ગીશા: લુપ્ત થવાને આરે પહોંચેલા જાપાનના પરંપરાગત કલાકારોને પ્રવાસીઓથી બચાવવાની નોબત કેમ આવી?

ગીશા કલાકારો જાપાન

ઇમેજ સ્રોત, Getty Images

જાપાન પોતાની સંસ્કૃતિક ઓળખથી પર્યટકોને આકર્ષે છે. ગીશા પણ જાપાન આવતા પર્યટકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે.

ગીશા એ જાપાનીઝ સંસ્કૃતિનો પરંપરાગત ભાગ છે અને તેઓ પ્રોફેશનલ મનોરંજનકર્તા છે અને નૃત્ય તથા સંગીત જેવા કળાના ક્ષેત્રોમાં તાલીમબદ્ધ છે.

તેમના ચહેરા સફેદ રંગથી રંગાયેલા હોય છે અને તેમણે સુંદર કિમોનો (ઢીલો, મોટી બાંયવાળો જાપાની પરંપરાગત ડગલો) પહેરેલો હોય છે.

જાપાનના પ્રખ્યાત જિયોન શહેરમાં તેઓ સાંકડી ગલીઓમાં આમતેમ અપોઇન્ટમેન્ટ માટે દોડી રહ્યા હોય છે.

લોકો તેને ‘જાદુઈ દૃશ્ય’ ગણાવે છે.

ગીશા કલાકારો જાપાન

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ ક્યોટોમાં જ્યાં ગીશા લોકો જોવા મળે છે તેવી કેટલીક ખાનગી ગલીઓમાં હવે પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે.

સ્થાનિક અધિકારી ઇસોકાઝુ ઓટાએ સમાચાર એજન્સી એપીને આપેલી માહિતીમાં કહ્યું હતું કે, "અમે એપ્રિલ મહિનામાં કેટલાંક સ્થળોએ સૂચના લખેલા બોર્ડ લગાવીશું અને પ્રવાસીઓને આ પ્રાઇવેટ ગલીઓમાં જતા રોકીશું."

પ્રવાસીઓ જિયોનની સાંકડી, અનોખી શેરીઓમાં ભીડ કરે છે, ઘણીવાર ગાઈડને અનુસરે છે ક્યારેક ક્યારેક જોવા માટે, ચર્ચા કરવા માટે ઊભા રહી જાય છે.

આ એક લોકપ્રિય સ્થળ છે -આ જિલ્લો મનોહર મંદિરો, બગીચાઓ અને ટી-હાઉસ માટે જાણીતો છે.

આ એ જ સ્થળ છે જ્યાં ગીશા અને તેમના ‘માઇકો’ એપ્રેન્ટિસ, રમતગમતમાં વપરાતા કિમોનો અને માથા પર ઘરેણા પહેરીને નૃત્ય અને સંગીતનું પર્ફોર્મન્સ કરે છે.

કૅમેરા સાથે સજ્જ પ્રવાસીઓના જાણે કે જિયોનમાં ધાડાં ઊતરી આવે છે. તેઓ રસ્તા પર નૃત્ય કરતી મહિલાઓને જોવાની આશાએ અને આકર્ષક ડિનર કરવા માટે અહીં આવે છે.

વધુ પડતા પ્રવાસીઓ

ગીશા કલાકારો જાપાન

ઇમેજ સ્રોત, Getty Images

અહીં આવતા વધુ પડતાં ઉત્સાહી પ્રવાસીઓ વિશેની ફરિયાદો ઘણા સમયથી છે. સ્થાનિક વ્યવસ્થાતંત્રના અહેવાલ પ્રમાણે નિયંત્રણ વગરના પ્રવાસીઓ ગીશાને હેરાન કરે છે અને કેટલીકવાર તેમની સાથે ફોટા લેવા અથવા તેમના કિમોનોને સ્પર્શ કરવા દેવા માટે તેમના પર દબાણ કરે છે.

જ્યારે કોરોના વાઇરસને કારણે પ્રવાસન પર માઠી અસર પડી હતી ત્યારે આના પર ચર્ચા ઓછી થઈ ગઈ હતી પરંતુ ફરીથી પ્રવાસીઓ વધી જતાં આવા મામલા સામે આવી રહ્યા છે.

જિયોન સાઉથ સાઈડ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના પ્રતિનિધિ સેક્રેટરી ઑટા કહે છે, "જ્યારે એકથી બે મીટર જેવી સાંકડી ગલીઓમાંથી ગીશા બહાર આવે છે ત્યારે ઘણીવાર પ્રવાસીઓ પાપારાઝી જેવી વર્તણૂક કરે છે. "

ગીશા કલાકારો જાપાન

ઇમેજ સ્રોત, Getty Images

જિલ્લાની અન્ય જાહેર ગણાતી શેરીઓ પ્રવાસીઓ માટે ખુલ્લી રહેશે. જેના કારણે આ વિસ્તાર અને બાકીનું ક્યોટો હજુ પણ જાપાન અને વિશ્વભરના મુલાકાતીઓથી છલકાતું રહેશે.

ગયા વર્ષે 2.5 કરોડથી વધુ મુલાકાતીઓ જાપાન આવ્યા હતા. તેઓ ઉત્તમ જાપાનીઝ ભોજન, હાઇ-ટેક ઇલેક્ટ્રોનિક ગેજેટ્રી, સુંદર બગીચાઓ અને માઉન્ટ ફુજી જેવા પ્રકૃતિના વૈભવ અને વાર્ષિક ચેરી બ્લોસમ ફેસ્ટિવલનો આનંદ માણવા માટે આવ્યા હતા.

2019માં જાપાન આવનારા પ્રવાસીઓની સંખ્યા કુલ 3.2 કરોડ હતી, જે 2021માં કોરોનાને કારણે ઘટીને માત્ર અઢી લાખ થઈ ગઈ હતી. પરંતુ આ વર્ષની સંખ્યા 2019ના રેકૉર્ડની નજીક પહોંચી શકે છે અથવા તો આગળ નીકળી શકે છે તેવું નિષ્ણાતો કહે છે.

પરંતુ આના કારણે જિયોનના ઘણા રહેવાસીઓમાં બહુ ઉત્સાહનો માહોલ નથી. તેમની સ્થાનિક કાઉન્સિલે થોડા મહિનાઓ પહેલા જ જાહેરાત કરીને મુલાકાતીઓના ટોળા પ્રત્યેના તેમના ઉત્સાહના અભાવની ઝલક રજૂ કરતા કહ્યું હતું કે: "ક્યોટો એ થીમ પાર્ક નથી."

જાપાનનાં ગીશા કલાકારો

ગીશા કલાકારો જાપાન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જાપાનની જ્યારે વાત કરવામાં આવે તો અવશ્ય આ ત્રણનો ઉલ્લેખ થાય છે – માઉન્ટ ફુજી, સૂમો પહેલવાન અને જાપાની ગીશા.

ગીશા એવાં કલાકાર છે જે તેમની કળાથી ગ્રાહકોનું મનોરંજન કરે છે. જાપાનમાં ગીશાનું પ્રદર્શન જોવું એ ગર્વ અને શાનની વાત ગણાય છે.

ગીશા એ 16મી સદીથી જ જાપાનની કળા અને સંસ્કૃતિનું મુખ્ય પ્રતીક ગણાય છે. તેમણે સંગીત અને નૃત્ય જેવી કળાઓથી પૈસા કમાયા છે અને લોકોનું મનોરંજન કર્યું છે.

ગીશા બનવું એ સરળ કામ નથી, તેના માટે રોજબરોજના જીવનને અલવિદા કહી દેવું પડે છે. તેમની સઘન ટ્રેઇનિંગ થાય છે.

રોજ બે કલાક તો મેકઅપ કરવામાં જ પસાર થઈ જાય છે. રોજ મહેમાનોના મનોરંજન, નાચવા અને ગાવાની પ્રેક્ટિસમાં લાંબો સમય પસાર થઈ જાય છે.

તેમના પર્ફોર્મન્સ પછી મહેમાનો જાપાની પીણા પીવે છે, રમતો રમે છે અને ગેશા સાથે વાત કરે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ અસ્તિત્ત્વ માટે સંઘર્ષ કરી રહ્યાં છે. જાપાનમાં એક સદી પહેલા અંદાજે 90 હજારથી વધારે ગીશા કલાકારો હતાં જ્યારે આજે 1500થી પણ ઓછાં કલાકારો બચ્યાં છે.