકોરની કહાણી

પંજાબના જલંધરનાં 14 વર્ષીય જપસિમરન કોન બનેગા કરોડપતિમાં 50 લાખ રૂપિયા જીતીને પ્રખ્યાત બની ગયાં છે.

જોકે કેબીસીની પૉલિસી પ્રમાણે કેબીસી જુનિયર્સમાં તેમને પૉઇન્ટસ કહેવામાં આવે છે અને તેઓ જયારે 18 વર્ષનાં થશે ત્યારે તેમને આ રકમ મળશે.

બીબીસી સાથેની ખાસ મુલાકાતમાં તેમણે આ શો સુધી પહોંચવાની તેમની સફર વિશે જણાવ્યું. તેમજ શો પર અમિતાભ બચ્ચન સાથેના અનુભવ પણ શૅર કર્યા.

આવો જોઈએ તેમની કહાણી.